બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:18 PM, 21 March 2025
ઉત્તરપ્રદેશમાં નોએડાના 78 વર્ષના વરિષ્ઠ નાગરિક અને તેમની પત્ની સાયબર ઠગાઇનો ભોગ બન્યા હતા. સાયબર ઠગોએ તેમને 15 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખ્યા હતા અને 3.14 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. સૌથી ચોંકાવનારી બાબત છે કે, પીડિત વ્યક્તિ આરબીઆઇમાં અધિકારી રહી ચુક્યો છે. આ ચોંકાવનારી ઘટનામાં ઠગોએ પોતે TRAI, પોલીસ, સીબીઆઇ અને સુપ્રીમ કોર્ટના અધિકારીઓ તરીકેની ઓળક આપીને વૃદ્ધને ખુબ જ પ્રેશરાઇઝ્ડ કર્યા હતા અને તેમની મરણમુડી પણ પડાવી લીધી હતી.
ADVERTISEMENT
78 વર્ષીય અધિકારી સાથે ઠગાઇ
મળતી માહિતી અનુસાર સેક્ટર 75 માં રહેનારા 78 વર્ષના વૃદ્ધ પાસે 25 ફેબ્રુઆરી, 2025 ના રોજ પીડિતને એક કોલ આવ્યો. જેમાં કોલરે પોતે TRAI અધિકારી ગણાવ્યા હતા. કોલરે એક જુના મોબાઇલ નંબરની પૃષ્ટી કરવાનો પ્રયાસ કર્યો જેને વૃદ્ધ ભુલી ચુક્યા હતા. થોડા સમય બાદ જણાવાયું કે, મુંબઇના કોલાબા પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ મની લોન્ડ્રિંગ અને રોકાણમાં ગોટાળા અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
કથિત સુપ્રીમ કોર્ટના જજ પણ આવ્યા
ત્યાર બાદ કોલોબા પોલીસ સ્ટેશનથી એક કથિત અધિકારી વિજય ખન્ના અને એક સીબીઆઇ અધિકારી રાહુલ ગુપ્તાએ સંપર્ક કર્યો હતો. તેમણે વૃદ્ધને જણાવ્યું કે, તેમને ભારતના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ ઓનલાઇન રજુ કરવામાં આવશે. ઠગોએ વૃદ્ધને વિશ્વાસમાં લીધા કે આ મામલો નરેશ ગોયલના મની લોન્ડ્રિંગ કેસ અંગેનો છે અને તેમના બેંક ખાતાને ફ્રિઝ કરી દેવામાં આવશે.
કોઇ સાથે વાત કરી તો ધરપકડ થશે
જ્યારે વૃદ્ધે જણાવ્યું કે તેઓ 78 વર્ષના છે અને તેમની પત્ની 71 વર્ષની છે. ત્યારે ઠગોએ તેમને ઓનલાઇન તપાસમાં સહયોગ કરવા માટે દબાણ કરાયું. તેમણે વૃદ્ધને જણાવ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષાના કારણે તેમને કોઇ પણ સાથે વાત કરવી નહી. જો તેઓ કોઇની સાથે વાત કરશે તો તેમની ધરપકડ કરવામાં આવશે.
અધિકારીએ પોતાની મરણમુડી ગુમાવી
વૃદ્ધ એટલા ગભરાઇ ગયા કે તેમણે પોતાની તમામ મરણ મુડી 3.14 કરોડ રૂપિયા સીક્રેટ સુપરવિઝન એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા. તેમ વિચારીને કે આ માત્ર ટ્રાન્સફર માત્ર અધિકારીઓ ક્રોસ વેરિફિકેશન માટે કરી રહ્યા છે. ત્યાર બાદ નાણા પરત મળી જશે. વૃદ્ધને 3 માર્ચ 2025 ના રોજ સુપ્રીમ કોર્ટનો નકલી આદેશ પણ આપવામાં આવ્યો. જેમાં ઉલ્લેખ હતો કે, તેમના નાણા કાયદેસર છે અને 6-7 દિવસમાં પરત આપી દેવામાં આવશે. જો કે નાણા પરત ન મળતા તેમને ઠગાઇનો અહેસાસ થયો હતો.
વૃદ્ધ દંપત્તીને 15 દિવસ ડિજિટલ એરેસ્ટ રખાયું
આ સમગ્ર ઘટનાક્રમ 26 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી થયો આ દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વૃદ્ધ દંપત્તીને ડિજીટલ એરેસ્ટ કરીને રાખવામાં આવ્યા. 15 દિવસ સુધી સાયબર ઠગોએ ન માત્ર ભોજન પરંતુ દૈનિક કાર્યોની પણ માંડ માંડ અનુમતી આપી હતી. પીડિતે રાષ્ટ્રીય અપરાધ પોર્ટલ પર ફરિયાદ દાખલ કરાવી. હવે આ મામલે તપાસ સેક્ટર 36 સાયબર ક્રાઇમ પોલીસ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.