national Maoists kill samajwadi party leader and fired to vehicles in bijapur district of chhattisgarh
હત્યા /
સપા નેતાનું અપહરણ બાદ હત્યા કરાઈ, મૃતદેહ રસ્તા પર ફેંકાયો
Team VTV03:21 PM, 19 Jun 19
| Updated: 03:36 PM, 19 Jun 19
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલિઓએ સમાજવાદી પાર્ટીના એક નેતાની અપહરણ બાદ ઘાતકી હત્યા કરી નાંખી. હત્યા બાદ નક્સલિઓએ મૃતદેહને રસ્તા પર ફેંકી હતો, ઉપરાંત રસ્તા નિર્માણમાં લાગેલા ચાર વાહનોને પણ આગના હવાલે કરી નાંખ્યા. હત્યાના સમાચાર મળ્યા બાદ જ્યારે મૃતકની પત્ની અને ભાઇ ઘટના સ્થળે પહોંચ્યા તો નક્સલીઓેએ મૃતહેદ પણ ન લઇ જવા દીધો.
આ અંગે પ્રાપ્ત જાણકારી મુજબ, બીજાપુર જિલ્લામાં નક્સલિઓએ સપા નેતા સંતોષ પુનેમનું મંગળવારે અપહરણ કરી લીધું હતું. રાત્રીના સમયે ધારદાર હથિયારથી એમની ઘાતકી હત્યા કરી નાંખી છે. બુધવારે સવારે મરિમલ્લા ગાંમ પાસે સંતોષનો મૃતદેહ રસ્તા પર મળ્યો હતો. સંતોષ પુનેમ સમાજવાદી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ હતા.
બીજાપુરના પોલીસ સુપ્રિટેન્ટેન્ટ દિવ્યાંગ પટેલે આ ઘટનાની પુષ્ટી કરી છે. આ ઘટના ઇલમિડી પોલીસ સ્ટેશન પાસે ઘટી હતી. હાલ હત્યાના કારણો સંબંધમાં કોઇ ખુલાસો થયો નથી. આ અંગે તપાસ ચાલી રહી છે. આપને જણાવીએ કે, બે મહીના પહેલા નક્સલિઓએ દાંતેવાડાના કુંઆકોન્ડા બ્લોક સ્થિત ગ્રામ શ્યામ ગિરીમાં આઇઇડી બ્લાસ્ટ કરી સ્થાનિય ધારાસભ્યની હત્ચા કરી નાંખી હતી.
Chhattisgarh: Samajwadi Party (SP) leader Santosh Punem who was abducted by Naxals yesterday in Bijapur has been found dead today. Santosh had contested the recently concluded assembly elections in Chhattisgarh from Bijapur on SP ticket. pic.twitter.com/psVqqM8h05