બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / પાકિસ્તાન બાદ હવે રડાર પર બાંગ્લાદેશ, ભારતે એવું કર્યું કે થયું 9367 કરોડનું નુકસાન, જાણો
Last Updated: 12:03 PM, 19 May 2025
ભારત પહેલગામ હુમલા પછી, સતત એક્શન મોડમાં છે. પાકિસ્તાનને યોગ્ય પાઠ ભણાવ્યા પછી, સરકાર હવે પાકિસ્તાનને ટેકો આપતા દેશો અને તેની નજીકના દેશોને નિશાન બનાવી રહી છે. તેમાં તુર્કીયે અને અઝરબૈજાનનો સમાવેશ તો થયા છે પણ તેની સાથે બાંગ્લાદેશ, કે જેની ચીન સાથે ગાઢ મિત્રતા છે, તે પણ ભારતના રડાર પર છે.
ADVERTISEMENT
વિવાદસ્પદ ટિપ્પણીની ભારે કિંમત ચૂકવવી પડશે
તાજેતરમાં મોહમ્મદ યુનુસે ચીનમાં ભારત વિશે કેટલીક વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી અને હવે તેમને તેની ભારે કિંમત ચૂકવવી પડશે. ભારતના માત્ર એક પગલાથી, ડ્રેગનના આ મિત્રને કરોડોનું નુકસાન થશે.
ADVERTISEMENT
બાંગ્લાદેશ માટે ભારતે લગાવ્યો પ્રતિબંધ
સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભારત દ્વારા બાંગ્લાદેશ વિરુદ્ધ કરવામાં આવેલી આર્થિક સ્ટ્રાઈક વિશે, તો તેમાં ભારતે બાંગ્લાદેશના ઘણા માલ માટે ભારતીય લેન્ડ પોર્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. 9 એપ્રિલે ભારતે 2020માં આપેલી ટ્રાન્સશિપમેન્ટ સુવિધા પાછી ખેંચી લીધા પછી આ પગલું લેવામાં આવ્યું છે, જેનાથી બાંગ્લાદેશને ભારતીય પોર્ટ અને દિલ્હી એરપોર્ટ દ્વારા મધ્ય પૂર્વ અને યુરોપમાં નિકાસ કરવાની મંજૂરી મળી હતી. શનિવાર, 17 મેના રોજ, આ પોર્ટ પર બાંગ્લાદેશથી આયાત થતી ઘણી વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં રેડીમેડ ગાર્મેન્ટ્સ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.
તમામ પોર્ટથી આયાત પર પ્રતિબંધ
શનિવારે (17 મે) ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશથી તૈયાર વસ્ત્રોની આયાત હવે ફક્ત બે પોર્ટ, ન્હાવા શેવા અને કોલકાતા પોર્ટ સુધી મર્યાદિત રહેશે, જ્યારે અન્ય તમામ પોર્ટથી આયાત પર પ્રતિબંધ રહેશે. અર્થ સ્પષ્ટ છે કે હવે બાંગ્લાદેશ લેન્ડ પોર્ટને બદલે ફક્ત દરિયાઈ પોર્ટ દ્વારા નિકાસ કરી શકશે.
બાંગ્લાદેશને થયું આટલું નુકસાન
આ પગલું ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)ના નિર્દેશ બાદ લેવામાં આવ્યું હતું, જેમાં ભારત સરકારે તાત્કાલિક જમીન પોર્ટ પર બાંગ્લાદેશી માલ પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેને ફક્ત બે દરિયાઈ પોર્ટ સુધી મર્યાદિત રાખ્યો હતો. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI)એ એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં ભારત દ્વારા લેવામાં આવેલા આ પગલાથી બાંગ્લાદેશને 770 મિલિયન ડૉલર લગભગ 9,367 કરોડ બાંગ્લાદેશી ટાકાના માલ પર અસર થઈ શકે છે અને આ આંકડો કુલ દ્વિપક્ષીય આયાતના લગભગ 42 ટકા છે.
વધુ વાંચો : કોરોનાનો ફરી જોવા મળ્યો કહેર, આ દેશમાં ધડાધડ કેસ વધવા લાગતા ભારતનું વધાર્યું ટેન્શન
ભારતના નિશાના પર બાંગ્લાદેશ કેમ?
બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસ દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં આ તણાવ જોવા મળ્યો છે અને ખાસ વાત એ છે કે તેમણે ચીન ગયા પછી આ ટિપ્પણીઓ કરી હતી. હાલમાં જ ચીનના ઇશારે નાચતા યુનુસે ત્યાં મુલાકાત લીધી હતી અને આ સમય દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યો ભૂમિથી ઘેરાયેલા છે અને સમુદ્ર સુધી પહોંચ માટે બાંગ્લાદેશ પર નિર્ભર છે. તેમણે બાંગ્લાદેશને આ ક્ષેત્રમાં હિંદ મહાસાગરનો એકમાત્ર રક્ષક ગણાવ્યો અને ચીનને તેના વેપાર માર્ગોનો ઉપયોગ કરવા આમંત્રણ આપ્યું. આના જવાબમાં ભારતે બાંગ્લાદેશનો ઘમંડ તોડવા માટે બાંગ્લાદેશી માલની આયાત માટે પોર્ટ પર પ્રતિબંધ મૂકવાનું પગલું ભર્યું.
વધુ વાંચો : પાક.ને ટેકો આપવો તુર્કીયેને મોંઘો પડ્યો, ભારતની એક્શનથી એક ઝાટકે 200 મિલિયન ડૉલર સ્વાહા
ભારતના પગલા માટે અન્ય કારણો પણ જવાબદાર
આ ઉપરાંત, અન્ય કારણો પણ છે જેનાથી ભારતે બાંગ્લાદેશ સામે આ મોટી કાર્યવાહી કરી છે. અહેવાલો અનુસાર, ગયા મહિને ઢાકા દ્વારા કેટલાક ભારતીય ઉત્પાદનો પર લગાવવામાં આવેલા સમાન પ્રતિબંધોના જવાબમાં આ પગલું લેવામાં આવ્યું છે. ગયા વર્ષે, બાંગ્લાદેશે 2024ના અંતથી ભારતીય માલ પર વેપાર પ્રતિબંધો વધારવાનું શરૂ કર્યું અને ગયા મહિને એપ્રિલ 2025માં, બાંગ્લાદેશે 5 મુખ્ય ભૂમિ પોર્ટ દ્વારા ભારતીય યાર્નની આયાત પર પ્રતિબંધ મૂક્યો અને ડઝનબંધ અન્ય માલ પર પણ પ્રતિબંધ મૂક્યો. વધુમાં, ઢાકાએ ભારતીય કાર્ગો પર પ્રતિ કિલોમીટર પ્રતિ ટન 1.8 રૂપિયાનો ટ્રાન્ઝિટ ફી લાદતાં મામલો વધુ જટિલ બન્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT