બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ભારતના મોટા ઉદ્યોગપતિની જાહેરમાં ગોળી મારીને હત્યા કરાતાં સનસની, કારમાંથી ઉતર્યાં એવું ફાયરિંગ, પુત્રનું પણ મર્ડર
Last Updated: 08:31 AM, 5 July 2025
બિહારની રાજધાની પટનાના ગાંધી મેદાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 જુલાઈના રોજ રાત્રે 11 વાગ્યે ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. હાલમાં, માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ખેમકા પટણાના એક મોટા ઉદ્યોગપતિ હતા. તેઓ મગધ હોસ્પિટલના માલિક પણ હતા.
ADVERTISEMENT
VIDEO | Patna, Bihar: Businessman Gopal Khemka shot dead near his house. Visuals from his residence. Police investigation on.#BiharNews #PatnaNews
— Press Trust of India (@PTI_News) July 5, 2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/ZkHIzWJbnE
કારમાંથી ઉતરતાં જ બદમાશોએ ગોળી મારી
ADVERTISEMENT
ગોપાલ ખેમકા તેમના નિવાસસ્થાન પનાસ હોટલ નજીકના એક એપાર્ટમેન્ટમાં કારમાંથી બહાર નીકળ્યા કે તરત જ ગુનેગારોએ તેમને ગોળી મારી દીધી. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.
"पटना में गांधी मैदान के पास प्रदेश के प्रतिष्ठित उद्योगपति श्री गोपाल खेमका जी की गोली मारकर हत्या कर दी गई।
— Rajesh Kumar (@rajeshkrinc) July 4, 2025
यह घटना न केवल भयावह है, बल्कि बिहार की गिरती कानून-व्यवस्था पर गंभीर प्रश्नचिह्न भी लगाती है।
गुंNDAराज अब कैंसर की तरह पूरे राज्य में फैल चुका है!
मुख्यमंत्री जी,… pic.twitter.com/dBMGDAAj3c
ADVERTISEMENT
ક્લબમાંથી પાછા આવ્યાં કે તરત થયું ફાયરિંગ
હત્યાની રાત્રે, ખેમકા બાંકીપુર ક્લબથી રાત્રે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ પાછા ફર્યાં હતા. હોટેલ પનાસ નજીક આવેલા તેના એપાર્ટમેન્ટ પાસે તે પોતાની કારમાંથી બહાર આવ્યાં ત્યારે ત્યાં રાહ જોઈ રહેલા બદમાશોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું અને તેઓ ત્યાંને ત્યાં જ મોતને ભેટ્યાં હતા.
ADVERTISEMENT
6 વર્ષ પહેલાં ગોપાલ ખેમકાના પુત્રનું પણ થયું હતું મર્ડર
ADVERTISEMENT
ગોપાલ ખેમકાના પુત્ર ગુંજન ખેમકાની પણ 6 વર્ષ પહેલા વૈશાલીના ઔદ્યોગિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનેગારો દ્વારા હત્યા કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.