બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ઘોર કળિયુગ! જુગારમાં પત્નીને હારી ગયો, એક-બે નહીં ત્રણ વખત મિત્ર પાસે મોકલી, અને પછી...!
Chintan Chavda
Last Updated: 11:50 PM, 23 June 2025
મહાભારતની તો તમને ખબર જ હશો, જ્યાં પાંડવોએ જુગાર રમતા તેમની પત્ની દ્રૌપદીને દાવ પર લગાવી દીધી હતી. મધ્યપ્રદેશના ઇન્દોરમાં પણ આવો જ એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પતિએ જુગારમાં બધું હારી ગયા પછી પોતાની પત્નીને દાવ પર લગાવી દીધી. જુગારમાં પોતાની પત્નીની ગરિમા પણ હારી જતાં હદ વટાવી ગઈ. પુરુષે પોતાની પત્નીને બળજબરીથી તેના મિત્ર સાથે હોટલમાં મોકલી અને તેની સાથે સેક્સ કરવા માટે મજબૂર કરી. હેરાન થયેલી મહિલાએ પોલીસની મદદ માંગી છે. પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, આ સમગ્ર કેસ ઇન્દોરના મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે જ્યાંથી તેને ધાર રેફર કરવામાં આવ્યુ છે. મહિલા અને તેનો પતિ ધારના રહેવાસી છે. માહિતી મુજબ, મહિલાના લગ્ન 2016 માં તેના પતિ સાથે થયા હતા. તેનો પતિ જુગાર રમવાનો વ્યસની છે. જેના કારણે તેણે લાખો રૂપિયાનું દેવુ છે. પતિએ પહેલા તેની પત્નીના ઘરેણાં ગીરવે મૂક્યા, પછી આ જઘન્ય વ્યવહાર શરૂ થયો. પીડિતાએ તેના પતિ અને તેના મિત્ર અભિમન્યુ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
ADVERTISEMENT
સન્માનનો સોદો 2 વખત થયો
મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેની ઇજ્જતનો વેપાર પહેલા પણ બે વાર થઈ ચૂક્યો છે. તેણે જણાવ્યું કે તેના પતિ પર લગભગ 8 લાખ રૂપિયાનું દેવું છે. તેના પતિએ તેને અગાઉ પણ બળજબરીથી તેના મિત્ર પાસે મોકલી હતી. તેનો પતિ મહિલાને દિલ્હી લઈ ગયો હતો અને તેના મિત્ર અભિમન્યુના ઘરે છોડી ગયો હતો. જ્યાં અભિમન્યુએ તેને કહ્યું હતું કે તેણે તે મહિલાને 50 હજાર રૂપિયામાં ખરીદી છે. આ ઘટના બે વાર બની હતી. જ્યારે મહિલાને તેના પતિએ ત્રીજી વખત દિલ્હી જવાનું કહ્યું ત્યારે મહિલાએ ના પાડી દીધી. ત્યારબાદ તેના પતિએ અભિમન્યુને ઇન્દોરની એક હોટલમાં બોલાવ્યો.
ADVERTISEMENT
વધુ વાંચો: ઈરાનથી વધુ 291 લોકો દિલ્હી પહોંચ્યા, અત્યાર સુધીમાં 2003 નાગરિકોની વતન વાપસી
સંબંધીઓને સત્ય કહ્યું
ADVERTISEMENT
જ્યારે પતિએ તેને ત્રીજી વખત બળજબરીથી હોટલમાં જવા કહ્યું, ત્યારે મહિલાએ તેના સંબંધીઓને સમગ્ર બાબતની જાણ કરી. મહિલાએ બધાને કહ્યું કે આવું પહેલા પણ બન્યું છે. ત્યારબાદ તેને ઇન્દોરના મહિલા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી. જ્યાં મહિલાએ પોતાની આખી આપબીતી જણાવી. 22 મેના રોજ ઇન્દોરની એક હોટલમાં તેના પર બળાત્કાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સમયસર મદદ મળતાં મહિલા બચી ગઈ હતી. પોલીસે સમગ્ર મામલે ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે. કેસ નોંધાયા બાદથી મહિલાનો પતિ અને તેનો મિત્ર બંને ફરાર છે. પોલીસ તેમને પકડવા માટે દરોડા પાડી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.