બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : જગન્નાથ મંદિરનો મહાપ્રસાદ ડાઈનિંગ ટેબલ પર બેસીને ખાતાં મોટો વિવાદ, વીડિયો વાયરલ
Last Updated: 03:09 PM, 18 May 2025
પુરીના જગન્નાથ મંદિરનો મહાપ્રસાદ ડાઇનિંગ ટેબલ પર ખાતા એક પરિવારનો વીડિયો વાયરલ થતાં વિવાદ પેદા થયો છે. આ મહાપ્રસાદ ડાઈનિંગ ટેબલ પર બેસીને ખાઈ શકાતો નથી તેને જમીન પર પલાંઠી વાળીને ખાઈ શકાય છે. પુરીના એક બીચ રિસોર્ટમાં ડાઇનિંગ ટેબલ પર બાળકો સહિત ઓછામાં ઓછા 10 પરિવારના સભ્યો જોવા મળ્યા જ્યારે એક પૂજારી તેમને મહાપ્રસાદ પીરસતા હતા. જ્યારે એક પુરુષે તેમને આ સંબંધિત સવાલો કર્યાં ત્યારે એક મહિલાએ દાવો કર્યો કે તેમણે પૂછ્યું હતું કે પ્રસાદને અહીંયા ખાઈ શકાય કે નહીં.
ADVERTISEMENT
ଭିଡ଼ିଓ ରେ ଦେଖନ୍ତୁ ସେ ହୋଟେଲର କର୍ମଚାରୀ ମନା କରିବା ସତ୍ତ୍ବେ ସେମାନେ କିପରି ଡାଇନିଂ ଟେବୁଲ ଉପେର ମହାପ୍ରସାଦ ବାଢ଼ି ଗୋଡ଼ ହଲେଇ ମୋବାଇଲ ଚଲାଇ ପାଉଛନ୍ତି..ଆଉ ତହୁଁ ବଡ଼ ସେ ବ୍ରାହ୍ମଣ ମହାଶୟ ଯିଏ ମହାପ୍ରସାଦ ତାଙ୍କୁ ବାଢ଼ିକି ଦେଇଛନ୍ତି।ଆଉ ସେ ଦାଢ଼ିଆ ବାବା ସବୁ ଦେଖି ମଧ୍ଯ ଚୁପ ହୋଇ ଠିଆ ହୋଇଛନ୍ତି।ଦୋଷ କାହାକୁ ଦେବେ? pic.twitter.com/ktH4KLpTkd
— 🦋šrαdhα🦋 (@princess_sradha) May 16, 2025
મંદિર પ્રશાસને શું કહ્યું
ADVERTISEMENT
આ વીડિયો વાયરલ થતાં અને જગન્નાથ ભક્તોમાં ચિંતા વધી રહી હોવાથી, મંદિરના અધિકારીઓએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે ટેબલ પર મહાપ્રસાદ ખાવો એ પરંપરાની વિરુદ્ધ છે. SJTA એ જણાવ્યું હતું કે મહાપ્રસાદ દિવ્ય છે અને તેને જમીન પર બેસીને જ ખાવો જોઈએ. તેમણે ભક્તોને મંદિરની સદીઓ જૂની પરંપરાઓ જાળવી રાખવા વિનંતી કરી. "મંદિરની બાજુથી સ્પષ્ટ કરવામાં આવે છે કે ભગવાનના દિવ્ય મહાપ્રસાદની પૂજા અન્નબ્રહ્મના રૂપમાં કરવામાં આવે છે. જમીન પર બેસીને મહાપ્રસાદ ખાવાની ધાર્મિક પરંપરા અનાદિ કાળથી અસ્તિત્વમાં છે. તેથી, બધા ભક્તોને નમ્ર વિનંતી છે કે તેઓ પરંપરા વિરુદ્ધની પ્રવૃત્તિઓ, જેમ કે ડાઇનિંગ ટેબલ પર મહાપ્રસાદ ખાવાથી દૂર રહે.
વધુ વાંચો : મા તે મા! આગથી બચાવવા બાળકોને બાથમાં ભરી રાખ્યાં, બધા બળીને કોલસો, હાર્ટ કંપાવતો કિસ્સો
વીડિયો વાયરલ
આ સંબંધનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે મોટા ટેબલ પર પતાકડાંમાં મહાપ્રસાદ ખાતા કેટલાક લોકોને જોઈ શકાય છે. ભક્તો આને મહાપ્રસાદનું અપમાન ગણાવી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.