બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'અરુણાચલ પ્રદેશ અમારો ભાગ હતો, છે અને રહેશે..', ચીનના નાપાક કૃત્ય પર ભારતનું સ્પષ્ટ નિવેદન
Last Updated: 11:36 AM, 14 May 2025
પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે, ભારત ચીન સાથે પણ તણાવની સ્થિતિ બની રહી છે. ચીન તેની સરહદે આવેલા રાજ્યોમાં આવી કોઈને કોઈ પ્રવૃત્તિઓ કરતું રહે છે. ચીન હવે અરુણાચલ પ્રદેશના ઘણા સ્થળોના નામ બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતે આ કાર્યવાહીનો સખત વિરોધ કર્યો અને તેને વાહિયાત ગણાવ્યું.
ADVERTISEMENT
ભારતે અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ બદલવાના ચીનના પ્રયાસોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા. ભારતે બુધવારે કહ્યું હતું કે આવા વાહિયાત પ્રયાસો છતાં, આ નિર્વિવાદ સત્ય બદલાશે નહીં કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને રહેશે. જોકે, ચીન લાંબા સમયથી દાવો કરી રહ્યું છે કે અરુણાચલ પ્રદેશ તિબેટનો દક્ષિણ ભાગ છે.
Our response to media queries on renaming places in Arunachal Pradesh by China (May 14, 2025)
— Randhir Jaiswal (@MEAIndia) May 14, 2025
🔗 https://t.co/5XtzF8ImUJ pic.twitter.com/1edyuqRpog
ADVERTISEMENT
નામ બદલાવનનો પ્રયત્ન વ્યર્થ અને વાહિયાત: MEA
ભારતે ઉપરોક્ત ટિપ્પણી ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળો માટે નવા નામોની જાહેરાત પર કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "અમે જોયું છે કે ચીને અરુણાચલ પ્રદેશમાં અનેક સ્થળોના નામ બદલવાનો વ્યર્થ અને વાહિયાત પ્રયાસ કર્યો છે."
તેમણે વધુમાં કહ્યું, "અમે અમારા સિદ્ધાંતના વલણ અનુસાર આવા પ્રયાસોને સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ." આ મુદ્દા પર મીડિયાના પ્રશ્નોના જવાબમાં રણધીર જયસ્વાલે કહ્યું, "રચનાત્મક નામકરણ એ નિર્વિવાદ વાસ્તવિકતાને બદલશે નહીં કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ હતો, છે અને હંમેશા રહેશે."
વધુ વાંચો: ભારતમાં કેવી રીતે થાય છે CJIની નિમણૂક?, સેલેરીથી લઈને કેટલી મળે છે સુવિધા, જાણો
અરુણાચલ પ્રદેશને માને છે પોતાનો ભાગ
જોકે, ચીન અરુણાચલ પ્રદેશ પર પોતાનો ડોયવો કરતું રહે છે અને તેને ઓપટનો ભાગ માને છે. આ કરુણાચલના લોકોને ચીન આવવા માટે વિઝા પણ નથી આપતું, તેનું કહેવું છે કે તે ચીનનો ભાગ છે, એવામાં તેમને વિઝાની જરૂર નથી. ગત વર્ષે પણ ચીને અરુણાચલના અલગ-અલગ સ્થળોના 30 નવા નામનું લિસ્ટ જાહેર કર્યું હતું, જેને ત્યારે ભારતે નકારી દીધું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT