બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:25 PM, 19 May 2025
આર્થિક ઉપાર્જનની દ્રષ્ટિએ ભારતનું મુંબઈએ સૌથી મોટું શહેર છે. રોજ હજારો લોકો સપના લઈને મુંબઈ આવે છે. મુંબઈમાં એમ કહેવાય છે કે કામ મળી જાય પણ રહેવા માટે છત મળવી અઘરી છે. મુંબઈમાં ઘણી એવી જગ્યાઓ છે જે ખૂબ મોંઘી છે, અને અમુક એવા એરિયા પણ છે જે લોકોને પોસાય એમ છે. મુંબઈ બંને વર્ગના લોકો માટે છે. ત્યારે ચાલો આજે જાણીએ મુંબઈના એવા વિસ્તારો વિશે જે ખિસ્સાને પરવડે એમ છે અને જે વિસત્રોમાં તમે પણ તમારા સપનાનું ઘર બનાવી શકો છો.
ADVERTISEMENT
બોરિવલી
ADVERTISEMENT
બોરીવલીને મુંબઈના બગીચા વિસ્તાર તરીકે જાણવામાં આવે છે. આ શહેરના સૌથી સસ્તા એરિયામાંનો એક છે. અંહિયા લોકલ ટ્રેન ઉપલબ્ધ છે. અંહિયા અન્ય વિસતારો માટેની કનેકટિવિટી પણ સારી છે. અને ઘર પણ વ્યાજબી ભાવે છે. જેથી લોકો પોતાના સપનાનું ઘર આ વિસ્તારમાં ખરીદી શકે છે. કે પછી ભાડે રહી શકે છે. બોરીવલીમાં સારી સ્કૂલ-કોલેજ, કેફે, રેસ્ટોરન્ટ અને મનોરંજનના પૂરતા વિકલ્પો છે.
ઘાટકોપર
મુંબઈનો ઘાટકોપર વિસ્તાર પણ રહેવા માટે બેસ્ટ ઓપ્શન છે. અંહિયા મેટ્રો પણ છે. ઘાટકોપર કોમર્શિયલ અને રેસિડેન્શિયલ તથા શૈક્ષણિક સંસ્થાઓ માટે જાણીતો છે. અંહિયા વ્યાજબી ભાવે મલ્ટી ફ્લોર એપાર્ટમેન્ટ છે. જ્યાં લોકો પોતાના સપનાનું ઘર લઈ શકે છે.
વિક્રોલી
મુંબઈના કેટલાક સસ્તા વિસ્તારોમાં વિક્રોલીનું નામ પણ સામેલ છે. ભલે તમે ઘર ભાડે લેવા માંગતા હોવ કે તમારા સપનાનું ઘર બનાવવા માંગતા હોવ. આ વિસ્તાર બંને માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. અહીં બધી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે. છતાં શહેરના અન્ય વિસ્તારોની તુલનામાં તે સસ્તો વિસ્તાર છે. અહીં ઘણા સારા રેસ્ટોરાં, કાફે, બગીચા, થિયેટર, બજારો, હોસ્પિટલો અને શાળા-કોલેજો આવેલા છે.
કાંદિવલી
ઉત્તર મુંબઈમાં સ્થિત કાંદિવલી પણ શહેરના કેટલાક સૌથી સસ્તા વિસ્તારોની યાદીમાં સામેલ છે. જો તમે ઘર ભાડે લેવા માંગતા હો તો આ વિસ્તાર તમારા માટે વધુ સારો છે. કારણ કે તેની અન્ય વિસ્તારો સાથે કનેક્ટિવિટી પણ સારી છે. ઉપરાંત નજીકમાં ઘણી સારી હોસ્પિટલો, કોલેજો અને મોલ છે. ઘર ખરીદનારાઓ માટે અહીં સસ્તા ભાવે ફ્લેટ પણ ઉપલબ્ધ છે
મલાડ
મુંબઈમાં મલાડ મલ્ટી નેશનલ કંપની અને વ્હાઇટ કોલર જોબ માટે જાણીતો એરિયા છે. પરવડે તેવા વિસ્તારોમાં તેનો પણ સમાવેશ થાય છે. અહીં ઘણી રહેણાંક યોજનાઓ છે જેમાં તમને ઓછા દરે સારો એપાર્ટમેન્ટ મળી શકે છે. આ વિસ્તારની એરપોર્ટ સાથેની કનેક્ટિવિટી પણ સારી છે. નજીકમાં ઘણી સારી હોસ્પિટલો, કોલેજો અને બજારો આવેલા છે
કુર્લા
મુંબઈમાં રહેવા માટે સૌથી સસ્તા વિસ્તારોમાં કુર્લાનો પણ સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ વિસ્તાર ઝડપથી વિકાસ પામી રહ્યો છે. અહીં ઘણા સારા એપાર્ટમેન્ટ અને વિલા સસ્તા દરે ઉપલબ્ધ છે. તમે આરામદાયક જીવન જીવી શકો છો. આ રહેવા માટે સારો વિસ્તાર છે કારણ કે નજીકમાં સારી શાળાઓ, કોલેજો, હોસ્પિટલો અને બજારો છે
આ પણ વાંચો: હસીનાઓના વેશમાં પાકિસ્તાન પહેલા પણ મોકલી ચૂક્યું છે મહિલા જાસૂસ, લિસ્ટ જોશો તો ચોંકી જશો
ચેમ્બુર
ચેમ્બુર મુંબઈનો એક રહેણાંક વિસ્તાર છે. તે અનેક મોટી શૈક્ષણિક સંસ્થાઓ હોવા માટે જાણીતું હતું. ઔદ્યોગિક કેન્દ્ર ઉપરાંત આ સ્થળ અન્ય સ્થળો સાથે પણ સારી કનેક્ટિવિટી ધરાવે છે. અહીં ઘણી સારી કોલેજો, હોસ્પિટલો અને મોલ વગેરે છે. આ વિસ્તાર રહેવા માટે સસ્તો છે અને સુવિધાઓથી ભરપૂર છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT