બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:02 AM, 18 May 2025
JEE Advanced Exam : આજે એટલે કે 18 મે, 2025 અને રવિવારના દિવસે નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા દેશની 23 IITમાં પ્રવેશ માટેની JEE (જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ) એડવાન્સની પરીક્ષા યોજવામાં આવશે. જેમાં JEE મેઈન્સમાં પાસ થયેલા 14.85 લાખમાંથી ક્વોલિફાય થયેલાં અઢી લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે. આ મહત્વપૂર્ણ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે. પ્રથમ પેપર સવારે 9થી 12 સુધી અને બીજું પેપર બપોરે 2:30થી 5:30 વાગ્યા સુધી છે. બંને પેપરની વચ્ચે ઉમેદવારોને લંચ માટે અઢી કલાકનો બ્રેક મળશે.
ADVERTISEMENT
ગુજરાતમાં 10,000 ઉમેદવાર આપશે પરીક્ષા
નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા લેવાનાર આ પરીક્ષાના પેપરના પેટર્નમાં કોઈ બદલાવ હોય તો ઉમેદવારો મનમાં ગભરાટ ન લાવવો જોઈએ. બન્ને પેપર વચ્ચેના બ્રેકમાં બીજા ઉમેદવારો સાથે પેપર અંગે ચર્ચા કરવી ટાળવી. ગુજરાતમાં 10,000 ઉમેદવારની કસોટી આપવાના છે. માહિતી પ્રમાણે કુલ 17,000 સીટ સામે ક્વોલિફાય અઢી લાખ વિદ્યાર્થી વચ્ચે સ્પર્ધા છે.
ADVERTISEMENT
છેલ્લા 4 વર્ષનું કેવું છે પેપર ?
હવે જો આપણે છેલ્લા 4 વર્ષથી JEE એડવાન્સમાં પેપર-1 અને પેપર-2 ની વાત કરી તો બંને 180 માર્કના હતા અને આખું પેપર 360 માર્કનું હતું. જેમાંથી ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સના પેપર 120 માર્કના હતા.
ઉમેદવારોએ શું ધ્યાન રાખવું ?
ઉમેદવારોએ પોતાનું પ્રિન્ટેડ એડમિટ કાર્ડ, માન્ય ફોટો ID, પેન-પેન્સિલ અને સાદી પારદર્શક પાણીની બોટલ તૈયાર કરી લેવી. એડમિટ કાર્ડ પર ઉમેદવાર અને માતા-પિતાનું સાઇન કરાવવી. બંને પેપર વચ્ચેના બ્રેકમાં લઈ જવા માટે નાસ્તો કે લંચ તૈયાર રાખવો. પેપર-1 માટે સવારે 8:30 વાગ્યે અને પેપર-2 માટે બપોરે 2:00 વાગ્યા સુધીમાં પરીક્ષા ખંડમાં સીટ નંબર પર બેસી જવુ.
આ સાથે તમારું નામ, રોલ નંબર અને ફોટો કોમ્પ્યુટરના સ્ક્રીન પર દેખાશે. પરીક્ષા શરૂ થાય તે પહેલા 25 મિનિટે તમારું લૉગિન કરો. આઇડી તરીકે રોલ નંબર અને પાસવર્ડ તરીકે તમારું જન્મ તારીખ. તમામ રફ વર્ક એ મોકલેલ સ્ક્રિબલ પેડ પર કરો. વધારાનું પેડ નહિ મળે અને તે મૂલ્યાંકન માટે ગણવામાં નહીં આવે. માર્કિંગ સ્કીમ સંબંધિત માહિતી ખૂબ જ મહત્વની હોય છે. પેટર્નમાં કોઈ ફેરફાર જણાય તો શાંતિ રાખો. સમયનું ધ્યાન રાખો. કમ્પ્યુટર સ્ક્રીન પર ઘડિયાળ બતાવવામાં આવશે, તેને નજર રાખતા રહો. લંચ માટે મળેલા 2.5 કલાકના બ્રેકમાં અન્ય ઉમેદવારો સાથે પેપરની ચર્ચા ટાળો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.