બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કોણ છે IAS સ્મિતા સભરવાલ?, સોશિયલ મીડિયા પર કેમ થઈ રહી છે ટ્રોલ, જાણો મામલો

વિવાદ / કોણ છે IAS સ્મિતા સભરવાલ?, સોશિયલ મીડિયા પર કેમ થઈ રહી છે ટ્રોલ, જાણો મામલો

Last Updated: 08:50 AM, 18 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલના સમયમાં મહિલાઓએ તમામ ક્ષેત્રોમાં આગવી ઓળખ બનાવી છે. એવી જ એક પ્રેરણાદાયી મહિલા છે IAS અધિકારી સ્મિતા સભરવાલ, જેને લોકો "લેડી સિંઘમ" તરીકે ઓળખે છે. હાલ અત્યારે તેઓ એક વિવાદના કારણે ચર્ચાનો ક્રેન્દ્ર બન્યા છે.

હાલ અત્યારે દરેક ક્ષત્રે મહિલાઓ આગળ આવી ગઇ છે. અનેક મહિલાઓએ તો એવા કામ કરીને બતાવ્યા છે કે જેની કલ્પના પણ આપણે ના કરી શક્યે. એવી જ એક મહિલા છે IAS સ્મિતા સભરવાલ, જેમને લોકો "લેડી સિંઘમ" તરીકે પણ ઓળખે છે. પોતાના કડક નિર્ણય, સુંદર વ્યક્તિત્વ અને લોકહિતમાં લીધેલા પગલાં માટે જાણીતી સ્મિતા સભરવાલ હાલમાં તેલંગાણા રાજ્યમાં પ્રવાસન અને સંસ્કૃતિ વિભાગની મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તે એક વિવાદમાં છે, જેમાં AI દ્વારા બનાવેલી તસવીર તેમના માટે મુશ્કેલીનું કારણ બની છે.

smita-agarwal

શું છે એઆઇ તસવીર વિવાદ?

31 માર્ચ, 2025ના રોજ સ્મિતા સભરવાલે એક એવી તસવીર પોતાના Twitter અકાઉન્ટ પરથી રીપોસ્ટ કરી, જેમાં બુલડોઝર, હિરણ અને મોર સાથે જંગલ જેવી જગ્યાની ઝલક જોવા મળતી હતી. આ તસવીર AI દ્વારા જનરેટ કરેલો ફોટો હતો પરંતુ આના ઉપર દાવો કરવામાં આવે છે કે આ સ્થળ હૈદરાબાદ યુનિવર્સિટી પાસે આવેલી કાંછા ગચ્ચીબૌલી જમીન છે. આ બાબતને લઈને સાયબરાબાદ પોલીસ તરફથી તેમને નોટિસ આપવામાં આવી છે, કારણ કે એવી શંકા છે કે આ ફોટો ભ્રમણા ઉભી કરતો અને ખોટી માહિતી આપતો છે.

smita

કાંછા ગચ્ચીબૌલી જમીન વિવાદ

આ જમીન પર હૈદરાબાદ યુનિવર્સિટી પોતાનો હક છે તેવો દાવો કરી રહ્યા છે અને ત્યાં IT પાર્ક બનાવવાની યોજના છે. પરંતુ વિદ્યાર્થીઓ અને પર્યાવરણ પ્રેમીઓ આ પ્રોજેક્ટના વિરોધમાં છે. જેથી તેમનું માનવું છે કે આ જમીન જંગલ વિસ્તારમાં છે જ્યાં અનેક પ્રાણી અને વૃક્ષો છે. જો અહીં વિકાસકાર્ય થાય તો પર્યાવરણને મોટું નુકસાન થઈ શકે છે. હાલમાં આ મુદ્દો તેલંગાણા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બંનેમાં વિચારાધીન છે.

કોણ છે સ્મિતા સભરવાલ?

સ્મિતા સભરવાલનો જન્મ 19 જૂન 1977ના રોજ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં થયો હતો. તેઓ એક બંગાળી પરિવારની દીકરી છે. તેમના પિતા કર્નલ પ્રણબ દાસ ભારતીય સેનામાં અધિકારી હતા, જેના કારણે દેશપ્રેમ અને શિસ્ત તેમનાં જીવનમાં બાળપણથી જ સમાયેલ છે. સ્મિતાએ ICSE બોર્ડની 12મીની પરીક્ષામાં ટોપ કર્યું હતું. બાદમાં તેમણે હૈદરાબાદ સ્થિત સેંટ ફ્રાન્સિસ કોલેજ ફોર વુમનમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું.

UPSCમાં ચમક્યો તારો

IAS સ્મિતા સભરવાલ દેખાવમાં કોઈ અભિનેત્રીથી ઓછા નથી લાગતા. માત્ર 23 વર્ષની ઉમરે તેમણે UPSC પરીક્ષા પાસ કરી અને ઇન્ડિયામાં રેન્ક 4મી મેળવ્યો હતો. સ્મિતા સભરવાલ દરરોજ 6 કલાલ નિયમિત અભ્યાસ કરતા હતા જેથી પોતાનો લક્ષ્ય પ્રાપ્ત કરીશે. 2001માં મસૂરીની નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાંથી તાલીમ મેળવી. તેઓ મુખ્યમંત્રીના કાર્યાલયમાં નિમણુક પામનાર પહેલી મહિલા IAS અધિકારી રહ્યા છે.

આ પણ વાંચો : ક્યાંક ગરમી તો ક્યાંક આંધી તોફાન, જાણો ગુજરાત સહિત દેશમાં કેવું રહેશે હવામાન

સફળતાની યાત્રા

સ્મિતા સભરવાલ તેલંગાણા રાજ્યમાં ઘણી મહત્વની પદવિઓ સંભાળી ચૂકેલા છે. તેમનું કામ એટલું અસરકારક હતું કે તેમને પ્રધાનમંત્રી એક્સેલન્સ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. સ્મિતા સભરવાલ માત્ર એક કડક અને શ્રેષ્ઠ અધિકારી જ નથી, પરંતુ તેમના સોશિયલ મીડિયા પર હજારો લોકો તેમને ફોલો કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AI generated image controversy Smita Sabharwal Lady Singham
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ