બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:10 PM, 2 March 2026
Home Ministry Alert: 28 ફેબ્રુઆરીના રોજ જારી કરવામાં આવેલા પત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે વિદેશમાં ચાલી રહેલી ઘટનાની અસર ભારતમાં પણ થઈ શકે છે. ખાસ કરીને ધાર્મિક આયોજનમાં કે ધર્મના નામે હિંસા બાબતે ખાસ સાવચેત રહેવા જણાવાયું છે. આ પત્રમાં એ વાત પર જોર આપવામાં આવ્યું છે કે એક ગુપ્ત માહિતી અનુસાર સમય પહેલા જ યોગ્ય પગલાં ઉઠાવી લેવા જેથી કાનૂન અને વ્યવસ્થામાં ભંગ ના પડે.
ADVERTISEMENT
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે દેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે સાવચેતીના પગલાં તેજ કર્યા છે. મંત્રાલયે સૂચના આપી છે કે ભડકાઉ ભાષણો આપતા ઈરાન સમર્થક ઉપદેશકોની ઓળખ કરી તેમની પર નજર રાખવામાં આવે. ઉશ્કેરણીજનક નિવેદનો અથવા પ્રવચનો દ્વારા સામાજિક સૌહાર્દ બગાડવાનો પ્રયાસ ન થાય તે માટે સ્થાનિક પ્રશાસનને સતર્ક રહેવા જણાવ્યું છે. એ મીડિયા અહેવાલ મુજબ દિલ્હીના અધિકારીઓને પણ ચિંતા છે કે કેટલીક ઉગ્રવાદી તત્વો આંતરરાષ્ટ્રીય ઘટનાઓનો બહાનો બનાવી સ્થાનિક સ્તરે તણાવ ઉભો કરવાનો પ્રયાસ કરી શકે છે. ખાસ કરીને સોશિયલ મીડિયા અને જાહેર મંચો પર આપાતા ભાષણો પર કડક નજર રાખવાની સૂચના આપવામાં આવી છે. સરકારી એડવાયઝરીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈપણ પ્રકારના ઉશ્કેરણીજનક નિવેદન, ભડકાઉ ભાષણ અથવા સમાજમાં ફૂટ પાડે તેવા સંદેશો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. સુરક્ષા એજન્સીઓને સંવેદનશીલ વિસ્તારોમાં દેખરેખ વધારવા અને પરિસ્થિતિ પર સતત નજર રાખવા પણ જણાવ્યું છે. જેથી કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને સામાજિક શાંતિ ભંગ ન થાય.
ADVERTISEMENT
Home Ministry has urged state governments to keep an eye on pro‑Iran radical preachers whose inflammatory sermons could spark violence. pic.twitter.com/XGyQBS5RY2
— Desi Dhvani (@DesiDhvani) March 2, 2026
ADVERTISEMENT
એક મીડિયા અહેવાલ મુજબ ઈરાનના એક ટોચના સુરક્ષા અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેહરાન વોશિંગ્ટન સાથે કોઈપણ પ્રકારની વાટાઘાટો કરવા તૈયાર નથી. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ રવિવારે સંકેત આપ્યો હતો કે તેઓ ઈરાનના નવા નેતૃત્વ સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું “તેઓ વાત કરવા માંગે છે અને હું વાત કરવા સંમત થયો છું, એટલે હું તેમની સાથે વાત કરીશ.” તેમ છતાં ઈરાનના વરિષ્ઠ સુરક્ષા અધિકારી અલી લારીજાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કડક સંદેશ આપતાં લખ્યું હતું કે, “અમે અમેરિકા સાથે વાટાઘાટો નહીં કરીએ.” આ નિવેદનો વચ્ચે ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના મૃત્યુ પછી તણાવ વધુ ઉગ્ર બન્યો છે. અમેરિકા અને ઇઝરાયલએ રવિવારે ઈરાનના અનેક વ્યૂહાત્મક સ્થળો પર ભારે હવાઈ હુમલાઓ કર્યા હતા. બેલિસ્ટિક મિસાઈલ ઠેકાણાઓને નિશાન બનાવી બોમ્બમારો કરવામાં આવ્યો અને કેટલાક યુદ્ધ જહાજોનો પણ નાશ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. હુમલાઓ ચાલુ રહેતાં સંઘર્ષ વધુ વિસ્તરવાની ભીતિ વધી છે. લેબનાન આધારિત ઉગ્રવાદી સંગઠન હેઝાબુલ્લાહએ કેટલાક હુમલાઓની જવાબદારી સ્વીકારી છે. જેના પરિણામે ઇઝરાયલ તરફથી બદલો લેવાની શક્યતા વધુ મજબૂત બની છે. બીજી તરફ ગલ્ફ દેશોએ પણ ચેતવણી આપી છે કે તેમના મુખ્ય ઠેકાણાઓ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા પાંચ નાગરિકોના મોત થયા બાદ તેઓ ઈરાન સામે પ્રતિશોધાત્મક પગલાં લઈ શકે છે. આ સમગ્ર પરિસ્થિતિ મધ્ય પૂર્વમાં વિશાળ સંઘર્ષનું રૂપ લે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સ્થાનિક રહેવાસીઓનું માનવું છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી સમયસર અને સ્પષ્ટ માર્ગદર્શન સાથે સત્તાવાર માહિતી આપવામાં આવે તો ચિંતિત પરિવારોને નોંધપાત્ર માનસિક રાહત મળી શકે. અનિશ્ચિતતાના માહોલમાં અફવાઓ ઝડપથી ફેલાતી હોવાને કારણે ગભરાટ વધે છે. તેથી સચોટ અને વિશ્વસનીય માહિતીની જરૂરિયાત વધુ અનુભવી રહી છે. હાલમાં તમામ પરિવારો પોતાના સંતાનોની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા છે અને પરિસ્થિતિ વહેલી તકે સામાન્ય બની જાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.