બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / ભારતની પાકિસ્તાન બાદ વધુ એક દેશ પર 'ડિજિટલ સ્ટ્રાઇક', સરકારી અખબારનું X એકાઉન્ટ કર્યું બ્લોક
Last Updated: 12:35 PM, 14 May 2025
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, કેન્દ્ર સરકારે બુધવારે ભારતીય સેના વિરુદ્ધ અપ્રમાણિત દાવા કરવા બદલ ચીનના સરકારી મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સના X હેન્ડલને બ્લોક કરી દીધું છે. ગ્લોબલ ટાઈમ્સ સામેની આ કાર્યવાહી બાદ, ભારતે ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆ પર પણ સકંજો કસ્યો છે. ભારત સરકારે શિન્હુઆના X એકાઉન્ટને પણ બ્લોક કરી દીધું છે અને કહ્યું છે કે ચીની સમાચાર એજન્સી ભારત વિરુદ્ધ પાકિસ્તાનનો પ્રોપેગેન્ડા ચલાવી રહી હતી.
ADVERTISEMENT
The 'X' account of Chinese propaganda media outlet 'Global Times' withheld in India. pic.twitter.com/B9Q941FTjX
— ANI (@ANI) May 14, 2025
ગ્લોબલ ટાઈમ્સના એકાઉન્ટને બ્લોક કરતા પહેલા ભારતે આપી હતી ચેતવણી
ADVERTISEMENT
ગ્લોબલ ટાઈમ્સના એકાઉન્ટને બ્લોક કરતા પહેલા, ભારતે તેને ચેતવણી પણ આપી હતી કે તે ખોટા અને ભ્રામક સમાચાર ન ચલાવે પરંતુ સંપૂર્ણ તપાસ કર્યા પછી જ સમાચાર પ્રકાશિત કરે. વાસ્તવમાં, ભારતના ઓપરેશન સિંદૂર વિશે ચીની અખબાર ભ્રામક સમાચાર ચલાવી રહ્યું હતું. આ અંગે, ચીનમાં ભારતીય દૂતાવાસે એક્સ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, 'પ્રિય ગ્લોબલ ટાઇમ્સ, અમે તમને સલાહ આપીએ છીએ કે આવી ખોટી માહિતી ફેલાવતા પહેલા તથ્યોની તપાસ કરો અને તમારા સૂત્રોની વિશ્વસનીયતાની પુષ્ટિ કરો.'
દૂતાવાસે આગળ કહ્યું કે, 'ઘણા પાકિસ્તાન સમર્થક ભૂતપૂર્વ અધિકારીઓ ઓપરેશન સિંદૂર વિશે પાયાવિહોણા દાવા કરી રહ્યા છે અને જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે મીડિયા આઉટલેટ્સ સ્ત્રોતોની ચકાસણી કર્યા વિના આવી માહિતી શેર કરે છે, ત્યારે તે જવાબદારી અને પત્રકારત્વની નૈતિકતામાં ગંભીર ચૂક દર્શાવે છે.'
🚨 Old IAF Plane Crash Video Shared in False Context ❌
— PIB Fact Check (@PIBFactCheck) May 10, 2025
A video of an IAF plane crash is being falsely shared in the context of the current India-Pakistan situation.#PIBFactCheck
✅ This video shows a Jaguar aircraft of the IAF that crashed in Ambala during a routine training… pic.twitter.com/mOT186mPJx
પાકિસ્તાનના ખોટા દાવાઓ પર સમાચાર ચાલી રહ્યું હતું ગ્લોબલ ટાઇમ્સ
ગ્લોબલ ટાઇમ્સે પાકિસ્તાની વાયુસેનાના ખોટા દાવાઓના આધારે સમાચાર ચલાવ્યા હતા. ભારતીય દૂતાવાસે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) દ્વારા એક ફેક્ટ-ચેક પોસ્ટનો ઉલ્લેખ કર્યો જેમાં પાકિસ્તાન સમર્થક હેન્ડલ્સ દ્વારા ફેલાવવામાં આવતી ખોટી માહિતીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
PIB ની ફેક્ટ ચેક પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે, 'હાલના સંદર્ભમાં પાકિસ્તાન સમર્થક હેન્ડલ જૂના ફોટોનો દુરુપયોગ કરી રહ્યા છે. આનાથી સાવધાન. એક જૂની તસવીર, જેમાં દુર્ઘટનાગ્રસ્ત વિમાન દર્શાવવામાં આવ્યું છે, તેને એવું કહીને ફેલાવવામાં આવી રહી છે કે પાકિસ્તાને ઓપરેશન સિંદૂર દરમિયાન બહાવલપુર નજીક એક ભારતીય રાફેલ જેટને તોડી પાડ્યું.'
આ પણ વાંચો: હવે પાક.ના મિત્ર દેશ પર ટ્રેડ સ્ટ્રાઈક, ભારતના વેપારીઓએ માલ મોકલવાનો કર્યો બહિષ્કાર
પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું કે, 'આ તસવીર 2021માં પંજાબના મોગા જિલ્લામાં ભારતીય વાયુસેનાના મિગ-21 ફાઇટર જેટના ક્રેશની જૂની ઘટનાની છે.' ભારતીય દૂતાવાસે તેને બેજવાબદાર અને પત્રકારત્વના નિયમોની વિરુદ્ધ ગણાવ્યું હતું. ત્યારબાદ દૂતાવાસે ગ્લોબલ ટાઇમ્સને ચેતવણી આપી હતી કે તે આવા ખોટા સમાચાર પર નજર રાખશે અને જરૂર પડ્યે જવાબ આપશે.
The 'X' account of Turkish broadcaster 'TRT World' withheld in India. pic.twitter.com/in72SVkubD
— ANI (@ANI) May 14, 2025
આ સિવાય ભારતે ટર્કિશ બ્રોડકાસ્ટર 'TRT વર્લ્ડ'નું 'X' એકાઉન્ટ પણ બ્લોક કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન તુર્કીયેએ પણ પાકિસ્તાનને સમર્થન આપ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.