બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:37 AM, 7 May 2025
ADVERTISEMENT
Operation Sindoor: 22 એપ્રિલ 2025ની તારીખ એક એવી તારીખ છે તે દિવસે દરેક ભારતીયની આંખોમાં આંસુ હતા. આ એ જ દિવસ છે જ્યારે આતંકવાદીઓએ નિઃશસ્ત્ર પ્રવાસીઓની હત્યા કરી હતી. જે આતંકવાદીઓ લોકોને તેમનો ધર્મ પૂછીને મારી નાખતા હતા તેમણે પહેલગામમાં ઘણો નરસંહાર કર્યો હતો. 26 લોકો માર્યા ગયા. આ નરસંહારમાં આતંકીઓએ હિન્દુ સ્ત્રીઓના સિંદૂરને ભૂંસી નાખ્યું હતું. આ નરસંહાર પછી હિમાંશી નરવાલ અને આશ્યાનું લગ્નજીવન બરબાદ થઈ ગયું હતું.
Operation Sindoor: PM મોદીએ જે કહ્યું હતું તે કર્યું..મિટ્ટી મેં મિલા દિયા#IndiaPakistanTensions #IndiaPakistan #PahalgamTerrorAttack #pakistanattack #OperationSindoor #IndiaPakistanWar #indianarmy #VTVDigital #India #Pakistan #Gujarat #Gujaratinews #vtvcard pic.twitter.com/eM0U3TJoYg
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 7, 2025
ADVERTISEMENT
'મોદી કો બતા દેના'
22 એપ્રિલે ભારતીયોને મારતી વખતે આતંકવાદીઓએ એક વાક્ય કહ્યું હતું -" મોદી કો બતા દેના' આજે પહેલગામ હુમલાને બરાબર 16 દિવસ થઈ ગયા છે. હવે આતંકવાદીઓ અને પાકિસ્તાન આજની તારીખ એટલે કે 7 મે ક્યારેય ભૂલી શકશે નહીં. હા, 7 મેના રોજ મોદીએ કહ્યું કે ભારત સામે આંખ ઉંચી કરનારાઓનું શું થાય છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનમાં લાશોનો ઢગલો છોડી દીધો. ભારતે 7 મેના રોજ મધ્યરાત્રિએ પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા કરીને પહેલગામનો બદલો લીધો.
મોદી ને બતા દિયા
22 એપ્રિલના રોજ પહેલગામ હુમલા દરમિયાન આતંકવાદીઓએ લોહીથી હોળી રમી હતી. પહેલગામમાં પ્રવેશ્યા પછી આતંકવાદીઓએ ધર્મના આધારે પ્રવાસીઓની પસંદગીપૂર્વક હત્યા કરી. પ્રવાસીઓને કલમાનો પાઠ કરાવવામાં આવ્યો હતો અને તેમની સુન્નત કરવામાં આવી હતી કે નહીં તેના આધારે તેમને ઓળખ્યા પછી ગોળી મારી દેવામાં આવી હતી. આ સમય દરમિયાન આતંકવાદીઓ પ્રવાસીઓને ફક્ત એક જ સંદેશ આપી રહ્યા હતા કે આ વિશે મોદીને કહી દે જો. ' મોદી કો બતા દેના'. આ પહેલગામ હુમલા બાદ દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું. દેશની આંખો ભીની થઈ ગઈ. બદલો લેવાનો અવાજ દેશના ખૂણે ખૂણેથી ગુંજ્યો. આ પછી બધાની નજર ભારત આ પહેલગામ હુમલાનો બદલો ક્યારે અને કેવી રીતે લે છે તેના પર ટકેલી હતી.
22 એપ્રિલનો જવાબ 7 મે એ
આજે એટલે કે 7 મે ના રોજ મોદીએ કહ્યું કે ભારત પહેલગામના હુમલાખોરોને ગમે ત્યાંથી શોધી અને મારી શકે છે. બરાબર 16 દિવસ પછી એટલે કે 7 મેની મધ્યરાત્રિએ ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલોથી હુમલો કર્યો. આ હુમલાઓમાં લશ્કર અને જૈશના 70 થી વધુ આતંકવાદીઓ ઠાર મરાયા. ભારતે મૌલાના મસૂદ અઝહરના આતંકવાદી ઠેકાણાઓને તોડી પાડ્યા છે અને આતંકવાદી હાફિઝ સઈદને પણ ત્યાંથી હટાવી દીધા છે. ભારતે આ 16 દિવસમાં સંપૂર્ણ તૈયારીઓ કરી. જોકે પાકિસ્તાનને પહેલાથી જ વિશ્વાસ હતો કે ભારત હુમલો કરશે. પાકિસ્તાનના ડરને સાચો સાબિત કરીને પીએમ મોદીએ ઓપરેશન સિંદૂરને મંજૂરી આપી. હા ભારતની આ કાર્યવાહીનું નામ ઓપરેશન સિંદૂર છે.
મધ્યરાત્રિએ પાકિસ્તાનમાં અરાજકતા
આ ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં અરાજકતા ફેલાઈ ગઈ. ભારતના હુમલાઓએ લાહોર, પંજાબથી પીઓકે સુધી ગભરાટ ફેલાવ્યો. ભારતીય મિસાઇલ વિસ્ફોટોના કંપન ઇસ્લામાબાદ સુધી અનુભવાયા. ભારતીય વાયુસેનાએ આ હુમલો કર્યો. રાફેલ અને સુખોઈએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર બોમ્બ ફેંક્યા હતા. આ ઓપરેશન સિંદૂરની સંપૂર્ણ કમાન્ડ NSA અજિત ડોભાલ પાસે હતી. ઓપરેશન સિંદૂરનો આદેશ અજિત ડોભાલે આપ્યો હતો. જોકે પીએમ મોદી આખી રાત જાગતા રહીને તેના પર નજર રાખી રહ્યા હતા. અજિત ડોભાલ દરેક ક્ષણે આ ઓપરેશન વિશે સતત માહિતી આપી રહ્યા હતા. ભારતના આ હુમલાની ખાસ વાત એ છે કે ફક્ત આતંકવાદી ઠેકાણાઓને જ નિશાન બનાવવામાં આવ્યા હતા.
7 મે ઓપરેશન સિંદૂર
ઓપરેશન સિંદૂરનો પાયો NTRO એટલે કે નેશનલ ટેકનોલોજી રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા નાખવામાં આવ્યો હતો. તેનું કામ પાકિસ્તાન અને પીઓકેમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાઓને ઓળખવાનું હતું. આ સ્થળો પર દેખરેખ રાખવામાં આવી હતી. આ પછી એક યોજના બનાવવામાં આવી. પાકિસ્તાન પર હુમલો કરવાનો છેલ્લો કોલ NSA અજિત ડોભાલે લીધો હતો. પીએમ મોદીએ તેને મંજૂરી આપી. આ પછી 7 મેની રાત્રે લગભગ 1 વાગ્યે પાકિસ્તાન રાખ થઈ ગયું. ભારતે મુરિદકે, મુઝફ્ફરાબાદ અને કરાચીમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. ઓપરેશન સિંદૂરનું નામ એ મહિલાઓના સિંદૂરથી પ્રેરિત હતું જેમના પતિ આતંકવાદી હુમલામાં માર્યા ગયા હતા. હિમાંશી નરવાલ અને શુભમની પત્નીના સિંદૂરનો હિસાબ હવે મળી ગયો છે.
આ પણ વાંચો: VIDEO: 'અમારી એજન્સી ક્યાં સૂઇ ગયેલી?', એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાની યુવકનો વીડિયો વાયરલ
ભારતે ક્યાં ક્યાં હુમલો કર્યો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.