બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / તત્કાલિક બુકિંગથી લઇને મોંઘી ટિકિટ સુધી..., આવતા મહિને બદલાવા જઇ રહ્યાં છે રેલવેના આ નિયમો
Nidhi Panchal
Last Updated: 11:40 AM, 25 June 2025
જેમ દરેક નવા મહિનાની શરૂઆતમાં કેટલાક નિયમો બદલાતા હોય છે, તેમ જ આવતા જુલાઈ 2025 મહિનામાં ભારતીય રેલવેના અનેક નિયમોમાં મોટા ફેરફારો થવાના છે. આ ફેરફારોની સીધી અસર રેલ મુસાફરો પર પડશે. ખાસ કરીને ટ્રેન ભાડામાં વધારો, તત્કાલ ટિકિટ બુકિંગની નવી પદ્ધતિ અને આધાર આધારિત ઓટિપિ (OTP) વેરિફિકેશન સહિતના નવા નિયમોનો સમાવેશ થાય છે. આ નિયમો 1 જુલાઈથી અમલમાં આવશે અને કેટલાંક ફેરફારો 15 જુલાઈથી લાગુ પડશે. આવો દરેક મુદ્દા પર વિગતવાર જાણીએ.
ADVERTISEMENT
ADVERTISEMENT
1 જુલાઈ, 2025થી, ભારતીય રેલ્વે ટ્રેન ભાડામાં નાના પ્રમાણમાં વધારો કરી રહી છે. ઘણા વર્ષો પછી ભાડામાં આવો ફેરફાર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને લાંબી અંતરની મુસાફરી કરતા લોકોને વધુ ભાડું ચૂકવવું પડશે. હવે નોન-AC મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં પ્રતિ કિમી 1 પૈસો વધુ લાગી શકે છે, જ્યારે AC ક્લાસ માટે પ્રતિ કિમી 2 પૈસો વધારો કરવામાં આવ્યો છે. જોકે, 500 કિમી સુધીની મુસાફરી માટેનો સેકન્ડ ક્લાસ ભાડું અને માસિક સીઝન ટિકિટ (MST) જેવી સ્કીમો પહેલા જેવી જ રહેશે. પરંતુ 500 કિમીથી વધુ મુસાફરી માટે ભાડામાં પ્રતિ કિમી અડધા પૈસાનો વધારો લાગુ પડશે.
ADVERTISEMENT
1 જુલાઈથી તત્કાલ ટિકિટ બુકિંગ માટે IRCTC વેબસાઈટ અથવા મોબાઇલ એપ પરથી ફક્ત આધાર-વેરિફાઇડ વપરાશકર્તાઓ જ ટિકિટ બુક કરી શકશે. રેલવે મંત્રાલયે આ અંગે જણાવ્યું છે કે આ બદલાવનો ઉદ્દેશ તત્કાલ ટિકિટોની અનિયમિતતાઓ ઘટાડવાનો છે અને જરૂરીયાતમંદ લોકોને યોગ્ય રીતે લાભ આપવાનો છે. સાથે જ, અધિકૃત એજન્ટો હવે બુકિંગ વિન્ડોની શરૂઆતના પહેલા 30 મિનિટ સુધી તત્કાલ ટિકિટ બુક નહીં કરી શકે. AC ટિકિટ માટે સમયમપર્યાદા સવારે 10:00 થી 10:30 અને Non-AC માટે સવારે 11:00 થી 11:30 રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
15 જુલાઈ, 2025થી તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં વધુ સુરક્ષા લાવવા માટે આધાર આધારિત OTP વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવશે. આનો અર્થ એ થયો કે હવે તત્કાલ ટિકિટ ખરીદતી વખતે વપરાશકર્તાને તેના મોબાઈલ પર મોકલાયેલા OTP દ્વારા ઓળખપત્રની પુષ્ટિ કરવી પડશે. આ બ્લેકમાર્કેટિંગ અથવા બોગસ બુકિંગ ઘટનાઓ અટકાવવા માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.