બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 2 દોસ્તો 3 સગીર છોકરીઓ લઈને ગેસ્ટ હાઉસમાં આવ્યાં, રુમ બૂક કરાવ્યો, આખું રાજ્ય કંપી જાય તેવું બન્યું

ગોવા / 2 દોસ્તો 3 સગીર છોકરીઓ લઈને ગેસ્ટ હાઉસમાં આવ્યાં, રુમ બૂક કરાવ્યો, આખું રાજ્ય કંપી જાય તેવું બન્યું

Last Updated: 10:01 AM, 14 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોવાની એક હોટલમાં 2 દોસ્તોએ બર્થડે મનાવાને બહાને 3 સગીર યુવતીઓ સાથે દુષ્કર્મ આચરતાં રાજ્યમાં હડકંપ મચ્યો હતો.

પોલીસે ઉત્તર ગોવા જિલ્લામાં ત્રણ સગીર છોકરીઓ પર બળાત્કાર કરવાના કેસમાં એક ગેસ્ટ હાઉસના માલિક અને મેનેજરની ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક જ બિલ્ડિંગમાં રહેતી 11, 13 અને 15 વર્ષની આ છોકરીઓ પર 7 અને 8 જૂનના રોજ કાલંગુટ વિસ્તારમાં આવેલા એક ગેસ્ટ હાઉસમાં બે લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો. પાંચેય દોસ્તો ગેસ્ટ હાઉસમાં બર્થડે પાર્ટી મનાવવા આવ્યાં હતા. આમાંથી બે મોટી છોકરીઓ બહેનો છે. આ ઘટના બાદ રાજ્યમાં ચકચાર મચી છે.

છોકરીઓને ગેસ્ટ હાઉસમાંથી સુરક્ષિત બચાવાઈ

પીડિત છોકરીઓના પરિવારે 8 જૂને ફરિયાદ નોંધાવી હતી કે છોકરીઓ આગલા દિવસથી ગુમ છે. પોલીસે ઘણી ટીમો બનાવીને તે જ દિવસે ગેસ્ટ હાઉસમાંથી છોકરીઓને સુરક્ષિત રીતે બચાવી લીધી હતી અને બે યુવાનો, 19 વર્ષીય અલ્તાફ મુજાવર અને 21 વર્ષીય ઓમ નાઈકની ધરપકડ કરી હતી.

ગેસ્ટ હાઉસના માલિક અને મેનેજરની ધરપકડ

પોલીસ અધિક્ષક રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે ગેસ્ટ હાઉસના માલિક રજત ચૌહાણ (31) અને મેનેજર મન્સૂર પીર (35) ની બુધવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે સગીર છોકરીઓને તેમના માતાપિતાની સંમતિ અને ચકાસણી વિના ગેસ્ટ હાઉસમાં રાખીને કાયદાનું ઉલ્લંઘન કરવા અને ગુનાને પ્રોત્સાહન આપવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે.

ઈદ અને જન્મદિવસની પાર્ટી માટે રૂમ બુક કરાવ્યો

ગોવા પોલીસે જણાવ્યું હતું કે આરોપી અને પીડિતા બધા મિત્રો છે. ઈદ અને જન્મદિવસની પાર્ટીઓ માટે એક હોટલમાં રૂમ બુક કરવામાં આવ્યા હતા. તે બધા જન્મદિવસની ઉજવણી કરવા આવ્યા હતા. પછી પરિસ્થિતિનો લાભ લઈને, મિત્રોએ પોતાના જ મિત્રોને વાસનાનો શિકાર બનાવ્યા અને છોકરીઓ પર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો.

વધુ વાંચો : પ્લેન ક્રેશમાં પત્ની-પુત્રીના મોત બાદ એકલા બચેલાં અમદાવાદી અશોક સાથે બન્યું ભારે હેરાનીભર્યું, જાણીને આંચકો લાગશે

ગેસ્ટ હાઉસ સીલ, લાઇસન્સ રદ કરાશે

પોલીસે જણાવ્યું હતું કે ચારેય આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા, જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ (POCSO) અધિનિયમ અને ગોવા બાળકોના અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એસપીએ કહ્યું, "અમે ગેસ્ટ હાઉસને સીલ કરી રહ્યા છીએ અને તેનું લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો ગેસ્ટ હાઉસના મેનેજર અને માલિક તેના પરિવાર અથવા સંબંધીઓની ગેરહાજરીમાં બાળકને રૂમ આપશે, તો તેમને બક્ષવામાં આવશે નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

goa guest house owner arrest goa guest house
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ