national imd predicts widespread rain or snowfall over western himalayan region
આગાહી /
ફરી શરું થશે વરસાદ, ફરી અહીં થશે હિમવર્ષા, જાણો આ ત્રણ દિવસનું વાતાવરણ કેવું રહેશે
Team VTV08:50 AM, 27 Jan 20
| Updated: 09:15 AM, 27 Jan 20
પશ્ચિમી હિમાલય વિસ્તારમાં ફરી એકવાર પશ્ચિમ વિક્ષોભ સક્રિય થવાની શંકા છે. જેનાં કારણે હિમાલયની રેન્જના પહાડી વિસ્તારમાં વરસાદ અને બરફ વરસા શરુ થવાની શક્યતાં છે. જ્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશનાં ખેડૂતોને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
ખેડુતોને નુકશાન થઈ શકે છે
હિમાલયી રેન્જમાં બરફ વર્ષા અને વરસાદ પડી શકે છે
રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ વરસાદ પડી શકે છે
હિમાલયી વિસ્તારમાં વરસાદ અથવા હિમ વર્ષા થઈ શકે છે
એએનઆઈએ હવામાન વિભાગનાં હવાલાથી જણાવ્યું છે કે 27 જાન્યુઆરીની રાતે હિમાલયી રેન્જમાં તાજા પશ્ચિમ વિક્ષોભ સક્રિય થઈ રહ્યું છે જેનાં કારણે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશની સાથે સાથે પ. હિમાલયી વિસ્તારમાં વરસાદ અથવા હિમ વર્ષા થઈ શકે છે.
રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ વરસાદ પડી શકે છે
હવામાન વિભાગે રવિવારે એલર્ટની જાહેરાત કરતા કહ્યું હતું કે 27 જાન્યુઆરી ઉત્તર ભારતમાં છિટપુટ વિસ્તારમાં ગાજવીજ સાથે હળવો વરસાદ અથવા છાંટા પડી શકે છે. 28 અને 29 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી- એનસીઆર અને ઉત્તર પ્રદેશનાં મુખ્ય વિસ્તારોમાં ઝડપી હવા અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ત્યારે રાજસ્થાન અને ઉત્તર મધ્ય પ્રદેશમાં પણ ઝડપી પવન તથા વીજળીનાં ચમકારા સાથે વરસાદ પડી શકે છે.
ખેડુતોને નુકસાનનો સામનો કરવો પડી શકે છે
પૂર્વ ભારતનાં લોકોને હવામાનનાં પલટાનાં કારણે હેરાનગતિનો સામનો કરવો પડી શકે છે. ઉત્તર પશ્ચિમી વિસ્તારમાં 27- 28 જાન્યુઆરી બરફ વર્ષા થઈ શકે તેમ હોવાથી ખેડુતોને નુકસાનનો સામનો કરવો પડી શકે છે. રવિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 22.7 ડિગ્રી સેલ્સિયસ રહ્યું અને લઘુત્તમ તાપમાન 6.9 ડિગ્રી સેલ્સિયલ રહ્યું હતું.