બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:14 PM, 13 May 2025
ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે જમ્મુ અને કાશ્મીર સંબંધિત કોઈપણ મુદ્દો ફક્ત ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રીતે જ ઉકેલાશે અને તેમાં કોઈ ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા રહેશે નહીં. મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબજા હેઠળનું કાશ્મીર (POK) ખાલી કરવું પડશે. તેમણે એ પણ પુનરોચ્ચાર કર્યો કે આ લાંબા સમયથી ભારતની નીતિ રહી છે અને તેમાં કોઈ ફેરફાર થયો નથી.
ADVERTISEMENT
વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું કે 10 મેના રોજ ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે થયેલી વાતચીત બાદ યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ હતી. આ વાતચીત માટે પાકિસ્તાને તે જ દિવસે રાત્રે 12:37 વાગ્યે વિનંતી કરી હતી કારણ કે તેઓ ટેકનિકલ કારણોસર હોટલાઇન દ્વારા ભારતનો સંપર્ક કરી શક્યા ન હતા. ત્યારબાદ ભારતીય ડીજીએમઓની ઉપલબ્ધતાના આધારે કોલ 15:35 વાગ્યે નક્કી કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ભારતે સ્પષ્ટતા કરી કે આ પાકિસ્તાનની મજબૂરી હતી, કારણ કે તે જ સવારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના મુખ્ય વાયુસેના મથકો પર ખૂબ અસરકારક હુમલા કર્યા હતા. વિદેશ મંત્રાલયે કહ્યું, 'ભારતીય સૈન્ય દળની તાકાત હતી જેણે પાકિસ્તાનને ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા મજબૂર કર્યું.'
વધુ વાંચો:ભારત સહન નહી કરે, ઓપરેશન સિંદૂરને ન્યૂ નોર્મલ થશે, હુમલો થતા જ સામે જવાબ મળશે
વિદેશ મંત્રાલયે એ પણ સ્પષ્ટતા કરી કે અન્ય દેશો સાથેની વાતચીતમાં, ભારતે એ જ સંદેશ આપ્યો છે કે તે 22 એપ્રિલના આતંકવાદી હુમલાના જવાબમાં ફક્ત આતંકવાદી માળખાને જ નિશાન બનાવી રહ્યું છે. જો પાકિસ્તાની સેના ગોળીબાર કરશે તો ભારતીય સેના પણ વળતો જવાબ આપશે. પણ જો પાકિસ્તાન અટકશે તો ભારત પણ અટકી જશે. 'ઓપરેશન સિંદૂર' શરૂ કરવામાં આવ્યું ત્યારે પાકિસ્તાનને પણ આ જ સંદેશ આપવામાં આવ્યો હતો, જેને તેમણે તે સમયે અવગણ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT