બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'ઓપરેશન સિંદૂર'માં ભારતને સ્પેસ માંથી કેવી રીતે મળી મદદ?, જાણો ડિટેઈલ

નેશનલ / 'ઓપરેશન સિંદૂર'માં ભારતને સ્પેસ માંથી કેવી રીતે મળી મદદ?, જાણો ડિટેઈલ

Last Updated: 11:18 AM, 13 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરને સફળ બનાવવામાં ભારતીય સૈન્ય ઉપરાંત અવકાશ એજન્સી ઇસરોએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ચાલો જાણીએ કે કેવી રીતે ઇસરોએ સેનાને કેવી રીતે મદદ કરી.

પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ કામગીરીને સફળ બનાવવામાં અવકાશ એજન્સી ISROએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અંતરીક્ષની મદદથી જ સેના રડારને યોગ્ય રીતે શોધી શકી. ઓપરેશન સિંદૂર હાથ ધરવા માટે સેનાએ મોટી સંખ્યામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કમર્શિયલ અવકાશ સંપત્તિનો ઉપયોગ કર્યો હતો.

એક અહેવાલ મુજબ ઇસરોના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર માટે અવકાશની સ્ટ્રેટેજિક એસેટ્સ (Space Assets)નો અલગ અલગ રીતે ઉપયોગ કર્યો હતો. ઈસરોની ટીમો દિવસ-રાત કામ કરતી રહી. તેમણે ગર્વ વ્યક્ત કર્યો કે ઇસરો દેશના મહત્વપૂર્ણ મિશનમાં સેનાને મદદ કરી શકે છે.

અવકાશ એજન્સીએ સૈન્યને કેવી રીતે મદદ કરી?

ઇસરોના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે દેશની સેના માટે સીધી ઉપલબ્ધ સ્થાનિક સંપત્તિઓ (doemestic assets) (ભારત પાસે 9-11 લશ્કરી ઉપગ્રહો છે) ઉપરાંત અવકાશ એજન્સીએ તેમને કમર્શિયલ ગ્લોબલ ઓપરેટરો પાસેથી પુનરાવર્તિત ડેટા સુવિધા પણ પૂરી પાડી છે. આયોજન માટે કાર્ટોસેટ શ્રેણી અને અન્ય ઉપગ્રહોના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સેનાને મેક્સાર તરફથી મદદ મળી

સેનાને ફોટોસ મેક્સાર પાસેથી મળ્યા હતા. અમેરિકાનું સેટેલાઇટ મેક્સાર વિશ્વભરની ઘણી સરકારી અને બિન-સરકારી સંસ્થાઓને ઇમેજ પૂરી પાડે છે. જોકે એ જાણી શકાયું નથી કે પાકિસ્તાને તેના કોઈપણ ઓપરેશન માટે તેની સેવાઓ લીધી કે નહીં. જોકે એ પણ જાણીતું છે કે પાકિસ્તાન પાસે ચીનની લશ્કરી અવકાશ સંપત્તિઓ સુધી પહોંચ છે જ્યારે ભારતીય સેના પાસે યુરોપના સેન્ટીનેલ અને યુએસમાં અન્ય એક કોમર્શિયલ ઓપરેટરના અન્ય સેટેલાઇટ ડેટા સુધી પહોંચ છે.

આ પણ વાંચો: ભારત-પાક. તણાવ વચ્ચે ચર્ચામાં રહેલા DGMO કોણ હોય છે?, જાણો તેમના કામથી લઈને સેલેરી સુધી તમામ ડિટેઈલ

Vtv App Promotion 1

સેટેલાઈટ ડેટા કેવી રીતે મળે છે?

  • એક અધિકારીના જણાવ્યા મુજબ ભારતીય ઉપગ્રહો સમયાંતરે ડેટા પ્રદાન કરે છે.
  • ચોક્કસ વિસ્તારનું ડાઉનલોડ 14 દિવસમાં એકવાર કરી શકાય છે.
  • જ્યારે કોમર્શિયલ ડેટા દિવસમાં એકવાર ઉપલબ્ધ થાય છે.
  • કાર્ટોસેટ સેટેલાઇટ પરિવાર ભારતના લશ્કરી ગુપ્તચર ટૂલકીટનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે.
  • તે હાઈ રીઝોલ્યુશન ઇમેજ અને વીડિયો પૂરા પાડે છે.
  • તે સૌપ્રથમ વર્ષ 2005 માં લોન્ચ કરવામાં આવ્યું હતું.
  • આ સેનાને ગુપ્ત માહિતી અને અવકાશમાંથી મળેલી સચોટ માહિતીના આધારે નિર્ણયો લેવામાં મદદ કરે છે.
  • તેનો ઉપયોગ 2016 ની સર્જિકલ સ્ટ્રાઈક માટે કરવામાં આવ્યો હતો.
  • તેણે સૈન્યને રડાર ઇમેજિસ પૂરી પાડી જે ગતિવિધિઓ પર નજર રાખવા માટે મહત્વપૂર્ણ હતી. .

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ISRO helped indian army Operation Sindoor
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ