બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / આરોગ્ય / શું કોવિડ પછી ડેન્ગ્યુ નાબૂદ થઈ જશે? ભારતની નવી સ્વદેશી વેકસીનથી મળશે લાખો લોકોને રાહત!
Last Updated: 03:15 PM, 16 April 2025
કોરોના પછી ભારત હવે 'ડેન્ગ્યુ' સામે લડવાની તૈયારી કરી રહયું છે. જે રીતે ભારતમાં સ્વદેશી covaxin કોવિડ દરમિયાન રાહતર આપી હતી તેવી રીતે ડેન્ગ્યુ સામે રાખસના માટે DengiAll વેક્સિન લખો લોકોને રાહત આપશે. હાલ આ વેક્સિન તેના ટ્રાયલના ત્રીજા તબક્કામાં છે અને આશા છે કે બધુ જ સરખું રહ્યું તો તે આવતા વર્ષ સુધીમાં બજારમાં આવી જશે.
ADVERTISEMENT
DengiAll વેક્સિન
ICMRના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ અને કોવિડ રસીના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ડૉ. બલરામ ભાર્ગવે કોલકાતાના સાયન્સ સિટી ખાતે રસી (vaccine) પરના એક પ્રદર્શન દરમિયાન જણાવ્યું હતું કે 'DengiAll' નામની આ સ્વદેશી રસી પેનેસીયા બાયોટેક અને ICMR સાથે મળીને વિકસાવવામાં આવી રહી છે. તેના તબક્કા 1 અને 2 ના ટ્રાયલ સફળ રહ્યા છે અને હવે તેનો ત્રીજો તબક્કો 10335 લોકો પર ચાલી રહ્યો છે. જે 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 19 કેન્દ્રો પર કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
લાખો લોકોના બચશે જીવ
દર વર્ષે ચોમાસા દરમિયાન દેશના ઘણા ભાગોમાં ડેન્ગ્યુ ફેલાય છે. ખાસ કરીને બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, કેરળ, કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્યોમાં. જેના કારણે મોટી સંખ્યામાં મૃત્યુ થાય છે. આવી સ્થિતિમાં જો આ રસી સફળ થાય છે તો તે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
વધુ વાંચો: સોનિયા-રાહુલ સામેની કાર્યવાહીથી કોંગ્રેસમાં આક્રોશ, દેશભરમાં ED ઓફિસની બહાર કર્યા દેખાવો
ટેટ્રાવેલેન્ટ ડેન્ગ્યુ રસી
આ રસી યુએસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (NIH) તરફથી મળેલી ટેટ્રાવેલેન્ટ ડેન્ગ્યુ રસી સ્ટ્રેન (TV003/TV005) ના આધારે વિકસાવવામાં આવી રહી છે. NIH ના નવા નેતૃત્વ અને કેટલાક રાજકીય કારણોથી ભારત-અમેરિકા સહયોગ પર અસર પડી છે પરંતુ રસીના વિરોધમાં ભારતમાં કોઈ રાજકીય સમર્થન મળ્યું નથી જે રાહતની વાત છે. આ સાથે સરકાર ઓગસ્ટ સુધીમાં બ્રેસ્ટ, ઓરલ અને સર્વાઇકલ કેન્સર માટે રસી શરૂ કરવાની યોજના બનાવી રહી છે જેનો 9 થી 16 વર્ષની છોકરીઓને ઘણો ફાયદો થશે. આ બધા પ્રયાસો પરથી સ્પષ્ટ થાય છે કે ભારત હવે માત્ર રોગો સામે લડી રહ્યું નથી પરંતુ આરોગ્ય વિજ્ઞાનમાં વૈશ્વિક નેતૃત્વ તરફ પણ આગળ વધી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.