બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:20 AM, 25 March 2025
નાગપુરમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં 27 વર્ષીય મહિલા પર લગ્નના બહાને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેનો અશ્લીલ વીડિયો બનાવવામાં આવ્યો હતો. આરોપી નિહાલ પાટીલે મહિલા સાથે મેટ્રિમોનિયલ સાઇટ પર મિત્રતા કરી અને લગ્નનું વચન આપીને તેને અલગ અલગ હોટલમાં બોલાવી. આ સમય દરમિયાન, તેણે મહિલાના પીણામાં નશીલા પદાર્થો ભેળવીને તેના પર દુષ્કર્મ આચર્યું અને વાંધાજનક વીડિયો બનાવ્યો.
ADVERTISEMENT
પીડિતા અને આરોપી લગભગ એક વર્ષ પહેલા એક મેટ્રિમોનિયલ વેબસાઇટ દ્વારા મિત્ર બન્યા હતા. ફોન પર વાત કર્યા પછી બંને મળવા લાગ્યા અને ઘણી વખત હોટલમાં પણ ગયા. નિહાલ પાટીલ મહિલાના માતા-પિતાને પણ મળ્યો અને તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી, જેના કારણે મહિલાને તેનામાં વિશ્વાસ આવ્યો. કોરાડી વિસ્તારની એક હોટલમાં સમય વિતાવ્યા પછી બંને માનકાપુરની એક હોટલમાં રોકાયા. તે સમયે આરોપીએ મહિલાના પીણામાં નશીલા પદાર્થ ભેળવી દીધો અને જ્યારે તે બેભાન થઈ ગઈ ત્યારે તેનો અશ્લીલ વીડિયો બનાવ્યો. જ્યારે પીડિતાએ લગ્નની માંગણી ફરી કરી ત્યારે આરોપીએ તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો. જ્યારે મહિલાએ આનો વિરોધ કર્યો તો તેણે તેને પણ માર માર્યો.
ADVERTISEMENT
વધુ વાંચો : માતાપિતાએ આઈફોન ન લઈ આપ્યો તો પુત્રીએ બ્લેડથી હાથ પર 19 ઠેકાણે કાપા માર્યાં
તેમ છતા પીડિતાએ હિંમત ભેગી કરી અને કોરાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે નિહાલ પાટિલ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધ્યો છે અને તપાસ ચાલુ છે. આ ઘટનાએ ફરી એકવાર ઓનલાઈન મેટ્રિમોનિયલ સાઈટ્સ દ્વારા થઈ રહેલા છેતરપિંડી અને જાતીય શોષણના વધતા જતા કિસ્સાઓ પર પ્રકાશ પાડ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.