બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:30 AM, 14 May 2025
Chief Justice of India: આપણા દેશના સંચાલનમાં ત્રણ મુખ્ય પાયાઓ છે અને તે છે - વિધાનસભા, ન્યાયતંત્ર અને કારોબારી. જ્યાં ન્યાયતંત્ર કાયદાઓનું અર્થઘટન કરવાનું તેમજ ન્યાય આપવાનું કામ કરે છે. તેમાં ન્યાયતંત્રના વડા CJI છે. સમગ્ર દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની તેમની પાસે મોટી જવાબદારી છે. સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનું પદ ભારતીય પ્રજાસત્તાકમાં સર્વોચ્ચ ન્યાયિક પદ છે. ચાલો સમજીએ કે મુખ્ય ન્યાયાધીશની નિમણૂક માટેની સંપૂર્ણ પ્રક્રિયા શું છે.
ADVERTISEMENT
મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે?
ભારતના બંધારણમાં દેશના મુખ્ય ન્યાયાધીશની નિમણૂકની પ્રક્રિયા વિશે કોઈ ચર્ચા નથી. પરંતુ બંધારણના અનુચ્છેદ 126 માં કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂકનો ઉલ્લેખ છે. તેમની નિમણૂક ભારતીય બંધારણના અધિનિયમ નંબર 124ની કલમ 2 હેઠળ કરવામાં આવે છે અને ભારતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.
ADVERTISEMENT
સુપ્રિમ કોર્ટના તમામ ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અને આ નિર્ણય સુપ્રિમ કોર્ટના કોલેજિયમ સાથે પરામર્શ કરીને લેવામાં આવે છે. આ સંદર્ભમાં રાષ્ટ્રપતિને સલાહ આપતા પહેલા સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચાર સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોના જૂથ સાથે સલાહ લે છે. પછી પરામર્શના આધારે તેને રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે. આ પછી તેઓ પોતાની ઇચ્છા મુજબ સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશોની સલાહ લેશે. પછી જ નિર્ણય લેવામાં આવે છે.
જસ્ટિસ બીઆર ગવઈ બન્યા ભારતના 52મા CJI, રાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 14, 2025
(જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ આજે ભારતના 52મા ચીફ જસ્ટિસ પદના શપથ લીધા. વર્તમાન CJI સંજીવ ખન્નાનો કાર્યકાળ 13 મેના રોજ સમાપ્ત થયો હતો. આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જસ્ટિસ ગવઈને cji પદના શપથ લેવડાવ્યા હતા. , ભૂષણ… pic.twitter.com/YyB9H0UK8L
CJI ને આપવામાં આવતો પગાર અને સુવિધાઓ
દેશના CJI નો પગાર ભારતના પ્રધાનમંત્રી કરતા પણ વધુ છે. મુખ્ય ન્યાયાધીશને દર મહિને 2.80 લાખ રૂપિયાનો પગાર મળે છે. આ પગાર દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ પછી સૌથી વધુ છે. આ ઉપરાંત તેમને મુલાકાતીઓના મનોરંજન માટે સરકાર તરફથી દર મહિને 45000 રૂપિયાનો આતિથ્ય ભથ્થું પણ મળે છે.
આ ઉપરાંત મુખ્ય ન્યાયાધીશને રહેવા માટે એક વૈભવી નિવાસસ્થાન આપવામાં આવે છે. આ ઉપરાંત, તેમને કાર, સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓ અને વીજળી અને ટેલિફોન ખર્ચ સહિત અન્ય સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. નિવૃત્તિ પછી, CJI ને વાર્ષિક 16,80,000 રૂપિયા પેન્શન તરીકે મળે છે.
આ પણ વાંચો: લગ્નમાં ખોટા ખર્ચ ઘટાડવા કચ્છના આહિર સમાજનો મોટો નિર્ણય, સોનાની લેતી-દેતી પર મુકી દીધો પ્રતિબંધ
આજે લીધા શપથ
જસ્ટિસ બીઆર ગવઈએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા. ત્યારબાદ તેઓ વડાપ્રધાન મોદી, રામનાથ કોવિન્દ અને અન્ય લોકોને મળ્યા બાદ તેમની માતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા.
#WATCH | Delhi: CJI BR Gavai greets President Droupadi Murmu, Prime Minister Narendra Modi, Vice President Jagdeep Dhankhar, former President Ram Nath Kovind and other dignitaries at the Rashtrapati Bhavan. He took oath as the 52nd Chief Justice of India.
— ANI (@ANI) May 14, 2025
(Video Source:… pic.twitter.com/yMUL0Sw3LH
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.