બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / કોણ છે લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશી? જેને દુનિયા સમક્ષ મૂકી 'ઓપરેશન સિંદૂર'ની કહાની, ગુજરાત સાથે છે નાતો
Last Updated: 11:36 AM, 7 May 2025
ભારતીય સેનાની મહિલા અધિકારી, લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશી, પાકિસ્તાનના આતંકવાદી સંગઠન વિરુદ્ધ ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર' ની આખી કહાની દુનિયાને જણાવી રહી છે. ભારતીય સેના તરફથી, કર્નલ સોફિયા કુરેશી, મહિલા અધિકારી વ્યોમિકા અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રી એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં 9 આતંકવાદી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક વિશે માહિતી આપી રહ્યા છે. બે મહિલા અધિકારીઓ સાથે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને, ભારતે વિશ્વને મહિલા શક્તિનો સંદેશ આપ્યો છે અને તેની સાથે ભારતમાં હિન્દુ-મુસ્લિમ એકતાનો પણ સંકેત આપ્યો છે.
ADVERTISEMENT
વડોદરાના કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો ધરાવતા અધિકારી છે. તે હાલમાં સિગ્નલ કોર્પ્સમાં સેવા આપે છે. કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનાની પ્રથમ મહિલા અધિકારી છે જે સેનાના તાલીમ અભ્યાસ 'એક્સરસાઇઝ ફોર્સ 18' કાર્યક્રમનું નેતૃત્વ કરી રહી છે.
35 વર્ષીય સોફિયા કુરેશી ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલ રેન્કના અધિકારી છે. તેમને સિગ્નલ કોર્પ્સમાં સેવા આપી હતી. કર્નલ કુરેશી ગુજરાતના વડોદરાના વતની છે. તેમણે બાયોકેમિસ્ટ્રીમાં ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી છે.
ADVERTISEMENT
સોફિયા કુરેશી 1999 માં શોર્ટ સર્વિસ કમિશન હેઠળ સેનામાં જોડાયા હતા. તે સમયે તેઓ માત્ર 17 વર્ષની હતા. સોફિયા કુરેશીના દાદા પણ સેનામાં હતા. સોફિયાના પતિ મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીમાં આર્મી ઓફિસર છે.
વધુ વાંચો: દેશમાં ઉત્સુકતા! પાકિસ્તાનમાં હુમલા વચ્ચે ભારતે કર્યું 'અસાધારણ કામ', ઈઝરાયલ-US જરાય ન કરે
માર્ચ 2016 માં સોફિયા કુરેશી, બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસમાં સેનાની ટુકડીનું નેતૃત્વ કરનાર પહેલી મહિલા બન્યા હતા. ટ્રેનિંગ એક્સરસાઇઝ 'એક્સરસાઇઝ ફોર્સ 18' પ્રોગ્રામ અત્યાર સુધીનો સૌથી મોટો વિદેશી સૈન્ય અભ્યાસ છે. આ અભ્યાસમાં ASEAN ના સભ્યોએ ભાગ લીધો, જેમાં ભારત, જાપાન, ચીન, રુસ, સંયુક્ત રાજ્ય અમેરિકા, કોરિયા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયા સામેલ હતા. આનું આયોજન ભારતના પુણે માં કરવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.