બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : પાકિસ્તાનમાં બેઠેલા આ શખ્સને ખબર પડી ગઈ ઓપેરેશન સિંદૂર જરુરી હતું, કરી જોરદાર વાત
Last Updated: 02:29 PM, 14 May 2025
ભારતના ઓપરેશન સિંદૂરના સમર્થનમાં એક પાકિસ્તાની વ્યક્તિ સામે આવ્યો છે. પાકિસ્તાનના ફોરેક્સ વેપારી અભયે ભારતીય સેનાનો બચાવ કર્યો અને પોતાના દેશની "આતંકવાદને ઉછેરવા" બદલ ટીકા કરી હતી. અભયે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં કહ્યું કે હું પાકિસ્તાની છું અને હું સીધું કહીશ. ભારતને વળતો પ્રહાર કરવાનો સંપૂર્ણ અધિકાર છે. પાકિસ્તાનની ટીકા કરતાં અભયે લખ્યું કે પહેલા, તમે તેમના લોકો પર હુમલો કરો છો, અને જ્યારે તેઓ જવાબ આપે છે, ત્યારે અચાનક બધું શાંતિ, માનવ અધિકારો વિશે હોય છે. પરંતુ જ્યારે 26 નિર્દોષ લોકોના જીવ ગયા ત્યારે તમારો જીવ ન બળ્યો.
ADVERTISEMENT
ભારતને સ્વ બચાવ કરવાનો અધિકાર
ADVERTISEMENT
પાકિસ્તાની યુવાને કહ્યું કે કોઈ પણ યુદ્ધ પસંદ કરતું નથી. ન તો ભારત કે ન તો પાકિસ્તાન, પરંતુ જ્યારે તમે આતંકવાદને ઉછેરવાનું શરૂ કરો છો, ત્યારે જ્યારે તે પાછો આવે ત્યારે આશ્ચર્યચકિત ન થાઓ. જ્યારે તમારા લોકો માર્યા ન જાય ત્યારે શાંતિનો ઉપદેશ આપવો સરળ છે. સરહદ પારના આતંકવાદ પર ભારતના વલણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, "ભારતે ક્યારેય આ શરૂ કર્યું નથી. તેમણે ફક્ત પ્રતિક્રિયા આપી. અને મારા મતે, તે યુદ્ધનું કૃત્ય નથી. તે ફક્ત ન્યાય છે. "એક પાકિસ્તાની હિન્દુ તરીકે, આ મારો વિચાર છે. જય હિંદ
100થી વધુ આતંકીઓનો ખાતમો
ભારતનું ઓપરેશન સિંદૂર 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે આવ્યું હતું જેમાં 26 લોકો માર્યા ગયા હતા. 7 મેના રોજ, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના નવ આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો. 25 મિનિટ ચાલેલા ઓપરેશન દરમિયાન 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT