બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:00 PM, 18 June 2025
જાપાનના રિયો તાત્સુકી, જેને લોકો જાપાની બાબા વાંગા તરીકે ઓળખે છે, ફરી એક વાર તેની નવી ભવિષ્યવાણી સાથે ચર્ચામાં છે. રિયો તાત્સુકી એ વ્યક્તિ છે જેમણે કોવિડ-19 જેવી મહામારી અંગે પહેલેથી જ આગાહી કરી હતી. હાલ તેમની નવી ભવિષ્યવાણીનું લોકોએ ધ્યાન ખેંચ્યું છે. તેમણે પોતાના મશહૂર ચિત્ર પુસ્તક “ધ ફ્યુચર આઈ સો” (જાપાની ભાષામાં “મીરાઈ ની મીમામોરુ”)માં લખ્યું છે કે આવતા 5 જુલાઈના રોજ જાપાન અને એશિયાના કેટલાક દેશો ભારે વિનાશનો સામનો કરશે. તેમણે દાવો કર્યો છે કે 5 જુલાઈના રોજ સવારે 4:18 વાગ્યે જાપાન અને ફિલિપાઇન્સ વચ્ચેના સમુદ્રના તળિયામાં ભયાનક વિસ્ફોટ થશે, જેના કારણે ભારે તોફાની સુનામી આવશે. તેમણે લખ્યું છે કે આ સુનામી 2011માં આવેલી સુનામી કરતાં ત્રણ ગણી વધુ વિંરસક હોય શકે છે.
ADVERTISEMENT
રિયો તાત્સુકીએ જણાવ્યું કે આ દુર્ઘટના સમુદ્રની અંદર જ્વાળામુખી ફાટવા અથવા ભૂકંપના કારણે થશે અને સમગ્ર જાપાન અને એશિયાના કેટલાક ભાગોમાં વિનાશના દ્રશ્યો સર્જાશે. રિયોની આ આગાહી બાદ પૂર્વ એશિયામાં લોકોને ગભરાટ ચમકી ગયો છે. લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને આના કારણે હોંગકોંગ, તાઇવાન અને ચીનથી જાપાન માટેની મુસાફરીમાં 50% થી 83% સુધી ઘટાડો જોવા મળ્યો છે. કેટલીક એરલાઇન્સે તો જુલાઈમાં જાપાન માટેની ઘણી ફ્લાઇટ્સ રદ પણ કરી દીધી છે.
ADVERTISEMENT
જાપાન સરકાર અને વિજ્ઞાન નિષ્ણાતોએ લોકોને શાંતિ જાળવવાની સલાહ આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે રિયોની આ ભવિષ્યવાણીનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી અને અફવાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ. મિયાગી પ્રાંતના ગવર્નર યોશીહિરો મુરાઈએ પણ લોકોથી અપીલ કરી છે કે કોઈ પણ અફવા પર ધ્યાન ન આપો અને શાંતિ જાળવો. તેમણે કહ્યું કે કોઈ જાપાનમાંથી ભાગી નથી રહ્યું, અને આવી ખોટી વાતો ફેલાવવાથી દેશને નુકસાન થાય છે.
ADVERTISEMENT
રિયો તાત્સુકીનું “ધ ફ્યુચર આઈ સો” પુસ્તક ખૂબ જ રહસ્યમય માનવામાં આવે છે, કારણ કે તેમાં દર્શાવેલા કેટલાક દ્રશ્યો વર્ષો પછી ઘટનાઓ સાથે મિલતા આવ્યા છે. આ પહેલા રિયોએ તોહોકુ ભૂકંપ અને સુનામી (2011), પ્રિન્સેસ ડાયનાનો અકસ્માત, 1995નો કોબે ભૂકંપ, ફ્રેડી મર્ક્યુરીનું મૃત્યુ અને કોવિડ-19 વિશે આગાહી કરી હોવાનું માનવામાં આવે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ભૂલથી પણ આ 4 લોકોને વણમાંગી સલાહ આપવાનું કામ ન કરતા, જાણો શું કહે છે ચાણક્ય નીતિ
એ જ નહીં, રિયોએ દાવો કર્યો છે કે 2030માં કોવિડ-19નો એક નવો ઘાતક સ્વરૂપ આવશે, જે પહેલાં કરતા વધુ વિનાશ લાવશે. આ તમામ ભવિષ્યવાણીઓથી લોકોમાં જિજ્ઞાસા અને ચિંતાનું મિશ્રણ જોવા મળી રહ્યું છે, પરંતુ સરકાર અને નિષ્ણાતો જણાવી રહ્યા છે કે લોકોને શાંતિ જાળવીને સાવધ રહેવું જોઈએ અને કોઈપણ અફવાઓમાં ન આવવું જોઈએ.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.