બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:22 PM, 23 May 2025
હાલમાં દેશભરમાં વરસાદી માહોલ છે. હવામાન વિભાગ દ્વારા દેશભરના વિવિધ રાજ્યો માટે આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદનો કહેર ચાલુ છે. રાજ્યમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે. આ વરસાદથી ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. દરમિયાન હવામાન વિભાગે મુંબઈ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આજે એટલે કે શુક્રવારે રાત્રે 10 વાગ્યે આવનારી ઊંચી ભરતીને કારણે દરિયામાં તોફાન રહેશે. આવનારી ભરતીને કારણે, દરિયામાં ચારથી પાંચ મીટર ઊંચા મોજા ઉછળશે. તેથી, મહાનગરપાલિકાએ નાગરિકોને આ સમયગાળા દરમિયાન દરિયાની ખૂબ નજીક ન જવા અપીલ કરી છે.
ADVERTISEMENT
છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈ અને તેના ઉપનગરોમાં સતત વરસાદ પડી રહ્યો છે. આ વરસાદને કારણે નાગરિકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. દરમિયાન હવામાન વિભાગે ફરી એકવાર મુંબઈમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ભારે વરસાદ સાથે વીજળી પડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને સાવધાની રાખવાની અપીલ કરી છે.
ADVERTISEMENT
હવામાન વિભાગના અહેવાલ મુજબ મુંબઈમાં વાવાઝોડા અને હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, વિવિધ વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.દરમિયાન કોંકણ અને ગોવાના દરિયાકાંઠે એક નીચા દબાણનું ક્ષેત્ર રચાયું છે. આ નીચા દબાણવાળા ક્ષેત્ર આગામી 36 કલાક દરમિયાન વધુ તીવ્ર બનવાની શક્યતા છે. તેથી, આગામી 36 કલાકમાં મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. કોંકણના ઘણા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મરાઠવાડા અને વિદર્ભમાં પણ વરસાદની શક્યતા છે.
વધુ વાંચો : ભારતીય વિદ્યાર્થીઓને ઝટકો! ડોનાલ્ડ ટ્ર્મ્પના નિર્ણયથી યુનિવર્સિટીમાં એડમિશન રદ
બીજી તરફ, આ વર્ષે ચોમાસુ વહેલું આવવાની શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું છે કે 25 મે સુધીમાં ચોમાસુ કેરળમાં પ્રવેશી શકે છે. 2009માં ચોમાસુ વહેલું પહોંચ્યું હતું અને હવે 16 વર્ષ પછી ચોમાસુ વહેલું પહોંચવાની શક્યતા છે. એવો અંદાજ છે કે ચોમાસુ 25 મેના રોજ કેરળ પહોંચશે, ત્યારબાદ તે ધીમે ધીમે સમગ્ર દેશને આવરી લેશે. આ વર્ષે વરસાદ સરેરાશ કરતાં વધુ રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે દેશમાં લગભગ ૧૦૭ ટકા વરસાદની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.