ઉત્તર પ્રદેશના આગ્રામાં કેટલાક અજ્ઞાત લોકોએ મોટા ગુનાને અંજામ આપ્યો છે. આ લોકોએ એક ખાનગી બસને હાઈજેક કરી હતી અને ડ્રાઈવર કન્ડક્ટરને બંધક બનાવ્યા હતા. બસમાં 37 લોકોને મુસાફરી કરી રહ્યા હતા. મુસાફરોને ઝાંસીમાં ઉતારી દીધા હતા. હજુ સુધી બસનો કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસ બસની શોધખોળ કરી રહી છે.
બસમાં 37 લોકોને મુસાફરી કરી રહ્યા હતા
મુસાફરોને ઝાંસીમાં ઉતારી દીધા હતા
હજુ સુધી બસનો કોઈ પત્તો લાગ્યો નથી
ઘટના મલપુરા પોલીસ સ્ટેશનના દક્ષિણ બાયપાસ પર મોડી રાત્રે ઘટી હતી. જાણકારી મુજબ ગ્રુરુગ્રામથી પન્ના(મધ્યપ્રદેશ) જઈ રહેલી પ્રાઈવેટ બસને કેટલાક અજાણ્યા લોકોએ રોકી ડ્રાઈવર - કન્ડક્ટરને ઉતારી દિધા હતા. બન્નેને ખાનગી ગાડીમાં બેસાડી લઈ ગયા હતા. જ્યારે બીજા ડ્રાઈવરની મદદથી બસ ચલાવી લઈ ગયા હતા.
લગભગ 2 કલાક ડ્રાઈવર - કન્ડક્ટર આમ તેમ ફેરવ્યા બાદ તેમને એક ઢાબા પર છોડી દેવામાં આવ્યા હતા. પ્રવાસીઓને બીજી બસમાં ઝાંસી મોકલવામાં આવ્યા હતા. હાલમાં ઝાંસીથી મુસાફરોને તેમનાં ગંતવ્ય સ્થાને મોકલવામાં આવી રહ્યા છે.
રાયગઢ ટોલ ક્રોસ કર્યા પછી દ.બાયપાસથી આગળ બસને ઓવરટેક કરવામાં આવી હતી. ઓવરટેક કરનારા લોકોએ પોતાને ફાઈનાન્સ કંપનીના હોવાનું જણાવ્યું હતુ અને કહ્યું હતું કે હપ્તા ન ભર્યા હોવાથી બસ લઈ જઈ રહ્યા છે. ગ્વાલિયરની ટ્રાવેલ્સ કંપની દેવામાં હતી જેથી તે હપ્તા ભરી શકતી નહોંતી.