બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : આ હતા પહેલગામમાં હુમલો કરનારા આતંકીઓ, પોસ્ટર બહાર પડ્યું, 20 લાખના ઈનામનું એલાન

પહેલગામ હુમલો / VIDEO : આ હતા પહેલગામમાં હુમલો કરનારા આતંકીઓ, પોસ્ટર બહાર પડ્યું, 20 લાખના ઈનામનું એલાન

Last Updated: 11:15 AM, 13 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

22 એપ્રિલે થયેલા પહેલગામ આતંકી હુમલા પર એક મોટી ખબર સામે આવી છે. 3 આતંકીઓનું પોસ્ટર રિલિઝ થયું છે.

22 એપ્રિલના પહેલગામ આતંકીઓને લઈને એક મોટી ખબર સામે આવી છે. સુરક્ષા દળોએ પહેલગામ હુમલાના આતંકવાદીઓના પોસ્ટર જાહેર કર્યા છે. જમ્મુ-કાશ્મીરમાં જાહેર સ્થળોએ આતંકવાદીઓના પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને તેમના માથા પર 20 લાખના ઈનામનું એલાન કરાયું છે.

આતંકીઓને માહિતી આપનારને 20 લાખનું ઈનામ

આતંકીઓની ઓળખ જાહેર કરતાં સુરક્ષા એજન્સીઓએ આતંકીઓને માહિતી આપનારને 20 લાખનું ઈનામ આપવાની પણ વાત કરી છે અને માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

કોણ છે આતંકીઓ

પોસ્ટરમાં દેખાતાં આતંકીઓ બધા પાકિસ્તાની છે અને તેમના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા છે. તેમના કોડ નામ મૂસા, યુનુસ અને આસિફ હતા અને તેઓ પૂંછમાં પણ આતંકી હુમલામાં સામેલ હતા.

વધુ વાંચો : VIDEO : 'એકલી રહીને પૂરો આનંદ લીધો', તાજ મહેલમાં બની અદ્દભુત ઘટના, છોકરીએ શેર કર્યો વીડિયો

22 એપ્રિલે પહેલગામમાં 26 પ્રવાસીઓની હત્યા

ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ કરેલા ગોળીબારમાં 24 પ્રવાસીઓ સહિત 26 લોકો માર્યા ગયા હતા. આ ભયાનક ઘટના 2019માં પુલવામા આતંકવાદી હુમલા પછી ખીણમાં થયેલો સૌથી ઘાતક હુમલો છે. મૃતકોમાં બે વિદેશી અને એટલા જ સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે. પ્રતિબંધિત પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા આતંકવાદી જૂથના છાયા સંગઠન, રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pahalgam attack news Pahalgam attack
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ