બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મા તે મા! આગથી બચાવવા બાળકોને બાથમાં ભરી રાખ્યાં, બધા બળીને કોલસો, હાર્ટ કંપાવતો કિસ્સો

ચાર મિનાર ફાયર / મા તે મા! આગથી બચાવવા બાળકોને બાથમાં ભરી રાખ્યાં, બધા બળીને કોલસો, હાર્ટ કંપાવતો કિસ્સો

Last Updated: 02:49 PM, 18 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હૈદરાબાદની ઐતિહાસિક ચારમિનાર નજીક આવેલા ગુલઝાર હાઉસ ફાયરમાં હાર્ટ કંપાવતો એક કિસ્સો સામે આવ્યો છે.

17થી વધુ લોકોનો ભોગ લેનારી હૈદરાબાદની ઐતિહાસિક ચારમિનાર ગુલઝાર હાઉસ આગમાં એક માતા અને તેના બાળકના મોતનો ખૌફનાક કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં ગુલઝાર હાઉસમાં ઘણા પરિવારો રહે છે અને રવિવારે સવારે જ્યારે ગુલઝાર હાઉસમાં આગ લાગી ત્યારે સૌથી પહેલો નજીક રહેતો ઝહીર નામનો એક યુવાન લોકોની મદદ દોડી ગયો હતો અને ત્યાં તેણે જે જોયું તેનુ ખૌફનાક વર્ણન તેણે કરી દેખાડ્યું છે.

આગથી બચાવવા બાળકોને બાથમાં લીધા બધા બળીને ખાખ

ઝહીરે કહ્યું કે એક મહિલા આગથી બચાવવા માટે બાળકોને બાથમાં ભરી લીધાં હતા જોકે માતાની આ ટ્રિક ન ચાલી અને બધા આગમાં બળીને કોલસો થઈ ગયાં હતા. ઝહીરે કહેલી આ વાત કોઈને પણ કંપાવી દેવા માટે પૂરતી છે અને સાથે એ વાત પણ ઉજાગર કરી છે કે મા તે મા તેની તોલે કોઈ ન આવી શકે. તે મોત સામે પણ લડી શકે છે. ઝહીરે કહ્યું કે આગ લાગ્યા પછી તરત જ અમે અંદર પ્રવેશવામાં સફળ રહ્યા. આગની જ્વાળાઓ ખૂબ મોટી હતી. રૂમની અંદર, એક મહિલા બાળકોને ગળે લગાવી રહી હતી. તે મરી ગઈ હતી.

વધુ વાંચો : VIDEO : મોનાલિસાએ મૂડ બનાવી દીધો, 'આશિક બનાયા' સોંગ પર કર્યો મદમસ્ત ડાન્સ, દિલ હારી બેસશો

13 લોકો બચાવ્યાં

ઝહિરે કહ્યું કે અંદર પ્રવેશવું ખૂબ મુશ્કેલ હતું. "અમે 13 લોકોને બહાર કાઢ્યા. ધુમાડાને કારણે અમને કંઈ દેખાતું નહોતું. અમે દિવાલ તોડીને અંદર પ્રવેશ કર્યો," મોટાભાગના પીડિતો બળીને મરી ગયા હતા અને ધુમાડાને કારણે અન્ય લોકો ગૂંગળાવી ગયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hyderabad Fire historic Gulzar House fire charminar fire accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ