બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'વારંવાર એક જ વાત કહેવાથી કાશ્મીર તમારું નહીં બની જાય', ભારતે UNમાં પાકિસ્તાનને રોકડું પરખાવ્યું
Last Updated: 11:03 AM, 15 March 2025
India In UN : ભારતે ફરી એકવાર પાકિસ્તાનને આડા હાથે લીધું છે. વાસ્તવમાં સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ભારતના કાયમી પ્રતિનિધિ પાર્વથાનેની હરીશે શુક્રવારે (14 માર્ચ) જમ્મુ અને કાશ્મીર પર પાકિસ્તાનના દાવાઓ અને નિવેદનોની આકરી ટીકા કરી. તેમણે એમ પણ કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો વારંવાર ઉઠાવવાથી ભારતનો આ અભિન્ન ભાગ પાકિસ્તાનનો ભાગ નહીં બને. પાર્વથાનેનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે.
ADVERTISEMENT
વિશ્વભરમાં ઇસ્લામોફોબિયા સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી માટે આયોજિત UNની બેઠકમાં પાર્વથાનેની હરીશે પાકિસ્તાનની ટીકા કરી. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના તાજેતરના નિવેદન પર ભારતનો પ્રતિભાવ વાંચીને તેમણે કહ્યું, તેમની હંમેશની જેમ પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ સચિવે આજે ફરી એકવાર ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરનો બિનજરૂરી ઉલ્લેખ કર્યો છે. જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો વારંવાર ઉઠાવવાથી ન તો આ વિસ્તાર પરનો તેમનો દાવો માન્ય રહેશે અને ન તો સરહદ પારના આતંકવાદને સમર્થન વાજબી ઠેરવવામાં આવશે. તેમણે કહ્યું, પાકિસ્તાનના આવા પ્રયાસોથી એ વાસ્તવિકતા બદલાશે નહીં કે, જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે.
#Watch | Permanent Representative of India to the United Nations, New York, Parvathaneni Harish, says, "As it is their habit, the former Foreign Secretary of Pakistan today has made an unjustified reference to the Indian Union territory of Jammu and Kashmir. Frequent references… pic.twitter.com/rgLtOAySeA
— DD News (@DDNewslive) March 15, 2025
ADVERTISEMENT
ભારત સરકાર વતી હરીશ પાર્વથાનેનીનું આ નિવેદન શુક્રવારે ભારતે પાકિસ્તાનના તે આરોપોને ફગાવી દીધા બાદ આવ્યું છે જેમાં પાકિસ્તાને તેના દેશમાં ટ્રેન હાઇજેકિંગમાં ભારતની ભૂમિકા હોવાનો આરોપ લગાવ્યો હતો. ભારતે આ આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે, વિશ્વ સારી રીતે જાણે છે કે વૈશ્વિક આતંકવાદનું વાસ્તવિક કેન્દ્ર ક્યાં છે.
વધુ વાંચો : VIDEO : અલીગઢમાં ફાયરિંગ કરી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો, હચમચાવી નાખે તેવા CCTV
ભારતમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી
હરીશ પાર્વથાનેનીએ યુએન સત્રને જણાવ્યું હતું કે, ભારત વિવિધતા અને બહુલતાની ભૂમિ છે. ભારતમાં 20 કરોડથી વધુ મુસ્લિમો છે અને તે વિશ્વની સૌથી મોટી મુસ્લિમ વસ્તીમાંનો એક છે. મુસ્લિમો સામે ધાર્મિક અસહિષ્ણુતાની ઘટનાઓની નિંદા કરવામાં ભારત સંયુક્ત રાષ્ટ્રના સભ્ય તરીકે એકજૂથ છે. હરીશે એમ પણ કહ્યું કે, ધાર્મિક ભેદભાવ, નફરત અને હિંસાથી મુક્ત વિશ્વને પ્રોત્સાહન આપવું એ હંમેશા ભારત માટે જીવનશૈલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
તારાજી / Video: 'હમ એક હી રાત મેં...', ભૂસ્ખલનથી જમ્મુ-કાશ્મીરના રામબનમાં કેવી તબાહી મચી? જુઓ લાઇવ દ્રશ્યો
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.