બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ISROએ ફરી કર્યો કમાલ, બીજી વખત મેળવી ઉપગ્રહોના ડોકીંગમાં સફળતા

એચિવમેન્ટ / ISROએ ફરી કર્યો કમાલ, બીજી વખત મેળવી ઉપગ્રહોના ડોકીંગમાં સફળતા

Last Updated: 06:47 AM, 22 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇસરોએ બીજી વખત ઉપગ્રહોને ડોકીંગ કરીને વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ ટેકનોલોજી સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે અને તેને ઇન્ડિયન ડોકીંગ સિસ્ટમ નામ આપવામાં આવ્યું છે.

ઇસરોએ બીજી વખત ઉપગ્રહોને ડોકીંગ કરીને ફરી એક વાર કમાલ કરી છે. જ્યાં વિશ્વના મોટાભાગના દેશો એક પણ વાર ડોકિંગ કરવામાં સફળ થઈ શક્યા નથી. ત્યાં ભારતીય અવકાશ એજન્સીએ SpadeX મિશન હેઠળ બીજી વખત ડોકીંગનું પ્રદર્શન કર્યું, જે સાબિત કરે છે કે ભારતે આ ટેકનોલોજીમાં વિશેષ કુશળતા મેળવી છે.

ઈસરોને મળી મોટી સફળતા

આ ડોકીંગ ટેકનોલોજી સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે અને તેને ભારતીય ડોકીંગ સિસ્ટમ નામ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી અને અવકાશ રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહે સોમવારે આ સિદ્ધિ માટે ઈસરોને અભિનંદન પાઠવ્યા હતા. અગાઉ 16 જાન્યુઆરીના રોજ ભારતે બે ઉપગ્રહો - ચેઝર અને ટાર્ગેટને જોડીને પ્રથમ વખત ડોકીંગ પ્રક્રિયા પૂર્ણ કરી હતી અને ભારત આ સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વનો ચોથો દેશ બન્યો હતો. ભારત પહેલાં ફક્ત અમેરિકા, રશિયા અને ચીને જ ડોકીંગ ક્ષમતા દર્શાવી હતી.

આ પણ વાંચો: દ્વિપક્ષીય વેપારથી લઈને સંરક્ષણ અને ટેકનોલોજી સુધી, PM મોદી અને જેડી વાન્સ વચ્ચે આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

13 માર્ચે અનડોકીંગ પ્રક્રિયા સફળ રહી

ભારતે 13 માર્ચે ઇસરો દ્વારા અનડોકિંગ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. ઉપગ્રહોનું બીજું ડોકીંગ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે તે જણાવતા આનંદ થાય છે તેમ લખી કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે X પર પોસ્ટ કરી હતી. તેમણે યાદ અપાવ્યું કે, PSLV-C60/ સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ (SPADEX) મિશન 30 ડિસેમ્બર, 2024ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપગ્રહોને ડોકીંગ અને અનડોકીંગ કરવામાં આવ્યા હતા. આગામી બે અઠવાડિયામાં વધુ પ્રયોગોનું આયોજન કરવામાં આવ્યું છે. બે ઉપગ્રહો અથવા અવકાશયાનને એકબીજા સાથે જોડવાને ડોકીંગ કહેવામાં આવે છે અને અવકાશમાં જોડાયેલા બે અવકાશયાનને અલગ કરવાની ક્રિયાને અનડોકીંગ કહેવામાં આવે છે. દેશના મહત્વાકાંક્ષી લક્ષ્યોને પોતાના દમ પર પ્રાપ્ત કરવા માટે ડોકિંગ ક્ષમતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ધ્યેયોમાં ચંદ્ર પરથી નમૂનાઓ લાવવા ભારતીય અવકાશ મથક BSSનું નિર્માણ શામેલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Docking Satellites Success ISRO Success Docking Of Satellites
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ