બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:55 AM, 9 June 2025
મુંબઇમાં સોમવારે સવારે 9:30 વાગ્યે થાણેના મુમ્બ્રા રેલ્વે સ્ટેશન નજીક મુંબ્રા-દિવા રેલ્વે લાઇન પર એક દુઃખદ ટ્રેન અકસ્માત બન્યો છે. CSMT તરફ જતી એક ઝડપી લોકલ ટ્રેનમાંથી 10 થી 12 મુસાફરો પાટા પર પડી ગયા હતા. આ અકસ્માતમાં પ્રાથમિક માહિતી પ્રમાણે ઓછામાં ઓછા 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ વધુ તપાસમાં જાણવા મળ્યું છે કે આ દુર્ઘટનામાં 4થી વધુ લોકોના મોત નિપજ્યા છે. મોત અને ઘાયલોના અંકને લઈ રેલ્વે અને પોલીસ તંત્ર દ્વારા તપાસ ચાલુ છે.
ADVERTISEMENT
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા કે ટ્રેનમાં ખૂબ જ વધુ ભીડ હતી અને ઘણા મુસાફરો દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા. વધુ ભીડ અને સુરક્ષા નિયમોની અવગણનાને કારણે આ દુઃખદ ઘટના બની હતી. અકસ્માત સમયે ત્યાં પુષ્પક એક્સપ્રેસ અને લોકલ ટ્રેન બંને પસાર થઈ રહ્યી હતી, એટલે સ્પષ્ટ કરવું મુશ્કેલ છે કે મુસાફરો કઈ ટ્રેનમાંથી પડ્યા હતા. જોકે, આ અકસ્માતથી મુસાફરો ભયભીત થઈ ગયા હતા.
ADVERTISEMENT
રેલ્વે પોલીસ (GRP) અને સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘાયલોને તાત્કાલિક થાણે સિવિલ હોસ્પિટલ અને કલ્યાણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા છે. ગંભીર ઘાયલોની સંખ્યા વધુ હોવાની શક્યતા છે. રેલ્વે વહીવટીતંત્રે આ અકસ્માતની સંપૂર્ણ તપાસ શરૂ કરી દીધી છે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળવા માટે સુરક્ષા વધારવાના પગલાં પર વધુ ધ્યાન કેન્દ્રત કરી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ અકસ્માતના કારણે મધ્ય રેલ્વેની લોકલ ટ્રેન સેવા મુમ્બ્રા-દિવા સેક્શન પર થોડા સમય માટે ધીમી પડી ગઈ હતી. જેના કારણે હજારો મુસાફરોને મુસાફરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રેલ્વેએ ટૂંક સમયમાં સેવાઓ પુનઃસ્થાપિત કરી શકે તેવી માહિતી પ્રાપ્ત થઇ રહી છે. મુંબઈની લોકલ ટ્રેનોમાં દરરોજ આશરે 80 લાખ મુસાફરો મુસાફરી કરતા હોય છે, તેથી આવી દુર્ઘટનાઓનું પરિણામ ગંભીર બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.