બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ચંદેલ જિલ્લામાં સેનાનું મોટું ઓપરેશન, ભારત-મ્યાનમાર સરહદ પર 10 ઉગ્રવાદીઓ ઠાર

મણિપુર / ચંદેલ જિલ્લામાં સેનાનું મોટું ઓપરેશન, ભારત-મ્યાનમાર સરહદ પર 10 ઉગ્રવાદીઓ ઠાર

Last Updated: 06:39 AM, 15 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Manipur News: ભારતીય સેનાના ઇસ્ટર્ન કમાન્ડે જણાવ્યા અનુસાર, 14 મેના રોજ, આસામ રાઇફલ્સના એક યુનિટે સ્પીયર કોર્પ્સ હેઠળના ભારત-મ્યાનમાર આંતરરાષ્ટ્રીય સરહદની નજીક ન્યૂ સમતાલ ગામમાં ઓપરેશન લોન્ચ કર્યું, જેમાં 10 ઉગ્રવાદીઓ ઠાર થયા છે.

મણિપુરના ચંદેલ જિલ્લામાં બુધવારે આસામ રાઇફલ્સ અને ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ, જેમાં ઓછામાં ઓછા 10 ઉગ્રવાદીઓ માર્યા ગયા. આ ઓપરેશન હજુ પણ ચાલુ છે. સેનાના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે કે મ્યાનમાર સરહદ પર ન્યૂ સમતાલ ગામ નજીક શંકાસ્પદ સશસ્ત્ર ઉગ્રવાદીઓની હિલચાલ અંગે વિશ્વસનીય ગુપ્ત માહિતી મળ્યા બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર માહિતી શેર કરતા, ભારતીય સેનાના ઇસ્ટર્ન કમાન્ડે જણાવ્યું કે 14 મેના રોજ, આસામ રાઇફલ્સના એક યુનિટે સ્પીયર કોર્પ્સ હેઠળના ખેંગજોય તહસીલના ન્યૂ સમતાલ ગામમાં આ ઓપરેશન લોન્ચ કર્યું. આ વિસ્તાર ભારત-મ્યાનમાર આંતરરાષ્ટ્રીય સરહદની નજીક છે, જે ઘણીવાર ઉગ્રવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહે છે.

Vtv App Promotion 1

સેનાએ ટ્વિટ કરીને માહિતી આપી

સેનાના જણાવ્યા અનુસાર, "ઓપરેશન દરમિયાન, જ્યારે સૈનિકોએ વિસ્તારને ઘેરી લીધો, ત્યારે શંકાસ્પદ ઉગ્રવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો. જવાબમાં, સૈનિકોએ સંયમ અને રણનીતિ સાથે ગોળીબાર કર્યો. આ એન્કાઉન્ટરમાં 10 ઉગ્રવાદીઓ માર્યા ગયા છે." સેનાએ એમ પણ કહ્યું કે મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઓપરેશનને 'કેલિબ્રેટેડ' એટલે કે આયોજનબદ્ધ અને સટીક ગણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ભારતે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ 23 મિનિટ કરી જામ, મોટા ખુલાસાથી દુનિયામાં ડંકો

સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં વધુ ઉગ્રવાદીઓ છુપાયેલા હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. ઓપરેશન દરમિયાન કોઈ સૈનિક ઘાયલ થયાના સમાચાર નથી. મણિપુરમાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે સુરક્ષા દળો દ્વારા આ કાર્યવાહીને એક મહત્ત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India-Myanmar border manipur National News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ