બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / SBIમાં લેખિત પરીક્ષા વગર જ નોકરીની તક, પગાર મહિને 65000 રૂપિયા, ફટાફટ કરો એપ્લાય

જોબ્સ / SBIમાં લેખિત પરીક્ષા વગર જ નોકરીની તક, પગાર મહિને 65000 રૂપિયા, ફટાફટ કરો એપ્લાય

Last Updated: 10:38 PM, 18 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SBI Recruitment 2025: ભારતીય સ્ટેટ બેંક (SBI) એ ERS રેવિએવેરની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. જો તમારી પાસે આ પોસ્ટ સંબંધીત યોગ્યતા છે, SBI ની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જઈને અરજી કરી શકો છો.

જો તમે બેંકમાં નોકરી શોધી રહ્યા છો તો તમારી માટે સારો મોકો છે. આની માટે  ભારતીય સ્ટેટ બેંક (SBI) એ ERS રેવિએવેરની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. જો તમારી પાસે આ પોસ્ટ સંબંધીત યોગ્યતા છે, SBI ની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જઈને અરજી કરી શકો છો. આ પોસ્ટ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને એપ્લાઈ કરવા માટે માત્ર 4 દિવસ બાકી છે.  

SBI આ ભરતી અભિયાન દ્વારા કુલ 30 પોસ્ટ ભરવામાં આવશે. જો તમે પણ આ પોસ્ટ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો તો 22 એપ્રિલ સુધી કે તેની પહેલા એપ્લાઈ કરી શકો છો. પરંતુ અરજી કર્યા પહેલા નીચે આપેલી બાબતો ધ્યાનથી વાંચી લો.

sbi

SBI માં ભરવામાં આવનાર પોસ્ટ

SC: 4 પોસ્ટ

ST: 2 પોસ્ટ

OBC: 7 પોસ્ટ

EWS: 3 પોસ્ટ

UR: 14 પોસ્ટ

બેંકમાં નોકરી કરવા માટે લાયકાત

SBI ની આ ભરતી હેઠળ આમાંથી કોઈ પણ પોસ્ટ માટે અરજી કરવા વિચારી રહ્યા છો, તેમની પાસે સત્તાવાર નોટિફિકેશનમાં આપેલી યોગ્યતા અને ઉંમર મર્યાદા હોવી જરૂરી છે. ત્યારે તે એપ્લાઈ કરવા માટે યોગ્ય હશો.

શું રહેશે પગાર ધોરણ

SBIની SMGS IV પોસ્ટ પર લાગ્યા બાદ મેક્સિમ વધુમાં વધુ પગાર 50,000 રૂપિયા દર મહિને રહેશે ત્યારે SMGS V પોસ્ટવાળાને મેક્સિમમ 65,000 રૂપિયા દર મહિને પગાર મળશે.

SBI માં આવી રીતે થશે પસંદગી

SBI દ્વારા ઉમેદવારોની પસંદગી બે ચરણોમાં કરવામાં આવશે. આમાં નીચે આપેલી શામેલ છે.

શોર્ટલિસ્ટિંગ: લાયકાત અને અનુભવના આધારે ઉમેદવારોને એક સમિતિ દ્વારા પસંદ કરવામાં આવશે.

ઇન્ટરવ્યુ: 100 અંકોનું ઇન્ટરવ્યુ લેવામાં આવશે.

ફાઇનલ મેરીટ લિસ્ટ ઇનરવ્યુમાં મેળવેલા અંકોના આધાર પર તૈયાર કરવામાં આવશે. જો બે ઉમેદવારોને સમાન અંક આવે છે તો તેમને ઉંમરમાં પ્રાથમિકતા આપવામાં આવશે.

વધુ વાંચો: લગ્ન છતા મહિલા બોયફ્રેંડને રોજ શેરડીના ખેતરમાં બોલાવતી, એક દિવસ બંન્ને ખેતરમાં હતા ત્યારે...

અહીં જુઓ નોટિફિકેશન અને અરજીની લિંક

આવી રીતે કરો અરજી

SBI ની સત્તાવાર વેબસાઇટ bank.sbi/careers પર જાઓ.

“CRPD/RS/2025-26/01” નંબરવાળી જાહેરાત પર ક્લિક કરો.

એક યોગ્ય ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરો.

જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.

તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી (JPEG ફોર્મેટ)

બાયોડેટા, ઓળખપત્ર અને પેન્શન ભોગી આઈડી (PDF ફોર્મેટ)

વિગતોની પુષ્ટિ કર્યા પછી ફોર્મ સબમિટ કરો.

ભવિષ્યમાં ઉપયોગ માટે પ્રિન્ટ કાઢી લો. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SBI Recruitment 2025 Sarkari Naukri Job Recruitment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ