બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / યુદ્ધવિરામના બે દિવસમાં જ પાકિસ્તાન ઘૂંટણીએ, ભારતની જવાબી કાર્યવાહીમાં 11 સૈનિકોના મોત, અનેક ઘાયલ
Last Updated: 11:56 AM, 13 May 2025
જમ્મુ અને કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતમાં ભારે રોષ પ્રસરી ગયો હતો. દેશભરમાંથી પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ ઉઠી હતી. આ ઘટનાના જવાબ તરીકે ભારતે 6-7 મેની રાત્રે એક વિશેષ જવાબી કાર્યવાહી અમલમાં મૂકી હતી, જેને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું.
ADVERTISEMENT
ઓપરેશન સિંદૂર અંતર્ગત, ભારતીય સેનાએ પાકિસ્તાનની અંદર ઘૂસી જઈને આતંકવાદીઓના 9 મોટા ઠેકાણાઓને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા હતા. આ કાર્યવાહી દરમિયાન 100થી વધુ આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા હતા. આના પગલે, પાકિસ્તાને 7 મેથી 10 મે દરમિયાન ઘણીવાર ડ્રોન અને મિસાઈલ હુમલાઓ દ્વારા ભારત પર જવાબ આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક વખતે ભારતે મજબૂત અને યોગ્ય જવાબ આપ્યો.
ADVERTISEMENT
ભારતીય સેનાએ પણ આ જવાબી કાર્યવાહી દરમિયાન પાકિસ્તાનના 11 એરબેઝ અને અન્ય સ્ટ્રકચર્સને નિશાન બનાવ્યા હતા. હવે પાકિસ્તાને પણ જાહેર રીતે સ્વીકારી લીધું છે કે આ ઓપરેશનમાં તેમના 11 સૈનિકો મોતને ભેટ્યા છે અને આશરે 78 સૈનિકો ઘાયલ થયા છે. મૃત્યુ પામેલા સૈનિકોમાં અબ્દુલ રહેમાન, દિલાવર ખાન, ઇકરામુલ્લાહ, ખાલિદ, મુહમ્મદ આદિલ અકબર અને નિસારનો સમાવેશ થાય છે.
પાકિસ્તાન વાયુસેનાના પણ પાંચ અધિકારીઓનો મોત થયો છે, જેમામાં સ્ક્વોડ્રન લીડર ઉસ્માન યુસુફ, ચીફ ટેકનિશિયન ઔરંગઝેબ, ચીફ ટેકનિશિયન નિઝીબ, કોર્પોરલ ટેકનિશિયન ફારૂક અને સિનિયર ટેકનિશિયન મુબાશીરનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : યુદ્ધવિરામના બે દિવસ બાદ ભારતીય સેનાની મોટી કાર્યવાહી, એન્કાઉન્ટરમાં આતંકી ઠાર
સેનાની પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું હતું કે ઓપરેશન સિંદૂર માટે ભારત સંપૂર્ણ તૈયારીમાં હતું અને આ હુમલો અચાનક અને સચોટ રીતે અમલમાં મૂકાયો હતો. પાકિસ્તાની સૈન્યના પ્રવક્તાએ પણ આ વાતને માન્યતા આપી છે કે ભારત તરફથી થયેલી આ કાર્યવાહી ભારે હતી. આ સમગ્ર ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત સામેના આતંકવાદી હુમલાઓને કારણે પાકિસ્તાનને કડક સંદેશ આપવાનો હતો કે આવા હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT