બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / VIDEO : લગ્નની આવી કંકોત્રી નહીં જોઈ હોય, વર-કન્યાના નામ વાંચીને હસીને લોટપોટ થઈ જશો
Last Updated: 10:03 AM, 13 May 2025
સોશિયલ મીડિયાના આ જમાનામાં એવા એવા વિડીયો રોજ લોકો પોસ્ટ કરે છે અને એમાંથી ઘણા ખાસ ધ્યાન ખેંચે અને વાયરલ થાય છે. ઘણા વિડીયો ખૂબ ડેન્જર્સ હોય છે અને ઘણા એવા કે તમે જોઈને હસી-હસીને બેવડ વળી જાવ. ક્યાંક કોઈ દેસી જુગાડનો વિડીયો હોય તો ક્યાંક જાનવર સાથે કુસ્તી કરતો વિડીયો. અમુક એવા વિડીયો હોય કે જે જોઈને દિવસ સુધરી જાય. ત્યારે તાજેતરમાં એક વિચિત્ર લગ્ન કાર્ડનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @amritayd383 પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં એક મહિલા આ અનોખું કાર્ડ બતાવે છે. કાર્ડ હરિયાણવી ભાષામાં છાપવામાં આવ્યું છે અને તેની ડિઝાઇન સામાન્ય લાગે છે પણ એના અંદરના લખાણમાં એવું કંઈક છે કે લોકો પોતાની હસી રોકી નહીં શકે. વરરાજાનું નામ છે લોટા નાથ અને કન્યાનું નામ છે લોટકી દેવી. આ સાંભળીને લોકો પહેલાં તો નવાઈ પામે છે પછી હસી-હસીને લોટપોટ થઈ જાય છે.
કાર્ડમાં માતાપિતાના નામ પણ બહુ રસપ્રદ રીતે લખવામાં આવ્યા છે. લોટકી દેવીના માતાનું નામ છે મગ દેવી અને પિતાનું નામ છે બાલતી નાથ. કાર્ડમાં લખ્યું છે કે તેઓ બિહારના સિવાનથી છે. મજેદાર વાત તો એ છે કે કાર્ડમાં કેટલાક મૃત્યુ પામેલા સંબંધીઓના નામ પણ “દર્શનભિલાષી” વિભાગમાં ઉમેરવામાં આવ્યા છે, જે સામાન્ય રીતે જીવિત મહેમાનો માટે લખાય છે. લગ્નની તારીખ 25 એપ્રિલ, 2025 જાહેર કરવામાં આવી છે, પરંતુ લગ્નનું સ્થળ જણાવવામાં આવ્યું નથી.
આ પણ વાંચો :
VIDEO : મહિલાએ કારનો દરવાજો ખોલીને એવું તો શું જોયું કે ભાગી ? વીડિયો જોઇને તમે પણ ચોંકી જશો
કાર્ડના છેલ્લે RSVP હેઠળ પણ અમુક દેવી-દેવતાઓના નામો ઉમેરવામાં આવ્યા છે, જે જોઈને લોકોએ કપાળ પીટી લીધું! આ વીડિયો અત્યાર સુધીમાં 3 લાખથી વધુ વાર જોવામાં આવ્યો છે અને હજારો લોકો એ પર હસી-હસીને રમુજી ટિપ્પણીઓ કરી છે. કોઈએ લખ્યું: “આ તો અત્યાર સુધીનું સૌથી મજેદાર લગ્ન કાર્ડ છે”, તો કોઈએ લખ્યું: “ભાઈ, આવી જોડી તો ભગવાને જ બનાવી હશે!” આવા અનોખા કાર્ડ લોકોના મનમાં હાસ્ય સાથે-સાથે એક અલગ જ યાદગાર છાપ છોડી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.