બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / પાકિસ્તાન ગયાની એન્ટ્રી, હાઈ કમિશન સાથે સંપર્ક, હવે જ્યોતિ મલ્હોત્રાને લઈને સામે આવી નવી વાત
Last Updated: 09:10 AM, 19 May 2025
Yotuber Jyoti Malhotra: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયો હતો જેમાં 27 લોકોના મોત થયા હતા. ત્યારે હવે પહેલગામ હુમલા અને જ્યોતિ મલ્હોત્રાને લઈને એક મોટી વાત સામે આવી છે. જેમાં તે પહેલગામ હુમલા પહેલા તે પાકિસ્તાન ગઈ હતી અને 14 દિવસ મુરિદકેમાં રહી હતી, જ્યાં તેણે ખાસ તાલીમ લીધી અને પછી તે ભારત પાછી ફરી હતી.
ADVERTISEMENT
ખાસ મિશન પાર પાડવાનું હતું
જ્યોતિને અહીં એક ખાસ મિશન પાર પાડવાનું હતું, પરંતુ તે દરમિયાન પહેલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર શરૂ થયું હતું. આ કારણે તેને થોડા દિવસો માટે તેનું મિશન બંધ કરવું પડ્યું. જોકે, તેમનું સિક્રેટ મિશન શું હતું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. હાલ જ્યોતિ મલ્હોત્રા પર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સત્ય બહાર લાવવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
જ્યોતિ પાકિસ્તાન ગયાની એન્ટ્રી મળી આવી
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યોતિ ત્રણ વાર પાકિસ્તાન ગયાની એન્ટ્રી મળી આવી છે અને દર વખતે કરતારપુર સાહિબ થઈને પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો છે. તેમજ તેણે પહેલી વાર પાકિસ્તાન જવા માટે વિઝા જાતે મેળવ્યો, પરંતુ બીજી અને ત્રીજી વાર પાકિસ્તાન જવા માટે વિઝાની વ્યવસ્થા પાકિસ્તાની હાઈ કમિશનમાં તૈનાત અધિકારી દાનિશે કરી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે બે-ત્રણ વાર પાકિસ્તાન ગઈ છે, પરંતુ તેના પાસપોર્ટમાં આ વાતની કોઈ એન્ટ્રી નથી. આ કારણે એવી પણ શંકા સેવાઈ રહી છે કે, તેણે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરી હતી.
ટ્રેનિંગ લીધી પરંતુ મિશન અંગે સસ્પેન્સ
એટલું જ નહીં પણ જ્યોતિ મલ્હોત્રાએ જાસૂસી માટે ભારતથી સીધી ઇસ્લામાબાદ ગઈ હતી અને ત્યાંથી મુરિદકેના એક કેમ્પમાં 14 દિવસની ખાસ ટ્રેનિંગ મેળવી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ટ્રેનિંગ કોઈ ખાસ મિશન માટે હતી. ટ્રેનિંગ પછી, તે ભારત રિટર્ન થઈ હતી અને મિશન પર કામ શરૂ કરવાની જ હતી, પરંતુ એ પહેલાં પહેલગામ આતંકી હુમલો થઈ ગયો જેના કારણે તેમણે મિશનનું કાર્ય અધવચ્ચે જ છોડી દેવું પડ્યું.
આ મિશનમાં જ્યોતિ એકલી નથી!
સૂત્રો માંથી એવી પણ માહિતી બહાર આવી છે કે, જ્યોતિને પહેલગામ હુમલા વિશે અગાઉથી માહિતી હતી, જોકે પોલીસે હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. જ્યોતિ મલ્હોત્રા જે મિશન પર કામ કરવાની હતી તેમાં તે એકલી નહોતી. ભારતના બે ડઝનથી વધુ સોશિયલ મીડિયા ઇન્ફ્યુલેન્સર આ મિશનમાં સામેલ છે. આ બધા એવા લોકો છે જેમના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે. આ મિશન હેઠળ પાકિસ્તાન ભારતમાં એક નવા પ્રકારનું યુદ્ધ શરૂ કરવા જઈ રહ્યું હતું. જેનો હેતુ ભારતીયોના મનમાં પાકિસ્તાનની એક સારી ઈમેજ બનાવવાનો હતો.
હિસાર એસપીએ પુષ્ટિ આપી
ભારતના લોકોને પોતાના દેશ અને તેમની પોતાની સરકાર સામે ઉભા કરવા માટે મજબૂર કરવાના હતા. આ મિશનમાં ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનને આપવાનો પણ સમાવેશ થતો હતો. રવિવારે (18 મે) એક પત્રકાર પરિષદ કરતા હિસારના એસપી શશાંક કુમાર સાવને પણ આવો જ દાવો કર્યો હતો. જ્યોતિ મલ્હોત્રાની પૂછપરછ કર્યા પછી, તેમણે કહ્યું કે, 'યુદ્ધ ફક્ત દેશની સરહદો પર જ નહીં, પરંતુ દુશ્મન દેશની અંદર પણ થાય છે. પાકિસ્તાને ડિજિટલ યુદ્ધનું એક એવું જ મિશન શરૂ કર્યું છે જેમાં જ્યોતિ મલ્હોત્રા પણ એક પ્યાદુ છે'.
કોણ છે જાસૂસ જ્યોતિ મલ્હોત્રા?
જ્યોતિ મલ્હોત્રા હરિયાણાના હિસારમાં રહેતા એક સામાન્ય પરિવારની પુત્રી છે. તેના પિતા હરીશ મલ્હોત્રા વીજળી નિગમમાંથી નિવૃત્ત છે અને હિસારમાં તેમના ઘરમાં રહે છે. તે તેની પત્નીથી છૂટાછેડા લઈ ચૂક્યા છે. આ છૂટાછેડાને કારણે, તેમની પુત્રી જ્યોતિ મલ્હોત્રાએ બીએ પૂર્ણ કર્યા પછી ઘર છોડી દીધું અને ગુરુગ્રામની એક કંપનીમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. કોરોનાને કારણે લોકડાઉન દરમિયાન તે ઘરે પરત ફરી હતી અને પછી તે યુટ્યુબર બની ગઈ. આ દરમિયાન, તે પાકિસ્તાની હાઈ કમિશનમાં તૈનાત દાનિશના સંપર્કમાં આવી હતી. દાનિશ દ્વારા જ તેણે નવાઝ શરીફની પુત્રી મરિયમ અને પાકિસ્તાની ગુપ્તચર અધિકારી શાકિર રાણા સાથે સંબંધો સ્થાપિત કર્યા હતા. શાકિર રાણાએ જ જ્યોતિને જાસૂસીની ટ્રેનિંગ આપી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT