બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:17 PM, 23 March 2025
કોઈ છોકરો કે છોકરી લગ્ન ના કરે તો તેના ઘણા કારણ હોઈ શકે છે. પરંતુ શું કોઈ ગામ પોતે લગ્ન ન કરવાનું કારણ હોઈ શકે? કદાચ તમે આ પહેલા ક્યારેય સાંભળ્યું નહીં હોય પરંતુ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે એક એવું ગામ છે જ્યાં કોઈ છોકરાઓ સાથે કોઈ છોકરી લગ્ન કરવા માંગતી નથી. એટલા માટે આ ગામને 'કુંવારાઓનું ગામ' નામ આપવામાં આવ્યું છે. આ હાવેરી જિલ્લાનું જોંડાલગટ્ટી ગામ છે.
ADVERTISEMENT
લગ્ન ન કરવાનું કારણ શું ?
કેરળના જોંડાલાગટ્ટી ગામના છોકરાઓ માટે લગ્ન કરવા એ કોઈ મોટા કાર્યથી ઓછું નથી. કારણ કે છોકરીઓ અને તેમના પરિવારો આ ગામ સાથે કોઈ પણ સંબંધ બાંધવાની ચોખ્ખી ના પાડે છે. હવે તમે વિચારતા હશો કે ગામમાં એવું શું છે કે છોકરીઓ ત્યાંના છોકરાઓ સાથે લગ્ન કરવાની ના પાડે છે? તો આ પાછળનું કારણ ફક્ત ગામની ખરાબ સ્થિતિ છે અને બીજું કંઈ નથી.
ADVERTISEMENT
અહીં 200 લોકોની વસ્તી છે
આ ગામમાં આરોગ્ય સેવાઓ, રસ્તાઓ, સંદેશાવ્યવહાર સુવિધાઓ અને અન્ય આવશ્યક સુવિધાઓ નહિવત્ છે. જેના કારણે અહીં કોઈ છોકરી લગ્ન યોગ્ય છોકરાઓ સાથે ઘર વસાવવા માટે તૈયાર નથી. લગભગ 200 લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં 20 થી વધુ યુવાનો વર્ષોથી લગ્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તેમાંથી કોઈને પણ તેમની પસંદગીની છોકરી મળી રહી નથી.
શાળામાં ફક્ત 5 બાળકો
લાંબા સમયથી કોઈ ચોક્કસ જગ્યાએ યુવાનોના લગ્નનો અભાવ તે સ્થળના ભવિષ્ય વિશે ઘણા પ્રશ્નો ઉભા કરે છે. કારણ કે આ સ્થિતિના પરિણામો આવવાના શરૂ થઈ ગયા છે. આ ઘટનાની અસર શાળાઓ પર પણ જોવા મળી છે. ગામમાં લગ્ન ના થતાં હોવાને લીધે જન્મદર લગભગ શૂન્ય છે અને તેથી જ આ વર્ષે શાળામાં કોઈ નવા પ્રવેશ થયા નથી. શાળામાં ફક્ત પાંચ બાળકો છે અને આંગણવાડી સંપૂર્ણપણે ખાલી છે.
અહીં 41 પરિવારો રહે છે
માહિતી અનુસાર જોંડલગટ્ટી ગામમાં મોટાભાગે મરાઠા સમુદાયના લોકો રહે છે. અહીંના 41 પરિવારોમાંથી 34 આ સમુદાયના છે જ્યારે બાકીના પરિવારો OBC સમુદાયના છે. તાજેતરમાં ગામના કેટલાક યુવાનોએ ધારાસભ્ય યાસીર અહમદ ખાન પઠાણ સાથે લગ્નની સમસ્યા અંગે જાહેર સંવાદ બેઠકમાં પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: ડ્રમમાં મૃતદેહ રાખ્યા પછી મુસ્કાન ચૂપચાપ બેઠી હતી, દરવાજો ખુલ્લો હતો.., પાડોશીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
ગામની ખરાબ સ્થિતિને લીધે લગ્ન થતાં નથી
એક અહેવાલ મુજબ ધારાસભ્ય સાથેની મુલાકાત દરમિયાન ગ્રામજનોએ જણાવ્યું કે ગામમાંથી મુખ્ય રસ્તા પર પહોંચવા માટે જંગલમાંથી પસાર થવું પડે છે. જોકે ત્યાં બસ સેવા થોડા દિવસો પહેલા શરૂ થઈ છે પરંતુ તે ફક્ત સવારે જ ઉપલબ્ધ છે અને પછી સાંજે પાછી આવે છે. તેમણે કહ્યું કે ગામની ખરાબ સ્થિતિ જોઈને છોકરીઓ લગ્ન કરવાનો ઇનકાર કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.