બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / પ્રેમી સાથે વાત કરી રહેલી પત્નીને ટોકી, તો પતિનું કાપી નાખ્યું પ્રાઈવેટ પાર્ટ, થયું દર્દનાક મોત
Last Updated: 08:24 AM, 16 March 2025
Bihar Crime : બિહારથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાસ્તવમાં બિહારના હાજીપુરમાં પતિ-પત્ની વચ્ચે લોહિયાળ હોળીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પત્નીએ પોતાના જ પતિનો ગુપ્ત ભાગ કાપી નાખ્યો. આ પછી પતિનું અવસાન થયું. હાલમાં પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. આરોપી પત્નીની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવી છે.
ADVERTISEMENT
ગુસ્સામાં પ્રાઇવેટ પાર્ટ જ કાપી નાખ્યો
આ ચોંકાવનારી ઘટના હાજીપુરના કર્તાહા પોલીસ સ્ટેશન વિસ્તારના ભટૌલી ભગવાન ગામની છે. અહીં મિથિલેશ પાસવાન (28) નો શુક્રવારે તેની પત્ની પ્રિયંકા કુમારી સાથે ઝઘડો થયો હતો. આ વિવાદ એટલો વધી ગયો કે ,ગુસ્સામાં પત્નીએ તેના પતિ મિથિલેશ પાસવાનનો ગુપ્તાંગ કાપી નાખ્યો, જેના કારણે પતિ મિથિલેશનું દર્દનાક મોત થયું.
ADVERTISEMENT
પત્નીની ધરપકડ
ઘટનાની માહિતી મળતા જ પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મિથિલેશના મૃતદેહને પોતાની કસ્ટડીમાં લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે સદર હોસ્પિટલમાં મોકલી આપ્યો. આરોપી પત્ની પ્રિયંકા કુમારીને તેના પતિની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં મોકલી દેવામાં આવી હતી.
પત્ની તેના પ્રેમી સાથે કરી રહી હતી વાત
કહેવામાં આવી રહ્યું છે કે, પત્ની તેના પ્રેમી સાથે વાત કરી રહી હતી, જેના વિશે પતિને માહિતી મળી. આ પછી પતિએ આ વિશે પૂછ્યું. આ સમય દરમિયાન વિવાદ એટલો વધી ગયો કે ગુસ્સે ભરાયેલ પત્નીએ તેના પતિનો ગુપ્તાંગ કાપીને તેની હત્યા કરી દીધી. આ કેસમાં DSP ગોપાલ મંડલે જણાવ્યું હતું કે, હોળીના દિવસે પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. આ દરમિયાન તેની પત્નીએ તેના પર હુમલો કર્યો જેના કારણે તેનું મોત નીપજ્યું. FIR નોંધ્યા બાદ મૃતકની પત્નીને કસ્ટડીમાં લેવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
હોસ્પિટલના ડોક્ટર વિશાલ કુમારે જણાવ્યું કે, મિથિલેશનું મૃત્યુ થયું છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે, મિથિલેશના શરીરના ઉપરના ભાગમાં અને શિશ્ન પર પણ ઈજાઓ હતી, જેના કારણે તેનું મૃત્યુ થયું. મૃતકના પરિવારના ઘણા લોકોએ કહ્યું કે, પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. બંને ઘરમાં બંધ હતા. ત્યારબાદ ખબર પડી કે મિથિલેશનું મૃત્યુ થઈ ગયું છે. ઝઘડો થયો છે, ગુપ્તાંગ કાપી નાખવામાં આવ્યા છે. હાલમાં પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે અને તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.