બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:31 PM, 19 June 2025
FASTag Annual Pass: કેન્દ્ર સરકારે દ્વારા 15 ઓગસ્ટથી નેશનલ હાઇવે પર 3000 રૂપિયામાં FASTag વાર્ષિક પાસની જાહેરાત કરવામાં આવી છે. 3000 રૂપિયાના આ વાર્ષિક પાસ સાથે, વારંવાર FASTag રિચાર્જ કરવાની ઝંઝટનો અંત આવશે. આ વાર્ષિક પાસ યોજનાની જાહેરાત પછી, લોકોના મનમાં ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
ADVERTISEMENT
જેમ કે આ વાર્ષિક પાસ કોને મળશે? તે કેવી રીતે રિચાર્જ થશે? તેની માન્યતા કેટલી હશે? તે કયા ટોલ પ્લાઝા પર કામ કરશે અને કયા નહીં? જો વાહનમાં પહેલાથી જ FASTag હશે, તો શું તે નકામું થઈ જશે... લોકોના મનમાં આવા ઘણા પ્રશ્નો છે. અમે FASTag વાર્ષિક પાસ પર તમારા મનમાં ઉદ્ભવતા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
ADVERTISEMENT
FASTag વાર્ષિક પાસ કોને મળશે?
કોઈપણ ખાનગી વાહન માલિક FASTag Annual Pass મેળવી શકે છે. આ પાસ કોમર્શિયલ વાહનો માટે માન્ય રહેશે નહીં. તમે એક સમયે 3000 રૂપિયા જમા કરાવીને આખા વર્ષ દરમિયાન આ પાસ દ્વારા ટોલમાંથી પસાર થઈ શકો છો.
ADVERTISEMENT
FASTag Annual Pass કેવી રીતે મેળવવો?
તમને આ પાસ નેશનલ હાઇવે,યાત્રા એપ, NHAI વેબસાઇટ, પરિવહન મંત્રાલયની વેબસાઇટ દ્વારા મળશે. આ પાસ ત્યાંથી એક્ટિવ અને રીન્યુ કરવામાં આવશે. સરકાર દ્વારા ટૂંક સમયમાં આ સંબંધિત લિંક બહાર પાડવામાં આવશે.
ADVERTISEMENT
આ પાસનો સૌથી વધુ લાભ કોને મળશે?
મેટ્રો સિટીમાં રહેતા લોકો જે ઓફિસ જવા માટે ટોલમાંથી પસાર થાય છે તેમને આ પાસનો સૌથી વધુ લાભ મળશે. આ પાસનો લાભ એવા લોકોને મળશે જેઓ હાઇવેની આસપાસ 60 કિમીની અંદર મુસાફરી કરે છે. લોકોને ટોલ પ્લાઝા પર વારંવાર રાહ જોવી પડશે નહીં કે ફાસ્ટ ટેગ રિચાર્જ કરાવવું પડશે નહીં. 3000 રૂપિયા ચૂકવીને, તેઓ એક વર્ષમાં 7000 રૂપિયા સુધીની બચત કરી શકે છે.
ADVERTISEMENT
FASTag Annual Pass કેવી રીતે કામ કરશે?
આ પાસ RFID આધારિત ફાસ્ટેગ સિસ્ટમ સાથે જોડાયેલ હશે, જે 60 કિમીની આસપાસ આવેલા ટોલ પ્લાઝા પર સક્રિય થશે. ફાસ્ટેગ સ્કેન થતાં જ ટોલ દરવાજા ખુલી જશે. આ પાસને ટ્રાન્સફર કરી શકાશે નહી. . એટલે કે જો તમે આ પાસનો ઉપયોગ અન્ય કોઈ વાહનમાં કરવા માંગતા હો, તો તે નહી થઈ શકે.
ADVERTISEMENT
જો વાહનમાં ફાસ્ટેગ પહેલેથી જ FASTag કરેલું હોય, તો શું મારે પાસ ખરીદવાની જરૂર છે?
જો તમારા વાહનમાં પહેલાથી જ FASTag છે, તો તમારે નવું FASTag ખરીદવાની જરૂર નથી. આ Annual Pass પાસ તરીકે એક્ટિવ કરી શકાય છે.
200 ટ્રિપ કેવી રીતે ગણાશે?
જો તમારા FASTag Annual Passની મુદત પૂરી થઈ જાય, એટલે કે 200 ટ્રિપ્સ પૂર્ણ થઈ જાય, તો તમે ફરીથી પાસ બનાવી શકો છો. તમે વાર્ષિક પાસ રિન્યુ કરાવી શકો છો, જે આગામી 1 વર્ષ માટે માન્ય રહેશે.
શું આ પાસ દરેક ટોલ પ્લાઝા પર કામ કરશે?
ના, આ પાસ દરેક ટોલ પ્લાઝા પર કામ નહી કરે. તે ફક્ત નેશનલ હાઇવે ટોલ પ્લાઝા પર જ કામ કરશે. આ પાસ સ્ટેટ હાઇવે અને લોકલ ટોલ પર કામ કરશે નહીં. તે મેરઠ અને યમુના એક્સપ્રેસવે પર કામ કરશે નહીં, કારણ કે તે રાજ્ય સરકારો હેઠળ આવે છે. આ સ્થળોએ ફક્ત સામાન્ય ફાસ્ટેગ જ કામ કરશે. ઉદાહરણ તરીકે, દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે, યમુના એક્સપ્રેસવે (ઉત્તર પ્રદેશ સરકાર), મુંબઈ-પુણે એક્સપ્રેસવે, અથવા નાગપુર-મુંબઈ સમૃદ્ધિ મહામાર્ગ (મહારાષ્ટ્ર સરકાર) પર આ પાસ કામ કરશે નહીં.
શું FASTag Annual Passમાં કંઈક અલગ હશે?
આ હાલના FASTagમાં એક્ટિવ થશે.FASTag Annual Passની અરજી કર્યાના બે કલાકમાં તમારો પાસ એક્ટિવ થઈ જશે. આ માટે કોઈ અલગ કાર્ડ કે ટેગ રહેશે નહીં. અરજીઓ જુલાઈના મહિનામાં શરૂ થશે. NHAIની હેલ્પલાઇન 1033 પરથી માહિતીની જાણકારી મળશે.
શું બે કાર માટે એક પાસનો ઉપયોગ થશે?
ના, FASTag Annual Pass ફક્ત તે કાર માટે માન્ય રહેશે જેના માટે તેને ફાળવવામાં આવ્યો છે. તેને ટ્રાન્સફર કરી શકાતો નથી. તે ફક્ત ચેસિસ નંબર અને વાહન નંબર સાથે જોડાયેલા ફાસ્ટેગ ફાળવવામાં આવશે.
આ પણ વાંચો : નેશનલના હાઈવેના આવા હાલ! વલસાડમાં ભારે વરસાદથી અમદાવાદ-મુંબઈ હાઈવે જળમગ્ન
શું આ પાસ બધા વાહનો પર કામ કરશે?
ના, આ પાસ ફક્ત કાર, જીપ, વાન જેવા ખાનગી વાહનો માટે છે. બસ અને ટ્રક જેવા મોટા વાહનોએ પહેલાની જેમ ટોલ ચૂકવવો પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.