બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Technology / ચંદ્ર પર ફરી લહેરાશે ભારતનો તિરંગો, જાણો શું છે ISROની નવી યોજના

નેશનલ / ચંદ્ર પર ફરી લહેરાશે ભારતનો તિરંગો, જાણો શું છે ISROની નવી યોજના

Last Updated: 11:06 PM, 17 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય તિરંગો ફરી એકવાર ચંદ્ર પર લહેરાવા જઈ રહ્યો છે. અત્યાર સુધી ચંદ્ર પર પહોંચેલા ભારતના 'ચંદ્રયાન મિશન'એ દર વખતે રેકોર્ડ બનાવ્યો છે.

ભારતીય તિરંગો ફરી એકવાર ચંદ્ર પર લહેરાવા જઈ રહ્યો છે. અત્યાર સુધી ચંદ્ર પર પહોંચેલા ભારતના 'ચંદ્રયાન મિશન'એ દર વખતે રેકોર્ડ બનાવ્યો છે. ટૂંક સમયમાં ચંદ્રયાન-5 મિશન પણ એક નવો ઇતિહાસ લખવા જઈ રહ્યું છે.

ભારતની અવકાશ એજન્સી ઇસરોના અત્યાર સુધી ચંદ્રની સપાટી પર પહોંચેલા તમામ ચંદ્રયાન મિશનમાં ચંદ્ર વિશે કેટલીક નવી શોધો જ નથી થઈ, પરંતુ એક નવો રેકોર્ડ પણ બન્યો છે. પછી ભલે તે ચંદ્ર પર પાણીની હાજરી શોધવાની હોય કે વિશ્વમાં પહેલીવાર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવાની હોય. ભારતીય ચંદ્રયાન મિશનને કારણે જ ચંદ્રની સપાટી પર ભારતીય તિરંગો વધુ ઊંચો થયો છે. હવે ભારતે ચંદ્રયાન-5 મિશન મોકલવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ISRO

ઈસરોના ચેરમેન વી. નારાયણ કહે છે કે કેન્દ્ર સરકારે તાજેતરમાં ચંદ્રયાન-5 મિશનને મંજૂરી આપી છે. આ ભારતની ચંદ્રની સપાટી પર માનવીને ઉતારવા માટેની દિશામાં આ એક મોટું પગલું છે.

ભારતનું ચંદ્રયાન-5 મિશન શું છે?

ઈસરોના ચેરમેન વી. નારાયણન કહે છે કે ભારતે 2040 સુધીમાં ચંદ્રની સપાટી પર માનવીને ઉતારવાનું લક્ષ્ય રાખ્યું છે. આ દિશામાં ભારતની ક્ષમતા વધારવા માટે ચંદ્રયાન-5 મિશન મોકલવામાં આવશે. એટલું જ નહીં, ભારતે 2035 સુધીમાં પોતાનું સ્પેસ સ્ટેશન વિકસાવવાનું લક્ષ્ય પણ રાખ્યું છે. સરકારે ચંદ્રયાન-5 મિશનને મંજૂરી આપી દીધી છે. તેમાં 350 કિલો વજનનું રોવર હશે. ભારત અને જાપાન આના પર સાથે મળીને કામ કરશે.

isro 4

ચંદ્રયાન-5 પહેલા ભારતે ચંદ્રયાન-4 મિશન મોકલવાનું છે. આ ચંદ્રની સપાટી પરથી નમૂનાઓ એકત્રિત કરવા માટે મોકલવામાં આવશે. સરકારે ગયા વર્ષે જ ચંદ્રયાન-4 મિશનને મંજૂરી આપી હતી. આ મિશન ચંદ્ર પર સુરક્ષિત ઉતરાણ અને ત્યારબાદ તેના સુરક્ષિત પરત માટે ક્ષમતા નિર્માણ માટે પૂર્ણ કરવાનું છે. આ સાથે નમૂનાઓ એકત્રિત કરવા માટેની ટેકનોલોજી વિકસાવવાનું પણ લક્ષ્ય છે.

જ્યારે આ પહેલા ભારતે 3 વધુ ચંદ્રયાન મિશન પૂર્ણ કર્યા છે. ભારતનું ચંદ્રયાન-૩ મિશન વિશ્વનું પહેલું ચંદ્ર મિશન હતું જેમાં રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું. એટલું જ નહીં આ મિશન સાથે ભારતે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવાની ક્ષમતા પણ વિકસાવી છે.

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

આ પણ વાંચોઃ નેશનલ / ઉનાળા પહેલા જ ટેન્શન વધારતા સમાચાર, કાળઝાળ ગરમીમાં આવશે એક મોટું સંકટ!

ભારત 2035 સુધીમાં માનવીઓને અવકાશમાં મોકલશે

ચંદ્રયાન અને મંગળયાન જેવા મિશનની સાથે ભારત ગગનયાન મિશન પર પણ કામ કરી રહ્યું છે. તેનો ઉદ્દેશ્ય 2035 સુધીમાં મનુષ્યોને અવકાશમાં મોકલવાનો છે. તે જ સમયે ભારતીય અવકાશ સ્ટેશન સ્થાપિત કરવાનું લક્ષ્ય પણ નક્કી કરવામાં આવ્યું છે. હાલમાં ફક્ત 3 દેશો જ પોતાના સ્પેસ સ્ટેશન બનાવી શક્યા છે, આ છે અમેરિકા, રશિયા અને ચીન. આ ઇંટરનેશનલ સ્પેસ સ્ટેશનથી અલગ બનેલા સ્પેસ સ્ટેશન છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ISRO chandrayaan 5 mission Moon
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ