બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:53 AM, 16 April 2025
ભારતમાં હાલ ગરમીનો કહેર વધી રહ્યો છે. કાળઝાળ તાપમાન અને સતત વધી રહેલા પારા વચ્ચે સામાન્ય લોકોનું જીવન ખોરવાઈ ગયું છે. ઘણી જગ્યાએ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી રહ્યું છે, જેના કારણે લોકો ઘરની બહાર નીકળવા માટે પણ બે વાર વિચારે છે. આવી ગરમીમાં શરીર પર ગંભીર અસર પડી શકે છેઅને એસી કે કૂલર વિના ઘરમાં ટકી રહેવું પણ મુશ્કેલ બની ગયું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
તાજેતરમાં થયેલા એક સંશોધન અનુસાર જાણવા મળ્યું છે કે એક હીટવેવ (ગરમીનું મોજું) બીજા હીટવેવ માટે અનુકૂળ પરિસ્થિતિઓ ઉભી કરી શકે છે. એટલે કે હવે એક સાથે બે તીવ્ર હીટવેવ આવવાની શક્યતા વધી રહી છે. ભારતમાં તાપમાન સતત વધી રહ્યું છે અને આ ગરમી ઉત્તર ભારતમાં શરૂ થઈ દક્ષિણ સુધી પહોંચે છે.
કોઈ પણ હવામાન સ્થિતિ હોય, તેનું સૌથી વધુ નુકસાન ગરીબ વર્ગને જ થાય છે. ખાસ કરીને ઉનાળામાં, જ્યાં પાણી, વીજળી અને ઠંડકના સાધનોની અછત હોય છે, ત્યાં ગરીબોની સ્થિતિ વધુ ખરાબ બની જાય છે. દર વર્ષે ઉનાળાની ત્રતુમાં અનેક ગરીબ લોકો ગરમીના કારણે પોતાનું જીવન ગુમાવે છે.
21 જુલાઈ, 2023ના રોજ લોકસભામાં પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે આંકડા જાહેર કરતા કહ્યું હતું કે, 2015થી 2023 સુધીના વર્ષોમાં ભારતમાં હીટવેવ એટલે કે તીવ્ર ગરમીના કારણે કુલ 4057 લોકોનાં દુઃખદ મોત થયા છે. વર્ષ 2015 સૌથી વધુ પ્રાણઘાતક સાબિત થયું હતું, જેમાં 2040 લોકોનાં મોત થયા હતા. 2016માં 1102, 2017માં 375, 2018માં 24, 2019માં 215, 2020માં 4, 2021માં 0, 2022માં 33 અને 2023માં 264 લોકો ગરમીના ભોગ બન્યા હતા. આ આંકડા ઘટાડો દર્શાવે છે પરંતુ દરેક મૃત્યુ એક પરિવાર માટે અકલ્પનીય શોક લાવે છે. ખાસ કરીને ત્યારે જ્યારે આવા દુર્ઘટનાઓને સમયસર ચેતવણી અને યોગ્ય વ્યવસ્થા દ્વારા અટકાવી શકાય તેમ હોય, ત્યારે તે વધુ પીડાદાયક બની જાય છે.
ભારતમાં ખાસ કરીને ત્રણ મહિના એપ્રિલ, મે અને જૂન – ભારે ગરમી ધરાવે છે. આ સમયગાળો એટલે હીટવેવ માટે સૌથી વધુ જોખમવાળો સમય છે. ઘણી જગ્યાએ તાપમાન 43 થી 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે, જે માનવી માટે ખુબ જ જોખમકારક છે. હવામાન વિભાગ દર વર્ષે ચેતવણી આપે છે કે આવા સમયમાં ઘર બહાર ન નીકળો, સાવચેતી રાખો, પાણી વધુ પીવો અને લાંબા કપડાં પહેરો.
આ પણ વાંચો : શિવ ભક્તો માટે ખુશખબર, જલ્દી શરૂ થઈ શકે છે કૈલાશ માનસરોવર યાત્રા
ચોમાસાની ઋતુ થોડા અંશે રાહત આપે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી એવું લાગી રહ્યું છે કે વરસાદની ઋતુ પણ પૂરતી રાહત આપતી નથી. ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને ઘણા વિસ્તારોમાં પાણીની અછત પણ સર્જાઈ રહી છે. આ સાથે જ ભવિષ્યમાં વધુ ઉગ્ર ગરમી જોવા મળવાની આગાહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.