બ્રેકિંગ ન્યુઝ
VTV / જોવા જેવું / તમારા કામનું / આધાર કાર્ડમાં માહિતી અપડેટ માટે આધાર સેવા કેન્દ્રમાં નહીં જવું પડે! ઘરે બેઠા જ કરો ફેરફાર
Last Updated: 05:23 PM, 5 April 2025
એક વ્યક્તિને પોતાના આધારમાં પોતાનો મોબાઇલ નંબર અને સરનામું અપડેટ કરાવવાનું હતું, જ્યારે બીજા વ્યક્તિને પોતાનો ફોટો અને બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવાનું હતું. બંને UIDAIવેબસાઇટ પર ગયા અને તેમની સામે ઘણા બધા વિકલ્પો દેખાયા. પરંતુ તેમના માટે એ સમજવું હજુ પણ મુશ્કેલ હતું કે કયું અપડેટ ઘરેથી ઓનલાઈન કરી શકાય છે અને કયું આધાર સેવા કેન્દ્રની મુલાકાત લઈને કરવું પડશે.
ADVERTISEMENT
ઘરે બેઠા કયા આધાર અપડેટ્સ ઓનલાઈન કરી શકાય છે?
નામ (જોડણીમાં નાની ભૂલ)
ADVERTISEMENT
જન્મ તારીખ (નાની ભૂલ, ફક્ત એક જ વાર સુધારી શકાય છે)
લિંગ (પુરુષ/સ્ત્રી/ટ્રાન્સજેન્ડર)
સરનામું (માન્ય સરનામાના પુરાવા સાથે)
મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી
આ રીતે પોતાનો આધાર ઓનલાઈન અપડેટ કરો.
UIDAI ની વેબસાઇટ પર જાઓ. ત્યાં Update Aadhaar Online વિકલ્પ પસંદ કરો. આધાર નંબર અને OTP વેરિફિકેશન થઈ ગયા બાદ નવા સરનામાના પુરાવા અને મોબાઇલ નંબરની વિગતો આપો. ₹50 ફી ઓનલાઈન ભરી અને વિનંતી સબમિટ કરો. જેના 7 દિવસમાં આધાર અપડેટ થઇ જશે.
કયા અપડેટ્સ ફક્ત ઑફલાઇન આધાર સેવા કેન્દ્ર પર જ કરવામાં આવશે?
નામમાં મોટો ફેરફાર (અટક અથવા પૂરું નામ બદલવું)
જન્મ તારીખમાં મોટો સુધારો
ફોટો અપડેટ
બાયોમેટ્રિક (ફિંગરપ્રિન્ટ, આઇરિસ સ્કેન)
આ રીતે ઑફલાઇન અપડેટ કરાવો
નજીકના આધાર સેવા કેન્દ્રમાં જઇને આધાર અપડેટ ફોર્મ ભરો અને ઓળખપત્ર આપો. નવો ફોટો ક્લિક કરાવો અને ફરીથી ફિંગરપ્રિન્ટ સ્કેન કરાવો. ₹100 ફી જમા કરાવી અને અપડેટ રિક્વેસ્ટ નંબર (URN) મેળવીને આધાર 10 દિવસમાં અપડેટ થઈ જશે. ઓફલાઇનમાં થોડો સમય લાગશે પરંતુ કામ પૂર્ણ ચોકસાઇ પૂર્વક થઇ જશે.
આધાર અપડેટ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?
જો ઓનલાઈન અપડેટ નકારવામાં આવે તો શું કરવું?
શું તમને ખોટા દસ્તાવેજોને કારણે નકારવામાં આવ્યા છે? નવો દસ્તાવેજ અપલોડ કરો.
માહિતી ખોટી રીતે ભરાઈ? તેને સુધારો અને ફરીથી અરજી કરો.
વારંવાર નકારાઈ રહ્યા છો? આધાર સેવા કેન્દ્ર પર જાઓ અને તેને ઑફલાઇન અપડેટ કરાવો.
આધાર અપડેટ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?
UIDAI વેબસાઇટ પર જાઓ . "આધાર અપડેટ સ્ટેટસ તપાસો" વિકલ્પ પસંદ કરો. તમારો અપડેટ વિનંતી નંબર (URN) દાખલ કરો અને સ્થિતિ તપાસો.
આ પણ વાંચો : ટેલિગ્રામ પર ફ્રીમાં ફિલ્મો જોતા હોય તો ચેતી જજો, થઈ શકે છે જેલની સજા
આધાર અપડેટ કરવામાં કેટલો સમય લાગે છે?
ઓનલાઈન અપડેટ: ૫-૭ દિવસ
ઓફલાઈન અપડેટ: ૧૦-૧૫ દિવસ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT