બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / પૂર્વ મંત્રીના વહૂની બેડરૂમમાં હત્યા, રૂમમાં જ હતા પતિ અને બોયફ્રેન્ડ, દારૂ પાર્ટી બાદ કાંડ
Last Updated: 07:15 PM, 21 March 2025
મેરઠમાં થયેલી ચકચારી હત્યા બાદ હવે યુપીના ઝાંસીમાં એક ભૂતપૂર્વ મંત્રીની પુત્રવધૂની તેના બેડરૂમમાં હત્યાની સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસને પ્રેમી અને પતિ એ જ રૂમમાં મળી આવ્યા જ્યાં હત્યા થઈ હતી. ઘટના પહેલા ત્રણેય લોકોએ દારૂની પાર્ટી કરી હતી.
ADVERTISEMENT
યુપીના મેરઠના સૌરભ હત્યા કેસના પડઘા હજુ શમ્યા ન હતા કે ઝાંસીમાંથી એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં પૂર્વ મંત્રીની પુત્રવધૂનો મૃતદેહ બેડરૂમમાં મળી આવ્યો છે. મહિલાએ તેના પતિ અને બોયફ્રેન્ડ સાથે બેડરૂમમાં જ દારૂની પાર્ટી કરી હતી. આ દરમિયાન કોઈ વાતને લઈને વિવાદ થયો અને મહિલાની હત્યા કરવામાં આવી. ભાડૂઆત દ્વારા આપવામાં આવેલી માહિતી પર પોલીસ પહોંચી ત્યારે તેમને બેડરૂમનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કરવો પડ્યો. અંદર મહિલાનો મૃતદેહ પલંગ પર પડેલો હતો અને તેનો બોયફ્રેન્ડ તેની બાજુમાં સૂતો હતો. સ્ત્રીનો પતિ ખૂણા પર સોફા પર સૂતો હતો. પોલીસે બંનેને કસ્ટડીમાં લીધા છે. મહિલાના ચહેરા, ગરદન અને શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા છે.
ADVERTISEMENT
ભૂતપૂર્વ મંત્રી રતનલાલ આહિરવારના ભાઈ તુલસીદાસના પુત્ર રવિન્દ્ર આહિરવાર, તેમની પત્ની સંગીતા (36) અને ત્રણ બાળકો સાથે કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મી ગેટની બહારના વિસ્તારમાં રહે છે. મોટી દીકરી એન્જલે જણાવ્યું કે ગુરુવારે રાત્રે 9 વાગ્યે રોહિત વાલ્મીકિ દારૂ લઈને ઘરે આવ્યો. માતા સંગીતા, રોહિત અને પિતા રવિન્દ્ર દારૂ લઈને બેડરૂમમાં ગયા હતા. બેડરૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. ત્રણેય બાળકોને ઉપરના માળે ભાડૂઆત મહિલા પાસે મોકલવામાં આવ્યા. અંદર દારૂ પીવાની પાર્ટી લાંબા સમય સુધી ચાલુ રહી.
દીકરીએ કહ્યું કે લગભગ એક કલાક પછી અમે નીચે આવ્યા અને બીજા રૂમમાં ગયા. પછી અચાનક બેડરૂમની અંદરથી લડાઈના અવાજો આવવા લાગ્યા. માતા જોરથી ચીસો પાડી રહી હતી. હું બેડરૂમમાં દોડી ગઇ દરવાજો ખખડાવ્યો. રોહિતે દરવાજો થોડો ખોલ્યો. તેણે મને 100 રૂપિયા આપ્યા અને બહાર જઈને કંઈક ખરીદવા કહ્યું. પછી રોહિતે દરવાજો બંધ કરી દીધો. પછી તેણે માતાને મારવાનું શરૂ કર્યું. હું ઘરના બીજા માળે રહેતી ભાડૂઆત શકુંતલા પાસે દોડી ગઇ અને તેને સમગ્ર બાબત જણાવી.
ત્યાં સુધીમાં અંદરથી અવાજ શમી ગયો હતો પણ શકુંતલાએ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, પણ દરવાજો ખુલ્યો નહીં. શકુંતલાએ 112 નંબર પર ફોન કરીને પોલીસને ફોન કર્યો. જ્યારે પોલીસ આવી ત્યારે બેડરૂમ અંદરથી બંધ હતો. જ્યારે પોલીસે દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે બોયફ્રેન્ડ મહિલાના મૃતદેહની બાજુમાં પડેલો હતો. પતિ સામે સોફા પર સૂતો હતો. પોલીસે બંનેને કસ્ટડીમાં લીધા અને પોલીસ સ્ટેશન લઈ ગયા.
આ પણ વાંચોઃ ઉત્તર પ્રદેશ / કાર ચાલકે બાળકને પથરો સમજ્યો! બેફામ હંકારતા કચડી માર્યો, CCTV કમકમિયા છોડાવે તેવા
રૂમમાંથી દારૂની ત્રણ બોટલ મળી આવી છે. સંગીતાને 3 બાળકો છે, 12 વર્ષની પુત્રી એન્જલ, 10 વર્ષની પુત્રી અર્પિતા અને 5 વર્ષનો પુત્ર અંશ. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર સંગીતા અહિરવારનો મૃતદેહ તેના બેડરૂમમાં મળી આવ્યો હતો. મહિલાનો પતિ અને બોયફ્રેન્ડ પણ એક જ રૂમમાં મળી આવ્યા હતા. બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. મહિલાની આંખ અને ગરદન પર ઈજાના નિશાન છે. ફિલ્ડ યુનિટે પુરાવા એકત્રિત કર્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મૃત્યુ કેવી રીતે થયું તે જાણી શકાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.