બ્રેકિંગ ન્યુઝ
Priykant Shrimali
Last Updated: 08:01 AM, 17 June 2025
Air India flight : અમદાવાદ વિમાન દુર્ઘટના પછી હવાઈ સેવાઓ અંગે ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે. દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઇટને ટેકનિકલ સમસ્યા બાદ હોંગકોંગ પરત ફરવું પડ્યું હતું ત્યારબાદ બીજી ફ્લાઇટમાં પણ કેટલીક ટેકનિકલ સમસ્યા આવી હતી જેના કારણે પ્લેનને ખાલી કરાવવું પડ્યું હતું. આ ફ્લાઇટ અમેરિકાથી મુંબઈ આવી રહી હતી પરંતુ કોલકાતામાં જ પ્લેનમાં સમસ્યા ઉભી થઈ હતી જેના કારણે તેને ખાલી કરાવવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ વાયા કોલકાતા જતી એર ઈન્ડિયાની ફ્લાઈટના એન્જિનમાં ખામી સર્જાઈ હતી જેના કારણે મુસાફરોને મંગળવારે વહેલી સવારે કોલકાતા એરપોર્ટ પર તેના નિર્ધારિત સ્ટોપઓવર દરમિયાન વિમાનમાંથી નીચે ઉતરવાની ફરજ પડી હતી.
મુસાફરો સવારે 5 વાગ્યે ઉતર્યા
ADVERTISEMENT
ફ્લાઇટ AI 180 મધ્યરાત્રિ પછી લગભગ 00.45 વાગ્યે કોલકાતા એરપોર્ટ પર આવી પરંતુ ડાબા એન્જિનમાં ટેકનિકલ ખામીને કારણે મુંબઈ જતી ફ્લાઇટ મોડી પડી. આ પછી લગભગ 05.20 વાગ્યે ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરોને વિમાનમાંથી બહાર નીકળવાનું કહેવામાં આવ્યું. ફ્લાઇટના કેપ્ટને મુસાફરોને જણાવ્યું કે ફ્લાઇટ સલામતીના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
VIDEO | Kolkata: An Air India flight from San Francisco to Mumbai via Kolkata suffered a technical snag in one of its engines, requiring passengers to be deplaned during a scheduled halt at the city airport early on Tuesday.
— Press Trust of India (@PTI_News) June 17, 2025
Flight AI180 arrived on time at the city airport at… pic.twitter.com/0MSUiiwPdZ
ADVERTISEMENT
દિલ્હી આવી રહેલા વિમાનમાં ટેકનિકલ સમસ્યા આવી
સોમવારે એર ઇન્ડિયાના બીજા વિમાનમાં ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી જેના કારણે વિમાનને પરત ફરવું પડ્યું હતું. એર ઇન્ડિયાના ડ્રીમલાઇનર બોઇંગ વિમાને દિલ્હી માટે ઉડાન ભરી તેના થોડા સમય પછી તેમાં ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી જેના કારણે તેને હોંગકોંગ પરત ફરવું પડ્યું હતું. આ મામલે એરલાઇન્સ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે, ફ્લાઇટ નંબર AI 315 એ હોંગકોંગમાં સલામત ઉતરાણ કર્યું હતું, બધા મુસાફરો સુરક્ષિત રીતે નીચે ઉતર્યા હતા. બાદમાં ફ્લાઇટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો : એર ઈન્ડિયાની માઠી બેઠી, ચાલુ ફ્લાઇટમાં ફરી ગરબડ, રાંચી જઈ રહેલા પ્લેનનો યુટર્ન
ADVERTISEMENT
બ્રિટિશ એરવેઝના વિમાનમાં પણ ખામી
એ જ રીતેરવિવારે ચેન્નાઈ જઈ રહેલા બ્રિટિશ એરવેઝના બોઇંગ ડ્રીમલાઇનર વિમાનમાં પણ ટેકનિકલ સમસ્યા આવી હતી જેના કારણે તે અધવચ્ચે જ લંડન પરત ફર્યું હતું. બ્રિટિશ એરવેઝે જણાવ્યું હતું કે ફ્લાઇટ સુરક્ષિત રીતે ઉતરી ગઈ હતી અને ક્રૂ મેમ્બર્સ અને મુસાફરો આરામથી બહાર નીકળી ગયા હતા. તાજેતરના સમયમાં ફ્લાઇટમાં કોઈપણ સમસ્યા આવે તો એરલાઇન કંપનીઓ તાત્કાલિક સતર્ક થઈ રહી છે અને મુસાફરોની સલામતી પર ખાસ ધ્યાન આપી રહી છે. ગયા અઠવાડિયે અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું હતું જેમાં 270 થી વધુ લોકોનાં મોત થયાં હતાં.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.