બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પાક.ને ટેકો આપવો તુર્કીયેને મોંઘો પડ્યો, ભારતની એક્શનથી એક ઝાટકે 200 મિલિયન ડૉલર સ્વાહા

ફટકો / પાક.ને ટેકો આપવો તુર્કીયેને મોંઘો પડ્યો, ભારતની એક્શનથી એક ઝાટકે 200 મિલિયન ડૉલર સ્વાહા

Last Updated: 10:49 AM, 19 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India Vs Turkey: તુર્કીયેને પાકિસ્તાનનો સાથ આપવો ભારે પડી રહ્યો છે. ભારતની કાર્યવાહીની અસર પણ દેખાવા લાગી છે. જેમાં 200 મિલિયન ડૉલર સ્વાહા થઈ ગયા છે.

Boycott Turkey Impact: પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિત સર્જાઈ હતી, આ પછી ભારતે પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક પણ કરી હતી જેમાં અનેક ઠેકાણાઓ ધ્વસ્ત કર્યા હતા. તે દરમિયાન તુર્કીયેને પાકિસ્તાનને ટેકો આપ્યો હતો. જો કે આ નિર્ણય સામે ભારતે પણ તુર્કીયે સામે એક્શન શરૂ કરી હતી. જેના પગલે તુર્કીયેને ભારે કિંમત ચૂકવવી પડી રહી છે.

ભારતે 'બાયકોટ તુર્કીયે' અભિયાન શરૂ કર્યું

પાકિસ્તાનને ટેકો આપવો તુર્કીયે માટે મોંઘો સાબિત થઈ રહ્યો છે અને તેની અસર ત્યાંના શેરબજારોમાં પણ જોવા મળી રહી છે. તુર્કીયેની ઉડ્ડયન કંપની સેલેબીને તેની સુરક્ષા મંજૂરી રદ થવાને કારણે મોટી રકમનું નુકસાન થયું છે.

તુર્કીયેના ઉત્પાદનોના બહિષ્કાર શરુ કર્યું

તુર્કીયેનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ તેના પર વધુને વધુ અસર કરી રહ્યો છે. એક તરફ, જ્યારે ભારતે 'બાયકોટ તુર્કીયે' અભિયાન હેઠળ તુર્કીયેના ઉત્પાદનોના બહિષ્કાર શરુ કર્યું છે જેના કારણે આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારતમાં વ્યવસાય કરતી તુર્કીયે કંપનીઓની હાલત ખરાબ થઈ ગઈ છે.

ભારતના પગલાથી થઈ મોટી અસર

ભારત સરકારે તુર્કીયેની ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસ પ્રોવાઇડર કંપની સેલેબી એવિએશનનું સુરક્ષા ક્લિયરન્સ તાત્કાલિક અસરથી રદ કર્યું છે અને ભારતના આ પગલાની એટલી અસર પડી કે કંપનીનું મૂલ્યાંકન માત્ર બે દિવસમાં એક તૃતીયાંશ ઘટી ગયું.

પાકિસ્તાનનો ટેકો અને ભારતની કાર્યવાહી

22 એપ્રિલ 2025ના દિવસે પહેલગામ આતંકી હુમલામાં 27 પ્રવાસીઓના મોત બાદ, ભારતે પાકિસ્તાન અને POKમાં એરસ્ટ્રાઈક કરીને તબાહી મચાવી હતી. જ્યારે પાકિસ્તાન આનાથી ઉશ્કેરાયું અને સરહદ પર નાપાક. હરકતો કરી હતી, આ દરમિયાન ભારતીય હુમલાને કારણે તેને ત્યાં પણ મોટું નુકસાન સહન કરવું પડ્યું.

તુર્કીયેને પાકિસ્તાનને ટેકો

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે, ચીનની સાથે, તુર્કીયેનો પાકિસ્તાનને ટેકો આપ્યો હતો. એટલું જ નહીં, ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેના દ્વારા લેવામાં આવેલી આતંકવાદ વિરોધી કાર્યવાહીની પણ ટીકા કરવામાં આવી હતી. ત્યારથી, બંને દેશો વચ્ચે તણાવ ચાલુ રહ્યો છે અને ભારતમાં 'બાયકોટ તુર્કીયે' અભિયાને વેગ પકડવાનું શરૂ કર્યું હતું.

વધુ વાંચો : તુર્કીયે પ્રત્યેનો પ્રેમ પાકિસ્તાનને ભારે પડ્યો, હવે મુકેશ અંબાણીએ કર્યું મોટું એલાન

લગભગ 200 મિલિયન ડૉલરનું મોટું નુકસાન

ભારતના નિર્ણયને કારણે સેલેબી એરપોર્ટ સર્વિસિસ ઇન્ડિયાના મૂલ્યાંકનમાં લગભગ 200 મિલિયન ડૉલરનું મોટું નુકસાન થયું છે અને તુર્કીયે કંપનીના વૈશ્વિક આવકના ત્રીજો ભાગ સ્વાહા થયો છે. ઇસ્તંબુલ સ્ટોક એક્સચેન્જ પર માત્ર બે ટ્રેડિંગ સત્રોમાં સેલેબી હવા સર્વિસી એએસના શેર 20 ટકા ઘટી ગયા હતા અને ગયા. આ ઘટાડાથી કંપનીનું બજાર મૂલ્ય લગભગ 4.8 બિલિયન ટર્કિશ થઈ ગયું હતું, જે તેના 52-સપ્તાહના હાઈ લેવલથી લગભગ 30% નીચે પહોંચી ગયું છે.

ઘણા ટુર પેકેજો રદ કરવાનું શરૂ

આ મોટા પતન પહેલા, 'બાયકોટ તુર્કીયે' અભિયાન હેઠળ, ત્યાંથી આવતા સફરજન અને અન્ય માલનો બહિષ્કાર શરૂ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, તુર્કીયેની અર્થવ્યવસ્થા, જે મોટાભાગે પર્યટન પર નિર્ભર છે, તેને ભારત સાથેના સંબંધોને કારણે વધુ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો જ્યારે ઘણા ટુર પેકેજો રદ કરવાનું શરૂ કર્યું હતું. અનેક ટ્રાવેલ પ્લેટફોર્મ્સે પ્રવાસીઓને તુર્કીયે અને અઝરબૈજાનની મુસાફરી ટાળવાની સલાહ આપી છે. તો બીજી તરફ ગો હોમસ્ટેઝે ટર્કિશ એરલાઇન્સ સાથેનો કરાર પણ રદ્દ કર્યો છે.

વધુ વાંચો : બલુચિસ્તાનથી લઈને LoC સુધી, આ રીતે પાકિસ્તાનની કમર ભાંગી નાખી

કર્મચારીઓની નોકરી પર સંકટના વાદળો

જ્યારે કંપની તેના ભારતીય વ્યવસાયને લગતા 183 કરોડ રૂપિયાના બાકી દેવાના બોજ હેઠળ દબાયેલી છે, ત્યારે કામગીરી બંધ થવાને કારણે, આ જવાબદારીઓ હવે અનિશ્ચિત બની ગઈ છે. વધુમાં, દેશમાં ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને કાર્ગો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેનું 200-250 મિલિયન ડૉલકનું રોકાણ રાઇટ ઓફ અથવા રિસાયકલ થવાના જોખમમાં છે. આમાંથી રાહત મેળવવા માટે, સેલેબીએ રાહત માટે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે અને તેની અરજી પર સુનાવણી થવાની છે. ભારતની કાર્યવાહીથી કંપનીના 3,800થી વધુ કર્મચારીઓ પ્રભાવિત થયા હોવાના અહેવાલ છે. અને તેમની નોકરી પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pahalgam Attack Boycott Turkey Impact Turkish Aviation Company Celebi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ