બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:23 PM, 22 March 2025
નવી દિલ્હીઃ ગોધરા કાંડ બાદ ફાટી નિકળેલા તોફાનોના એક કેસમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે છ લોકોને છોડી મુક્યાં હતાં. સુપ્રીમે વડોદ ગામમાં થયેલી આ ઘટનાને જૂથ અથડામણ ગણાવી હતી. સુપ્રીમ કોર્ટે ટાંક્યું કે, કોર્ટની જવાબદારી છે કે, કોઈ રાહદારીને આરોપી બનાવી તેની સ્વતંત્રતા ના છીનવાય. જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને મનોજ મિસરાની બેન્ચે જણાવ્યું હતું કે, આરોપી અથવા તેમની ભૂમિકાઓ અંગે કોઈ સંદર્ભ વગર નિવેદનો કરતાં સાક્ષીઓના નિવેદનો પર આધાર રાખવાના મામલે અદાલતોએ ખુબ જ સાવચેતી દાખવી જોઈએ. ગુજરાત હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને પલટાવી છ વ્યક્તિઓને આરોપી અને 12ને મુક્ત કર્યાં હતાં. જેને સુપ્રીમે ફગાવી દીધો હતો. આરોપી ઠેરવવામાં આવેલા 6 લોકોને નિર્દોષ છોડ્યા હતા.
ADVERTISEMENT
ટ્રાયલ કોર્ટના આદેશને પલટી નાખનાર હાઇકોર્ટના આદેશને સુપ્રીમે રદ્દ કર્યો
ખંડપીઠે કહ્યું કે, રમખાણો દરમિયાન થયેલા કેસોમાં એવા સાક્ષીઓની જુબાની પર આધાર રાખતા સમયે ખુબ જ સાવચેતી રાખવી જરૂરી છે. આરોપીઓ અથવા તેમની ભુમિકા અંગે કોઇ પણ પ્રકારના સંદર્ભ વગર સામાન્ય નિવેદનો નોંધાવ્યા હોય તેવા નિવેદનો બાબતે ખુબ જ ચોકસાઇ રાખવી જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય ચે કે, વડોદ ગામમાં થયેલા રમખાણોના કેસમાં ટ્રાયલ કોર્ડ દ્વારા 6 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જ્યારે 12 લોકોને નિર્દોષ છોડી મુકાયા હતા. જો કે આ મામલે ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો હતો. જ્યાં હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશને પલટી નાખ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના આદેશોને ફગાવી દીધા છે.
ADVERTISEMENT
તોફાની અને દર્શક બંન્નેમાં ફરક હોય છે
સુપ્રીમે ટાંક્યું કે, ઘણી વખત જ્યારે જાહેરમાં ગુના બને છે ત્યારે લોકો ઉત્સુકતાવશ ઘરેથી બહાર આવે છે. આવા લોકો માત્ર દર્શક હોય છે. જો કે સાક્ષીઓ માટે આવા લોકો તોફાનીઓનો ભાગ પણ હોઇ શકે છે. તેવી સ્થિતિમાં જ્યાં રેકોર્ડ પરના પુરાવા એવું સ્પષ્ટ કરતા હોય કે મોટા પ્રમાણમાં લોકો હાજર હતા. તેવા જ વ્યક્તિઓને દોષિત ઠેરવી શકાય જેની સામે સીધા કૃત્યનો આરોપ હોય.
રમખાણોમાં ગામલોકો સ્વાભાવિક રીતે જ હાજર હોય
આ કિસ્સામાં અરજદાર તે જ ગામના રહેવાસી છે. તેવામાં રમખાણો દરમિયાન તેઓ ત્યાં હાજર હોય તે સ્વાભાવિક છે. જો કે તેઓ આ રમખાણોમાં કોઇ ભાગ ભજવ્યો હતો કે કોઇ હથિયાર કે વિનાશક વસ્તુ લઇને આવ્યા હોય તેવો ફરિયાદીનો આક્ષેપ નથી. જેથી તેઓ દર્શક તરીકે પણ ત્યાં હાજર હોય તેવું બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.