બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ચારધામ યાત્રા માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ, વિશ્વના 150થી વધુ દેશોમાંથી હજારો લોકોએ કરાવી નોંધણી
Last Updated: 09:35 AM, 15 May 2025
હિમાચલ પ્રદેશમાં સ્થિત કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રી ધામ સિવાય હેમકુંડ સાહેબની યાત્રા માટે પૂરી દુનિયામાં ઉત્સાહ છે. પર્યટન વિભાગે ચારધામની યાત્રાના રજીસ્ટ્રેશનના આંકડા જાહેર કર્યા છે.
ADVERTISEMENT
દુનિયાના ખૂણે-ખૂણેથી લોકો ચારધામ યાત્રાના ભાગ લેવા માટે ઇચ્છુક છે. રજીસ્ટ્રેશનનો આંક 28 લાખને ક્રોસ કરી ગયો છે. જેમાં 150 થી વધારે દેશોના 31581 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં યુએસ, નેપાળ, મલેશિયા, યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડાના સૌથી વધુ યાત્રીઓ છે.
જેમાંથી નેપાળના 5728, યુએસએના 5864, યુકે 1559, મોરેશિયસ 837, ઈન્ડોનેશિયા 327, કેનેડા 888, ઓસ્ટ્રેલિયા 1259 સહિત અન્ય 150 થી વધુ દેશના યાત્રીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. યાત્રા નોંધણી નોડલ અધિકારી યોગેન્દ્ર ગંગવારે જણાવ્યું હતું કે વિશ્વના દરેક દેશમાંથી લોકો ચારધામ યાત્રામાં હાજરી આપવા માટે નોંધણી કરાવી રહ્યા છે
ADVERTISEMENT
અત્યાર સુધીમાં 7.18 લાખ લોકોએ મુલાકાત લીધી છે
ચારધામ યાત્રા 30 એપ્રિલથી શરૂ થઈ છે. 14 મે સુધીમાં 7.18 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ચારધામના દર્શન કરી ચૂક્યા છે. ઓનલાઈન નોંધણી માટે સ્લોટ ઉપલબ્ધ ન હોવાને કારણે ઓફલાઈન નોંધણીઓની સંખ્યા વધી રહી છે. હરિદ્વાર, ઋષિકેશ, હર્બર્ટપુર, વિકાસનગરમાં એક દિવસમાં 18 હજારથી વધુ નોંધણીઓ થઈ રહી છે.
વિદેશથી ચારધામ માટે રજીસ્ટ્રેશનના આંકડા
ધામ રજીસ્ટ્રેશન
ચારધામ યાત્રાએ જતાં પહેલા આ ખાસ વાંચો
ચાર ધામ યાત્રાનું માત્ર આધ્યાત્મિક જ મહત્વ નથી પરંતુ સાથે આ યાત્રા કરતી વખતે અનેક ફિઝિકલ ચેલેન્જનો સામનો પણ કરવો પડી શકે છે. જો તમે આ યાત્રા કરવાનું વિચારી રહ્યા હોવ તો નીચે જણાવેલ બાબતોનું હંમેશા ધ્યાન રાખો. નહીં તો આ યાત્રામાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
જરૂરી દવાઓ અને યોગ્ય સાધનો સાથે રાખો
જો તમે કોઈ બીમારીથી પીડિત હોવ તો તમારી જરૂરી દવાઓ વધુ માત્રામાં રાખો. આ સિવાય તમારી સાથે કેટલીક જરૂરી દવાઓ રાખો, જેમાં પેઇનકિલર્સ, ઝાડાની દવાનો સમાવેશ થાય છે. તમને રસ્તામાં તબીબી સહાય મળશે, પરંતુ તે મર્યાદિત હોય છે, તેથી તમારી દવાઓ તમારી સાથે રાખવાની સલાહ આપવામાં આવે છે.
બરફથી ઢંકાયેલા પર્વતો આકર્ષક લાગે છે, પરંતુ ઠંડી ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે, આથી મુસાફરી શરૂ કરતા પહેલા તમારું મેડિકલ ચેકઅપ કરાવો. તેનાથી તમને ખબર પડશે કે તમને હૃદય કે શ્વસન સંબંધી કોઈ સમસ્યા છે કે નહીં. ઉબડખાબડ પ્રદેશોમાં મુસાફરી કરતી વખતે કેટલાક આવશ્યક સાધનો સાથે રાખવા મહત્વના છે. જેમાં ટ્રેકિંગ પોલ્સ, વોટરપ્રૂફ જેકેટ્સ, ગરમ કપડાં, ઉર્જાથી ભરપૂર નાસ્તો અને મજબૂત હાઇકિંગ શૂઝ, પૂરતું પાણી અને પ્રાથમિક સારવાર કીટનો સમાવેશ થાય છે.
મંદિરના રિવાજો અને પરંપરાઓનો કરો આદર કરો
કોઈપણ ધાર્મિક સ્થળની મુલાકાત લેતી વખતે આદરપૂર્ણ અને શિસ્તબદ્ધ વર્તન જાળવવું મહત્વનું છે. ધીમેથી બોલો અને મંદિરના અધિકારીઓ અથવા સુરક્ષા દળો દ્વારા નક્કી કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરો, તે તમારા પોતાના ભલા માટે હોય છે. આ સિવાય જરૂરિયાતમંદોને મદદ કરો, આરતી જેવા પવિત્ર ધાર્મિક વિધિઓ દરમિયાન મૌન રહો અને લાઈનમાં રાહ જોતી વખતે ધીરજ રાખો. શિસ્તનો આદર કરો. ઘણા મંદિરોમાં ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફીની મંજૂરી નથી હોતી તેથી નિયમો જાણો અને તેનું પાલન કરો. શાલિન પોશાક પહેરો અને પર્વતો પર કચરો નાખવાનું કે પ્લાસ્ટિકની બોટલો ફેંકવાનું ટાળો.
બધા જરૂરી દસ્તાવેજો રાખો અને છેતરપિંડીથી રહો સાવધાન
ચાર ધામના બધા યાત્રાળુઓ માટે બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન હવે ફરજિયાત છે, તેથી આધાર અથવા પાન કાર્ડ જેવા માન્ય ઓળખ પુરાવા, દસ્તાવેજોની નકલ અને બુકિંગ કન્ફર્મેશન સાથે રાખવાનું ભૂલશો નહીં. ખાસ કરીને જો તમે કેદારનાથ જઈ રહ્યા છો તો વધુ સાવચેત રહો. નકલી હેલિકોપ્ટર બુકિંગના કિસ્સાઓ દરરોજ પ્રકાશમાં આવતા રહે છે, તેથી ચકાસાયેલ ન હોય તેવા એજન્ટોને પેમેન્ટ કરવાનું ટાળો. હંમેશા સત્તાવાર અથવા સરકાર દ્વારા માન્ય ચેનલો દ્વારા તમારી મુસાફરી અને રહેઠાણ યોજનાઓની પુષ્ટિ કરો.
રસ્તામાં સ્થાનિક સમુદાયોનું કરો સમર્થન
પર્વતોમાં રહેતા લોકો પર્યટન પર ખૂબ આધાર રાખે છે અને આ મહિનાઓ તેમને આખા વર્ષના પૈસા કમાવવામાં મદદ કરે છે. શક્ય હોય ત્યારે સ્થાનિક વિક્રેતાઓ પાસેથી ખોરાક, પુરવઠો અને સ્મૃતિ ચિન્હ ખરીદો. આ એક નાનો પ્રયાસ હોય છે પણ તે તેમના માટે ઘણો મહત્વ ધરાવે છે.
હવામાન ચેતવણીઓને ક્યારેય અવગણશો નહીં
હિમાલયમાં હવામાન અણધાર્યું બદલાઈ શકે છે. જો તમને સત્તાવાર હવામાન સલાહ મળી રહી હોય તો તેને હળવાશથી ન લો. તમારી જાતને સુરક્ષિત રાખવા માટે દરેક પગલા પર સૂચનાઓનું પાલન કરો. આ સલાહને અવગણવાથી તમે ગંભીર જોખમમાં મુકાઈ શકો છો, ખાસ કરીને જો તમે એવા વિસ્તારમાં હોવ જ્યાં બચાવ અને તબીબી પુરવઠો ઉપલબ્ધ ન હોય.
તૈયારી કે માહિતી વગર મુસાફરી ન કરો
પહાડી વિસ્તારોમાં વીજળી અને મોબાઇલ નેટવર્ક કવરેજ ખૂબ ઓછું હોય છે. પહાડી વિસ્તારોમાં મુસાફરી કરતી વખતે તમારા મોબાઇલ ફોનને ચાર્જ રાખવા માટે પાવર બેંક સાથે રાખો. તડકાવાળા વિસ્તારોમાં, તમે તમારા મોબાઇલ ફોનને ચાર્જ કરવા માટે સનશેડ અથવા પોર્ટેબલ સોલાર પેનલનો ઉપયોગ કરી શકો છો. ખરાબ હવામાન નેટવર્ક કવરેજને વિક્ષેપિત કરી શકે છે આથી હવામાન ચેતવણીઓથી વાકેફ રહો. જો નેટવર્ક કવરેજ નબળું હોય તો બેટરી ઝડપથી ખતમ ન થાય તે માટે એરપ્લેન મોડનો ઉપયોગ કરો. જો તમે એકલા મુસાફરી કરી રહ્યા હોવ તો હંમેશા તમારા રૂટ અને અપેક્ષિત સમય વિશે કોઈ વિશ્વસનીય વ્યક્તિને જાણ કરવાનું ભૂલશો નહીં. ફક્ત તમારા ફોન પર આધાર રાખશો નહીં, સુરક્ષિત રીતે નેવિગેટ કરવા માટે બેકઅપ તરીકે ભૌતિક નકશો અથવા વિશ્વસનીય ગાઈડબુક પણ રાખો.
સોશિયલ મીડિયા કન્ટેન્ટ બનાવવાનું ટાળો
મંદિરમાં કે તેની આસપાસ નાચતા કે મોટેથી સંગીત વગાડવાનું ટાળો. આ ગતિવિધિ સ્થળની દિવ્ય શાંતિને ખલેલ પહોંચાડી શકે છે અને અન્ય ભક્તોનો અનુભવ બગાડી શકે છે. પણ મંદિરના રસ્તે ભક્તિ અને એનર્જી વધારનારા ગીતો વગાડવુ એક સારો વિચાર હોઈ શકે છે કારણ કે માર્ગ પર ચાલતા દરેક વ્યક્તિને ઊર્જાની જરૂર હોય છે. પરંતુ જ્યારે તમે મંદિર પરિસરમાં હોવ ત્યારે માર્ગદર્શિકાનું પાલન કરો અને તેનો આદર કરો. જો પરવાનગી ન મળે તો ફોટોગ્રાફ્સ ન લો.
તમારી શારીરિક મર્યાદાઓથી આગળ ન વધો
જો તમને માથાનો દુખાવો, ઉબકા, ચક્કર અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોનો અનુભવ થાય તો આ લક્ષણોને હળવાશથી ન લો. વારંવાર બ્રેક લો અને હાઇડ્રેટેડ રહો. જો સ્થિતિ વધુ ખરાબ થાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.
આ પણ વાંચો: માનસરોવર તળાવ કિનારે રામ અને શ્યામનું દિવ્ય મંદિર, લાલજી મહારાજને પ્રભુએ પુર્યા પરચા
ક્યારેય કચરો ફેલાવી પર્યાવરણને નુકસાન પહોંચાડશો
હિમાલયની સુંદરતા અને સ્વચ્છતાનો આદર કરો. ચાર ધામની ઇકોલોજી અને આધ્યાત્મિક શ્રદ્ધાનો આદર કરો. કચરો ફેંકીને, ખડકો પર લખીને અથવા મળત્યાગ કરીને જળાશયોને પ્રદૂષિત કરવાનું ટાળો. જ્યાં સુધી તમને યોગ્ય જગ્યા ન મળે ત્યાં સુધી તમારો કચરો તમારી સાથે રાખો. તમારા બાદ આવનારાઓ માટે આ પવિત્ર સ્થળોના સુંદર અને દિવ્ય પ્રકૃતિને સાચવો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.