બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / 'જેમના પાસેથી જવાબ...' રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર 'મેચ ફિક્સિંગ'નો લગાવ્યો આરોપ
Last Updated: 06:44 PM, 21 June 2025
National News: કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી ડેટા અને સીસીટીવી ફૂટેજ ઝડપથી નાશ કરવાના નિર્દેશ પર ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે તેને "મેચ ફિક્સિંગ" ગણાવ્યું છે. પંચે 45 દિવસ પછી ડેટાનો નાશ કરવાનો નિર્દેશ આપ્યો છે, જેનાથી વિપક્ષ ગુસ્સે ભરાયો છે. રાહુલ ગાંધી માને છે કે આનાથી ચૂંટણીની પારદર્શિતા ઓછી થશે અને લોકશાહી માટે ખતરો છે.
ADVERTISEMENT
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે ચૂંટણી પંચના તાજેતરના જાહેરનામા પર આકરા પ્રહારો કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી સંબંધિત ઇલેક્ટ્રોનિક ડેટા અને સીસીટીવી ફૂટેજ ઝડપથી નાશ કરવાનો ચૂંટણી પંચનો નિર્દેશ લોકશાહી વિરુદ્ધ છે અને તે સ્પષ્ટ છે કે "મેચ ફિક્સિંગ" કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ચૂંટણી આયોગએ તાજેતરમાં તેના રાજ્ય ચૂંટણી અધિકારીઓને એક નિર્દેશ જારી કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો 45 દિવસની અંદર ચૂંટણી પરિણામોને કોર્ટમાં પડકારવામાં નહીં આવે, તો તેઓ સંબંધિત ચૂંટણી સીસીટીવી ફૂટેજ, વેબકાસ્ટિંગ રેકોર્ડિંગ્સ અને વીડિયોગ્રાફીનો નાશ કરી શકે છે. આ નિર્દેશ 30 મેના જારી કરવામાં આવ્યો હતો.
આયોગે પોતાના પત્રમાં જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા જાળવવા માટે સીસીટીવી, વેબકાસ્ટિંગ, વિડીયોગ્રાફી અને અન્ય ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા રેકોર્ડિંગ કરવામાં આવે છે, પરંતુ તાજેતરના વર્ષોમાં આ રેકોર્ડિંગનો ઉપયોગ કહેવાતા "દુર્ભાવનાપૂર્ણ વિમર્શ" બનાવવા માટે પણ કરવામાં આવ્યો છે, જે કમિશનની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઉભા કરે છે.
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા
આ નિર્દેશ સામે આવ્યા પછી રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉ ટ્વિટર) પર એક તીખુ નિવેદન આપ્યું. તેમણે લખ્યું, "મતદાર યાદી? 'મશીન રીડેબલ ફોર્મેટ' નહીં આપે. સીસીટીવી ફૂટેજ? કાયદો બદલીને તેને છુપાવી દીધું. ચૂંટણીનો ફોટો-વિડીયો? હવે 1 વર્ષ, ફક્ત 45 દિવસમાં તેને મિટાવી દેવાશે."
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે જેમની પાસેથી જવાબો માંગવા જોઈતા હતા, તેઓ હવે પુરાવા મીટાવી રહ્યા છે. તેમણે સીધો આરોપ લગાવ્યો કે તે સ્પષ્ટપણે દેખાય છે, મેચ ફિક્સ છે અને ફિક્સ્ડ ચૂંટણી લોકશાહી માટે ઝેર છે.
કોંગ્રેસ નેતાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વિપક્ષી પક્ષો પહેલાથી જ 2024 ની સામાન્ય ચૂંટણીઓમાં EVM ની કામગીરી, મતદાર ડેટાની ઍક્સેસ અને પારદર્શિતા અંગે ઘણા પ્રશ્નો ઉઠાવી ચૂક્યા છે.
ADVERTISEMENT
રાહુલે મહારાષ્ટ્ર ચૂંટણીમાં મેચ ફિક્સિંગના આરોપો લગાવ્યા હતા
ADVERTISEMENT
ઘણા વિપક્ષી પક્ષોએ ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખવામાં પારદર્શિતાની માંગ કરી છે. આ સંદર્ભમાં, રાહુલ ગાંધીનું નિવેદન માત્ર કોંગ્રેસનું વલણ સ્પષ્ટ કરતું નથી, પરંતુ લોકશાહી અને ચૂંટણી પ્રણાલીની પારદર્શિતા અંગે વિશ્વાસના વધતા જતા સંકટ તરફ પણ નિર્દેશ કરે છે.
આ પણ વાંચોઃ અમદાવાદ-ગાંધીનગર સહિતના વિસ્તારોમાં મેઘરાજાનું મંડાણ, વાતાવરણમાં ઠંડક પ્રસરી
અગાઉ પણ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર ચૂંટણીમાં મેચ ફેક્સિંગનો આરોપ લગાવ્યો હતો અને ચૂંટણી પંચે તેનો જવાબ પણ આપ્યો હતો. આ વિષય પર રાહુલ ગાંધી અને ચૂંટણી પંચ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને હવે ફરી રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે.
વિપક્ષનો આરોપ છે કે ચૂંટણી પંચ દ્વારા મહત્વપૂર્ણ ચૂંટણી ડેટાની ઍક્સેસને વારંવાર મર્યાદિત કરવી પારદર્શિતાના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. તે જ સમયે કમિશન કહે છે કે રેકોર્ડનો નાશ કરવા માટે સમય મર્યાદા નક્કી કરવી પ્રક્રિયાગત અને કાનૂની કારણોસર છે, જેનો હેતુ ડેટાના દુરુપયોગને રોકવાનો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.