બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:34 PM, 16 April 2025
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તાજેતરમાં હરિયાણાની એક કાપડ ડિઝાઇન ફેક્ટરીની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેમણે ફેક્ટરીમાં કામ કરતા લોકોના સંઘર્ષોને સમજીને તેમનું વ્યક્તિત્વ નજીકથી જોયું. આ મુલાકાત દરમિયાન ખાસ પ્રસંગે એક સ્થાનિક ડિઝાઇનર વિક્કીએ તેમને પોતાના હાથે બનાવેલું જેકેટ ભેટમાં આપ્યું.
ADVERTISEMENT
ADVERTISEMENT
ફેક્ટરીમાં થયેલી મુલાકાત દરમિયાન ડિઝાઇનર વિકી એક બેગ સાથે આવ્યા અને રાહુલ ગાંધીને કહ્યું, 'સાહેબ, હું તમારા માટે એક જેકેટ લાવ્યો છું' રાહુલે આ ભેટ માટે તેમનો આભાર વ્યક્ત કર્યો અને વિકી પોતાના હાથે તેમને જેકેટ પહેરાવ્યું. ત્યારબાદ વિકીએ કહ્યું કે, 'લંબાઈ થોડી વધારે લાગે છે' પણ રાહુલે તરત જ જવાબ આપ્યો, 'ના, ઠીક છે. સારું છે' વિકી એ પણ ઉમેર્યું કે, 'મારું વિઝ્યુલાઇઝેશન એટલું તીક્ષ્ણ છે કે હું સર (રાહુલ ગાંધી) માટે પરફેક્ટ માપેલું જેકેટ બનાવી શકું છું'
રાહુલ ગાંધીને મળી જેકેટની ભેટ, શેર કર્યો વીડિયો
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 16, 2025
(રાહુલ ગાંધીને ટેક્સટાઇલ ડિઝાઇનર વિક્કીએ ભેટમાં જેકેટ આપ્યું. વીડિયો શેર કરીને તેમણે લખ્યું, "જેકેટ, જૂતાં, જિગરા સબ હિન્દુસ્તાની, યહી હૈ 90% કે હુનર કી તાકત, ઉનકે કાબિલિયત કી નિશાની!")#RahulGandhi #textiledesigner #VTVDigital pic.twitter.com/vPSSwo7T4D
આ ખાસ મુલાકાતનો વીડિયો રાહુલ ગાંધીએ પોતાના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. સાથે લખ્યું છે કે, "જેકેટ, જૂતાં, જિગરા સબ હિન્દુસ્તાની, યહી હૈ 90% કે હુનર કી તાકત, ઉનકે કાબિલિયત કી નિશાની!"
આ મુલાકાતના થોડા દિવસ પહેલાં રાહુલ ગાંધીએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે દેશના કાપડ અને ફેશન ઉદ્યોગમાં બહુજન સમુદાયના લોકોને યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી. તેમણે જણાવ્યું કે, 'આ યુવાનો સક્ષમ છે, મહેનતુ છે, છતાં પણ શિક્ષણ અને અવસરોની અછતના કારણે તેઓ અન્યાયના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે. એ અભિમન્યુ જેવો છે, જે લડી રહ્યો છે પણ બહાર નીકળી શકતો નથી'
આ પણ વાંચો : VIDEO : 'ઝાડ પર કેવી રીતે ચડી ગઈ કાર?' જોનારા પોતાનું માથું ખંજવાળવા લાગ્યા
રાહુલ ગાંધીએ પોસ્ટમાં કહ્યું હતું, 'હું વિકી જેવા પ્રતિભાશાળી લોકોને મળવાનો અને તેમનું કામ શીખવાનો પ્રયાસ કરું છું, જેથી આખી દુનિયા ભારતના યુવાનોની વાસ્તવિક પ્રતિભા જોઈ શકે. મારી લડાઈ આ ચક્રવ્યૂહ તોડવાની છે'
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
જમ્મુ-કાશ્મીર / પહેલગામ હુમલા વચ્ચે ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક જવાન શહીદ
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.