બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મુંબઈ / યુદ્ધ જેવી સ્થિતિનો સામનો કરવા દેશ તૈયાર! દિલ્હી-મુંબઈ સહિત અનેક શહેરોમાં મોકડ્રીલ
Last Updated: 06:09 PM, 7 May 2025
National News : આતંકવાદ સામે ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર પછી હવે ગૃહ મંત્રાલયની સૂચના પર આજે દેશભરમાં એક વ્યાપક મોકડ્રીલ કરવામાં આવી રહી છે. દિલ્હીના ખાન માર્કેટમાં બુધવારે મોકડ્રીલ કરવામાં આવી હતી, જેમાં સુરક્ષા દળો અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગોએ ભાગ લીધો હતો. નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં સાંજે મોક ડ્રીલ પણ કરવામાં આવશે. તેવી જ રીતે બેંગલુરુમાં હલસુરુ તળાવ, જયપુરમાં એમઆઈ રોડ, પુણેમાં કાઉન્સિલ હોલ અને હૈદરાબાદમાં કાચેગુડા રેલ્વે સ્ટેશન પર પણ મોકડ્રીલ કરવામાં આવી હતી. આ કવાયતનો હેતુ યુદ્ધ જેવી પરિસ્થિતિઓ અને દુશ્મનના હવાઈ હુમલા દરમિયાન તૈયારીઓનું પરીક્ષણ કરવાનો અને સામાન્ય લોકોને જાગૃત કરવાનો છે.
ADVERTISEMENT
#WATCH | Mumbai, Maharashtra: A mock drill is being carried out at Mumbai's Cross Maidan.
— ANI (@ANI) May 7, 2025
MHA has ordered a nationwide mock drill today. pic.twitter.com/907WmftjEL
ભાજપ મુખ્યાલયમાં પણ મોકડ્રીલ કરવામાં આવશે
ADVERTISEMENT
બુધવારે દિલ્હીના ખાન માર્કેટમાં એક મોકડ્રીલ કરવામાં આવી હતી, જેમાં સુરક્ષા દળો અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગોએ ભાગ લીધો હતો. નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં સાંજે મોક ડ્રીલ પણ કરવામાં આવશે. તેવી જ રીતે બેંગલુરુમાં હલસુરુ તળાવ, જયપુરમાં MI રોડ, પુણેમાં કાઉન્સિલ હોલ અને હૈદરાબાદમાં કાચેગુડા રેલ્વે સ્ટેશન પર પણ મોકડ્રીલ કરવામાં આવી હતી.
પંજાબના અમૃતસરમાં પોલીસ અને નાગરિક સંરક્ષણ ટીમોએ સાથે મળીને આ કવાયત હાથ ધરી હતી. મુંબઈમાં, ક્રોસ મેદાન અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ખાતે મોકડ્રીલ દ્વારા હુમલાનો સામનો કરવાની તૈયારી દર્શાવવામાં આવી હતી.
#WATCH | A comprehensive mock drill is being conducted at Delhi's Khan Market.
— ANI (@ANI) May 7, 2025
MHA has ordered a nationwide mock drill today. pic.twitter.com/W2qbkNwanD
મુંબઈમાં રેલવેએ કવાયત હાથ ધરી હતી
મધ્ય રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ માહિતી આપી હતી કે નાગરિક સંરક્ષણ એકમ દ્વારા CSMT ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, રેલવેની તૈયારી દર્શાવવામાં આવી હતી અને સામાન્ય લોકોને સતર્ક રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
મુંબઈ ઉપરાંત કલ્યાણમાં પણ મોકડ્રીલ કરવામાં આવી હતી અને નાગરિકોને ઇમારતમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. હરિયાણામાં, 'ઓપરેશન અભ્યાસ' નામથી રાજ્યવ્યાપી મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી, જેમાં બ્લેકઆઉટ કસરતો અને સામાન્ય નાગરિકોની ભાગીદારી પણ શામેલ હતી.
આ પણ વાંચોઃ Operation Sindoor / 'અમે હનુમાનજીના આદર્શોનું પાલન કર્યું...' ઓપરેશન સિંદૂર પર રક્ષા મંત્રી રાજનાથ સિંહનું નિવેદન
ભારતીય સેનાનું ઓપરેશન સિંદૂર
ભારતીય સેનાએ મંગળવારે રાત્રે હવાઈ હુમલા દ્વારા પાકિસ્તાન અને PoKમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. ત્રણેય સેનાઓની આ સંયુક્ત કાર્યવાહીને 'ઓપરેશન સિંદૂર' નામ આપવામાં આવ્યું છે. ભારતીય સૈનિકોએ પાકિસ્તાનમાં પ્રવેશ કર્યા વિના, બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલય પર બોમ્બમારો કરીને વિસ્ફોટ કર્યો. આ ઉપરાંત પાકિસ્તાનમાં બનેલા કુલ ચાર અને પીઓકેમાં પાંચ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે.
સ્કેલ્પ અને હેમર મિસાઇલ્સ
સૂત્રો અનુસાર ભારતીય વાયુસેનાના અદ્યતન ફાઇટર જેટ્સ જેમ કે મિરાજ-2000 અને સુખોઈ-30MKI એ બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ વિસ્તારોને લાંબા સમયથી જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોના ગઢ માનવામાં આવે છે. આ ઉપરાંત સ્કેલ્પ ક્રુઝ મિસાઇલ અને હેમર મિસાઇલોથી સજ્જ ભારતીય વાયુસેના (IAF) ના રાફેલ ફાઇટર જેટ્સે પણ આ કામગીરીમાં પોતાનું શૌર્ય બતાવ્યુ છે. આ રાફેલમાં ફીટ કરાયેલા બે શક્તિશાળી એવા હથિયાર છે, જેની મદદથી ટારગેટ પર ચોક્કસ હુમલો કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT